લાલ કીડીઓની ચટણીથી થશે કોરોનાનો ઈલાજ? હાઈકોર્ટે આયુષ મંત્રાલયને સંશોધન કરવા આપ્યો આદેશ

પ્રતીકાત્મક તસવીર

ઉડીસા હાઇકોર્ટે કોવિડ-19ની સારવારમાં લાલ કીડીઓની ચટણીના ઉપયોગના પ્રસ્તાવ પર CSIR પાસે ત્રણ મહિનામાં નિર્ણય માંગ્યો

 • Share this:
  નવી દિલ્હીઃ ઉડીસા અને છત્તીસગઢના જનજાતીય વિસ્તારો (Tribal Areas)માં ખાવામાં આવતી લાલ કીડીઓની (Red Ants) ચટણી ટૂંક સમયમાં કોવિડ-19ની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવી શકે છે. આશા કરવામાં આવી રહી છે કે આયુષ મંત્રાલય (Ayush Ministry) ટૂંક સમયમાં જ આ ચટણીને કોરોના વાયરસ (Coronavirus)ની દવાના રૂપમાં ઉપયોગને મંજૂરી આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત ગુરુવારે ઉડીસા હાઇકોર્ટે (Orissa High Court) આયુષ મંત્રાલયને આ બાબત પણ નિર્ણય લેવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે.

  અંગ્રેજી અખબાર ‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ના એક રિપોર્ટ મુજબ, ઉડીસા હાઇકોર્ટે આયુષ મંત્રાલય અને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના મહાનિદેશકોને ઝડપથી નિર્ણય લેવા માટે કહ્યું છે. કોર્ટે કોવિડ-19ની સારવારમાં લાલ કીડીઓની ચટણીના ઉપયોગના પ્રસ્તાવ પર નિર્ણય ત્રણ મહિનામાં માંગ્યો છે. ખાસ વાત એ છે કે દેશના અનેક રાજ્યોમાં જનજાતિઓ લાલ કીડીઓનો ઉપયોગ તાવ, શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં મુશ્કેલી, થાક અને બીજી બીમારીઓની સારવારમાં કરે છે.

  આ પણ વાંચો, શું છે Light House પ્રોજેક્ટ? ફ્લેટની કિંમત કેટલી હશે? જાણો તમામ સવાલોના જવાબ

  આ ચટણીમાં ખાસ કરીને લાલ ચટણીઓ અને લીલું મરચું હોય છે. ઉડીસા હાઈકોર્ટે આ આદેશ એક જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન કર્યો છે. આ અરજીમાં લાલ ચટણીના પ્રભાવને લઈને અનેક કાર્યવાહી ન કરવા પ્રા કોર્ટને દખલ કરવાની માંગ કરવામાં આવી હતી. આ અરજી બારીપાડાના એન્જિનિયર નયાધાર પાઢિયાલે દાલખ કરી હતી. તેના પહેલા પાઢિયાલે જૂન મહિનામાં વાયરસની લડવા માટે ચટનીના ઉપયોગની વાત કહી હતી. ત્યારબાદ તેઓએ તેના સંબંધમાં અરજી દાખલ કરી હતી.

  આ પણ વાંચો, Covid-19: 24 કલાકમાં 20,036 નવા કેસ નોંધાયા, દરરોજ થતાં મોતના મામલે ભારત 12મો દેશ

  નયાધાર પાઢિયાલ અનુસાર, ચટણીમાં ફોર્મિક એસિડ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન B12, ઝિંક અને આયરન હોય છે. આ તમામ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. તેઓએ કહ્યું હતું કે ઉડીસા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયમાં લાલ ચટણી ખાવામાં આવે છે અને અનેક બીમારીઓનો ઈલાજ કરે છે. પાઢિયાલ અનુસાર, જનજાતિય વિસ્તારોમાં કોવિડ-19ની ઓછી અસરનું આ પણ એક કારણ હોઈ શકે છે.
  Published by:Mrunal Bhojak
  First published: