દેશમાં કોરોનાના કેસમાં રેકૉર્ડ વધારો, 24 કલાકમાં 11,458 દર્દીનો વધારો, આંકડો ત્રણ લાખને પાર

News18 Gujarati
Updated: June 13, 2020, 10:06 AM IST
દેશમાં કોરોનાના કેસમાં રેકૉર્ડ વધારો, 24 કલાકમાં 11,458 દર્દીનો વધારો, આંકડો ત્રણ લાખને પાર
ફાઇલ તસવીર

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Mohfw)ના જણાવ્યા પ્રમાણે દેશમાં ગત 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના કુલ 11,458 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 386 લોકોનાં મોત થયા છે, જ્યારે 7,135 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

  • Share this:
નવી દિલ્હી : દેશમાં કોરોના (Coronavirus India) ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા શનિવારે ત્રણ લાખને પાર થઈ ગઈ છે. સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય (Mohfw) તરફથી શુક્રવારે સવારે આઠ વાગ્યાથી શનિવારે સવારે આઠ વાગ્યા સુધી એટલે કે 24 કલાકના આંકડા જાહેર કરાયા છે. જે પ્રમાણે દેશમાં હાલ કુલ 1,457,79 કેસ છે. જ્યારે હૉસ્પિટલમાંથી રજા મેળવનારા દર્દીઓની સંખ્યા વધીને 1,54,329 થઈ છે. આ સાથે જ મૃતકોની સંખ્યા 8,884 થઈ ગઈ છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 11,458 કેસ નોંધાયા છે, તે સાથે જ મૃતકોની સંખ્યામાં 386નો વધારો થયો છે. જ્યારે 24 કલાક દરમિયાન સાજા થઈને હૉસ્પિટલમાંથી રજા મેળવનારા દર્દીઓની સંખ્યા 7,135 છે. નવા આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના કુલ 308,993 કેસ થયા છે.

તાજા આંકડા પ્રમાણે તમિલનાડુમાં શુક્રવારે કોરોના વાયરસના સૌથી વધારે 1,982 નવા કેસ સામે આવ્યા છે. અહીં 18 લોકોનાં મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 40 હજારના પાર થઈ થઈ ગઈ છે. સાથે જ રાજ્યમાં કોવિડ 19ને કારણે મૃતકોની સંખ્યા 397 થઈ છે.

મહારાષ્ટ્રમાં શુક્રવારે સામે આવેલા કોરોના વાયરસના કેસની સંખ્યા 3,439 છે. સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1,01,141 થઈ છે.

 ગુજરાતમાં શુક્રવારે કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 22,562 થઈ છે. દિલ્હીમાં શુક્રવારે 71 લોકોનાં મોત થયા છે. જ્યારે કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યામાં 2,137નો વધારો થયો છે. હાલ કુલ કેસ 36,000 હજારને પાર થઈ ગયા છે.શુક્રવારે બિહારમાં કોવિડ 19ના કુલ 148 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 6,096 થઈ છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસને કારણે અત્યાર સુધી રાજ્યમાં 35 લોકોનાં મોત થયા છે.

આ પણ વાંચો : ડૉક્ટરોની ચેતવણી- 'ભારતમાં કોરોનાની આ તો શરૂઆત છે, મુશ્કેલ સમય માટે તૈયાર રહો'
First published: June 13, 2020, 9:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading