Home /News /national-international /મોદી સરકારે 8 સમિતિઓની કરી પુનર્રચના, અમિત શાહ તમામ સમિતિમાં સભ્ય

મોદી સરકારે 8 સમિતિઓની કરી પુનર્રચના, અમિત શાહ તમામ સમિતિમાં સભ્ય

અમિત શાહ અને નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

ગઠન બાદ અમિત શાહે તમામ સમિતિઓના સભ્યો સાથે મુલાકાત કરી, અમિત શાહ તમામ સમિતિઓમાં સભ્ય છે.

ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે આઠ મુખ્ય કેબિનેટ સમિતિઓની પુનર્રચના કરી છે. આ સમિતિઓમાં, એપોઇન્ટમેન્ટ કમિટિ, સમાયોજન સમિતિ, આર્થિક બાબતોની સમિતિ, સંસદીય બાબતોની સમિતિ, રાજકીય બાબતોની સમિતિ, સુરક્ષા સમિતિ, રોકાણ તેમજ વિકાસ સમિતિ અને રોજગાર તેમજ કૌશલ વિકાસ સમિતિનો સમાવેશ થાય છે.

પુર્નગઠન બાદ તમામ સમિતિઓ સાથે ગૃહ મંત્રી અમિત શાહે મુલાકાત કરી હતી. ગૃહ મંત્રી અમિત શાહને તમામ સમિતિઓના સભ્ય બનાવવામાં આવ્યા છે. જ્યારે વડાપ્રધાન મોદી નિવાસ (સમાયોજન) સમિતિ અને સંસદીય બાબતોની સમિતિ સિવાય તમામમાં સભ્ય છે.

એપોઇન્ટમેન્ટ સમિતિમાં પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સામેલ છે, જ્યારે નિવાસ સમિતિ તેમજ રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને રેલ મંત્રી પીયૂષ ગોયલ સામેલ છે.

મહત્વપૂર્ણ આર્થિક બાબતોની સમિતિના અધ્યક્ષ વડાપ્રધાન મોદી રહેશે. જ્યારે ગૃહ મંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ, રાજનાથસિંઘ, ડીવી સદાનંદ ગૌડા, નરેન્દ્રસિંહ તોમર, રવિ શંકર પ્રસાદ, હરસિમરત કૌર બાદલ, ડો એસ જયશંકર અને ધર્મેન્દ્ર પ્રધાન સભ્ય છે.

સંસદીય બાબતોની સમિતિમાં ગૃહ મંત્રી અમિત સાહ, નિર્મલા સીતારમણ, રામવિલાસ પાસવાન, નરેન્દ્ર તોમર, રવિશંકર પ્રસાદ, થાવરચંદ ગેહલોત, પ્રકાશ જાવડેકર, પ્રહલાદ જોશી સામેલ છે.

આ પણ વાંચો : બેરોજગારો માટે ખુશખબર, મોદી સરકારે બનાવી આવી યોજના

રાજકીય બાબતોની સમિતિમાં પીએમ મોદી, અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, રામવિલાસ પાસવાન, નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, હરસિમરત કૌર બાદલ, ડો. હર્ષવર્ધન, પીયૂષ ગોયલ, અરવિંદ ગણપત સાવંત અને પ્રહલાદ જોશી સામેલ છે.

સુરક્ષા બાબતોની સમિતિમાં વડાપ્રધાન મોદી, રક્ષા મંત્રી રાજનાથસિંઘ, ગૃહમંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ડો. એસ જયશંકર સામેલ છે.

રોકાણ તેમજ વિકાસ સમિતિમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, નિર્મલા સીતારમણ, નરેન્દ્રસિંહ તોમર, પીયૂષ ગોયલ, રમેશ પોખરિયાલ નિશંક, ધર્મેન્દ્ર પ્રધાન, મહેન્દ્રનાથ પાંડે, સંતોષ કુમાર ગંગવાર અને હરદીપસિંહ પુરી સામેલ છે.

આ પણ વાંચો : મોદી સરકારનો મોટો નિર્ણય, હવે રેકડી અને પાથરણાવાળા માટે ખાસ યોજના

રોજગારી તેમજ કૌશલ વિકાસ સમિતિમાં પીએમ મોદી, અમિત શાહ, નિર્મલા સીતારમણ, નરેન્દ્રસિંહ તોમર, પીયૂષ ગોયલ, રમેશ પોખરિયાલ નિશંક, ધર્મેન્દ્ર પ્રધાન, મહેન્દ્રનાથ પાંડેય, સંતોષ કુમાર ગંગવાર અને હરદીપસિંહ સામેલ છે.

નોંધનીય છે કે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એનડીએ 253 બેઠક સાથે સત્તા પર આવી છે. નવા કેબિનેટના સભ્યોએ 30મી મેના રોજ શપથ લીધા હતા, તેમજ આગલા દિવસે કારભાર સંભાળી લીધો હતો.
First published:

Tags: Amit shah, Lok sabha election 2019, નરેન્દ્ર મોદી