સબરીમાલા વિવાદઃ ધરપકડ કરવામાં આવેલી રેહાના ફાતિમાને BSNLએ કરી સસ્પેન્ડ

રેહાના પર આરોપ છે કે ફેસબુક દ્વારા અયપ્પા ભક્તોની ભાવનાઓને નુકસાન પહોંચાડ્યું હતું

રેહાના પર આરોપ છે કે ફેસબુક દ્વારા અયપ્પા ભક્તોની ભાવનાઓને નુકસાન પહોંચાડ્યું હતું

 • Share this:
  કોચ્ચિ: સબરીમામલ વિવાદમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં ધરપકડ કરાયેલી સોશિયલ એક્ટિવિસ્ટ રેહાના ફાતિમાને બીએસએનએલે સસ્પેન્ડ કરી દીધી છે. રેહાના ટેલિકોમ ટેક્નીશિયન તરીકે બીએસએનએલમાં કાર્યરત હતી. ગત મહિને સરબીમાલામાં ભગવાન અયપ્પા મંદિરની માસિક પૂજા માટે કપાટ ખૂલતાં પ્રવેશનો પ્રયાસ કરનારી રેહાનાની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. તેની પર પોતાના ફેસબુક પોસ્ટ દ્વારા કથિત રીતે ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ છે.

  રેહાના ફાતિમા પર આરોપ છે કે તેઓએ ફેસબુક પોસ્ટ દ્વારા અયપ્પા ભક્તોની ભાવનાઓનું અપમાન કર્યું હતું. આ સંબંધમાં કોચ્ચિના પથાનામથિટ્ટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે મામલાની ગંભીરતા જોતા મંગળવારે રેહાના ફાતિમાને તેમના ઘરેથી ધરપકડ કરી લીધી. રેહાનાને 295A હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

  રેહાના ફાતિમા આ વર્ષે માર્ચમાં પણ ન્યૂઝમાં આવી હતી. કોઝીકોડના એક પ્રોફેસરના નિવેદનના વિરોધમાં આવું થયું હતું. તે પ્રોફેસરે કહ્યું હતું કે મહિલાઓને પોતાના તરબૂચ જેવા સ્તનોને ઢાંકીને રાખવા જોઈએ. તેના વિરોધમાં રેહાનાએ એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેમાં તે પોતાના સ્તનોને તરબૂચથી ઢાંકેલી જોવા મળી હતી. આ ફોટોને શેર કર્યા બાદ થોડાક જ કલાકોમાં ફેસબુકે રેહાનાને ટ્રોલ કરવા અને ધમકી આપવાને કારણે હટાવી દીધો હતો.

  આ પણ વાંચો, સોશિયલ એક્ટિવિસ્ટ રેહાના ફાતિમા અરેસ્ટ, ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ

  કિસ ઓફ લવમાં પણ આગળ પડતો લીધો હતો હિસ્સો

  રેહાના અય્યનથોલ પુલીકલી ટીમ, જે પારંપરિક ટાઇગર ડાન્સ કરે છે, તેની એકમાત્ર મહિલા સભ્ય પણ રહી ચૂકી છે. આ ડાન્સ માત્ર પુરુષ દળ કરે છે. ત્યારે તેઓએ મનોરમા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તે એવા સ્થળે પફોર્મ કરવા માંગે છે જ્યાં પુરુષોની બોલબાલા હોય. 2014માં તેઓએ કેરળમાં મોરલ પુલિસિંગના વિરોધમાં ચાલી રહેલ કિસ ઓફ લવ કેમ્પેનમાં પણ ભાગ લીધો હતો. તેમના પાર્ટનર, ફિલ્મકાર મનોજ કે શ્રીધરને કિસ કરતી એક ક્લિપ ફેસબુક ઉપર શેર પણ કરી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: