હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તબાહી મચી જવા પામી છે. રાજ્યમાં અનેક રસ્તા બંધ થઇ ગયા છે જ્યારે પાંચ રાજ્યમાં સ્કૂલો પણ બંધ કરી દેવામાં આવી છે. જાનમાલને ઘણું નુકશાન પહોંચ્યું છે. વરસાદના કહેરને કારણે રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જાણકારી પ્રમાણે શુક્રવારથી શરૂ થયેલા વરસાદને કારણે 126 રસ્તાઓ અને વરસાદને કારણે બંધ કરવાની ફરજ પડી છે. મંડી અને મનાલી નેશનલ હાઇવેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. બે દિવસથી ચાલુ વરસાદને કારણે જાનમાલને ખાસ્સુ નુકશાન પહોંચ્યું છે. એક સરકારી રિપોર્ટ પ્રમાણે માત્ર પીડબલ્યૂ વિભાગને જ નવ કરોડ રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે.
સિરમોરમાં કાટમાળ પડવાથી 60 ઘેટા-બકરાના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું સિરમોર નદીમાં તણાઇ જવાથી મોત થયું છે. રાજ્ય સરકારે પ્રાંચ પ્રભાવિત જિલ્લામાં શિક્ષણ સંસ્થાને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. કુલ્લુ, હમીરપુર, કાંગડા અને ચંબામાં શૈક્ષણિક સંસ્થા બંધ કરવામાં આવી છે.
અત્યારસુધીમાં રોહતાંગમાં એક, કોકસરમાં દોઢ, દારજામાં અઢી, કેલંગમાં બે ઇંચ બરફવર્ષા નોંધાઇ હતી. સરકારી આંકડા પ્રમાણે હિમાચલમાં એક જુલાઇથી 23 સપ્ટેમ્બર સુધીમાં 1,231 કરોડ રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે. જિલ્લા કુલ્લુમાં શુક્રવારથી ચાલુ વરસાદને લીધે નદી બેકાંઠે વહી રહી છે.
તંત્રએ સંબંધિત એસડીએમને આદેશ આપ્યા છે કે નદી કિનારે રહેતાં લોકોનું સ્થળાંતર કરવામાં આવે. સાથે જ પર્વતો પર ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડા પૂર આવ્યા છે. ધર, કુલ્લુમાં આવેલા પૂરમાં ફસાયેલા 18 લોકોને એરપોર્ટની ટીમે રેસ્ક્યૂ કરી સુરક્ષીત સ્થળે પહોંચાડ્યા હતા. હિમાચલ પ્રદેશના ભુંતર એરપોર્ટ પર તમામ મુસાફરોને સુરક્ષીત ખસેડાયા હતા.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર