Home /News /national-international /EDના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું, જાણો આબકારી નીતિ કેસે કેવી રીતે નીરવ-ચોક્સીને પાછાં પાડ્યાં

EDના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું, જાણો આબકારી નીતિ કેસે કેવી રીતે નીરવ-ચોક્સીને પાછાં પાડ્યાં

નવી દિલ્હીના આબકારી નીતિની તપાસમાં 143 લોકેશન પર દરોડા પાડવામાં આવ્યા છે.

દિલ્હી સરકારની આબકારી નીતિમાં થયેલા કથિત ઘોટાળા મામલે સીબીઆઈ અને ઇડી બંને તપાસ કરી રહી છે. દિલ્હી આબકારી નીતિ સાથે જોડાયેલા આ કેસ મામલે ઇડીએ અત્યાર સુધીમાં 143 લોકેશન પર સર્ચ ઓપરેશન પાર પાડ્યું છે. ઇડીના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું છે કે એક જે કેસમાં આટલી મોટી સંખ્યામાં દરોડા પાડવામાં આવ્યા હોય.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી એટલે કે પ્રવર્તન નિદેશાલય દિલ્હી સરકારની આબકારી નીતિમાં કથિત ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા કેસમાં અંદાજે દોઢ મહિનાથી તપાસ કરી રહી છે. સીબીઆઈ દ્વારા નોંધવામાં એફઆઈઆરને આધારે બનાવીને ઇડી મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત તપાસ કરી રહી છે. ઇડી દ્વારા આબકારી કૌભાંડ મામલે અત્યાર સુધીમાં 143 લોકેશન પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. ઇડીએ 6 સપ્ટેમ્બરે અંદાજે 40 જગ્યાએ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ સાથે જ શુક્રવારે એટલે કે સાત ઓક્ટોબરે અંદાજે 35થી વધુ જગ્યા પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેટલું જ નહીં, એજન્સી દ્વારા દિલ્હી, પંજાબ, હૈદરાબાદમાં પણ કેટલાક શરાબ વિતરકોના ઠેકાણાઓ પર તપાસ કરવામાં આવી હતી.

    નીરવ-ચોકસીને પાછાં છોડ્યા


    દિલ્હી સરકારની આબકારી નીતિમાં થયેલા કથિત કૌભાંડ મામલે સીબીઆઈ અને ઇડી બંને તપાસ કરી રહી છે. દિલ્હી આબકારી નીતિ સાથે જોડાયેલા કેસ મામલે ઇડીએ અત્યાર સુધીમાં 143 લોકેશન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. ઇડીના ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે કે, કોઈ કેસમાં આટલી બધી જગ્યાએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોય. ઇડીના ઇતિહાસ પર નજર કરતા જાણવા મળ્યુ છે કે, આ પહેલા નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીના કેસમાં સવા સો લોકેશન પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેને ધ્યાને રાખતા અત્યાર સુધીમાં આબકારી કેસ મામલે સૌથી વધુ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હોય.

    આ પણ વાંચોઃ આપની મુશ્કેલી વધી! દિલ્હી-યુપી સહિત 30 જગ્યાએ દરોડા

    હકીકતમાં આબકારી નીતિમાં કથિત કૌભાંડ મામલે તાબડતોડ સર્ચ ઓપરેશનને લઈને રાજકીય ઘમાસાણ પણ જામ્યું હતું. જો કે, નિવેદનબાજી પર ઇડીના સૂત્રોએ કહ્યુ છે કે, અમને નિવેદનબાજીથી કોઈ મતલબ નથી. નથી અમે કોઈ નિવેદન આપવા માગતા. આ મામલે કાયદાકીય તપાસ થશે. ત્યારબાદ તપાસનો રિપોર્ટ સોંપવામાં આવશે.

    " isDesktop="true" id="1263298" >

    તપાસ એજન્સીને સર્ચ ઓપરેશનમાં શું-શું મળ્યું?


    સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, 143 લોકેશન પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન તપાસ એજન્સીને અત્યાર સુધીમાં કેટલાક મહત્ત્વપૂર્ણ પુરાવાઓ મળ્યાં છે. આ મામલે છેલ્લા એક મહિનાથી અંદાજે બે ડઝન લોકોનું નિવેદન લેવામાં આવ્યું છે. દરોડા દરમિયાન કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણ અને સાક્ષી મળ્યાં છે. હાલ તેમને તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યાં છે. સૂત્ર તે પણ જણાવે છે કે, આબકારી નીતિ સાથે જોડાયેલો આ કેસ વણઉકેલાયેલા કોયડા સમાન છે. તેથી આ કેસને સતર્કતાથી અને પ્રેક્ટિકલ રીતે સમજીને તપાસવામાં આવી રહ્યો છે. જેથી તમામ આરોપીઓ સુધી પહોંચી શકાય અને તેની સામે સખ્ત પુરાવા અને મોટી કાર્યવાહી કરી શકાય. એવું કહેવાઈ રહ્યુ છે કે, તપાસ એજન્સી ટૂંક સમયમાં જ આ મામલે કંઇક મોટા પગલાં લેવાની છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Delhi News, ED Case

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन