બીકાનેર/જયપુર : REET (Rajasthan Eligibility Examination for Teacher)પરીક્ષામાં ચોરી કરવાના અને કરાવવાના ચોંકાવનારા કેસ સામે આવ્યા છે. રાજસ્થાન અધ્યાપક પાત્રતા પરીક્ષામાં ( reet exam 2021) બીકાનેરમાં પોલીસ દ્વારા નકલ ગેંગના ( reet exam 2021 copying gang) શાતિર મુખીયા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ ડિવાઇસ લાગેલા ચપ્પલ (Device fitted slippers) દ્વારા પરીક્ષામાં ચોરી કરાવવા માટે સક્રિય હતી. પોલીસે ડિવાઇસ લાગેલા ચપ્પલ પકડ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે ચોરી કરાવવા માટે એક ચપ્પલ 6 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. ડિવાઇસ લગાવેલ આ ચપ્પલ 25 લોકોને વેચ્યા હોવાની વાત સામે આવી છે. પોલીસને આ ચંપલ સહિત ઘણા મોબાઇલ અને સીમ પણ મળી આવ્યા છે.
બીકાનેરમાં ગંગાશહેર પોલીસ સ્ટેશન અને ડીએસટીએ સંયુક્ત કાર્યવાહી કરીને ચપ્પલ ગેંગને પકડી છે. પકડાયેસા ચપ્પલ ગેંગના સરગના તુલછીરામ કાલેરની પોલીસ પૂછપરછ કરી રહી છે. કાલેર સહિત પકડાયેલા પાંચ લોકોમાંથી એક સરકારી સ્કૂલનો લેબ આસિસટન્ટ છે. જ્યારે ત્રણ પરીક્ષાર્થી ઝડપાયા છે. જેમાં એક મહિલા પરીક્ષાર્થી પણ છે. એએસપી શૈલેન્દ્ર ઇન્દોરિયા સહિત પોલીસ અધિકારી આખા મામલાની તપાસમાં લાગી ગયા છે.
બીજી તરફ સીકરમાં ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. સીકર જિલ્લાના નીમકાથાનામાં બ્લૂટૂથથી ચોરી કરનાર એક પરીક્ષાર્થી પકડાયો છે. આરોપીનું હાલમાં જ કાનમાં ઓપરેશન થયું હતું. તે તેના કવરમાં બ્લૂટૂથ છુપાવીને કેન્દ્રમાં ઘુસી ગયો હતો. પકડાયેલો આ પરીક્ષાર્થી ઉદ્ધારામ બીકાનેરનો રહેવાસી છે. તે નીમકાથાનાની ગંગા બાલ નિકેતન સ્કૂલમાં પકડાયો છે.
રીટ પરીક્ષામાં ડમી પરીક્ષાર્થી પકડાયો
જયપુરના ગોવિંદગઢમાં પોલીસે રીટની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીને પકડ્યો છે. પોલીસે તેની સાથે 3 અન્ય સહયોગીની પણ ધરપકડ કરી છે. જેમાં આ ગેંગનો મુખ્ય સરગના પોલીસની પકડમાં આવ્યો છે. પકડાયેલો ડમી વિદ્યાર્થી બિહારનો બતાવવામાં આવી રહ્યો છે. આ ગેંગના તાર દિલ્હી, બિહાર અને ભરતપુર સાથે જોડાયેલા રહ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર