હિના આઝમી, દહેરાદૂનઃ ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં આમ તો ઘણી બેકરીઓ છે. પરંતુ 1980થી ચાલતી એક બેકરી વિશે અમને તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે અલગ અલગ પ્રકારની મીઠાઈ બનાવે છે, પરંતુ અહીંની રસમલાઈ કેક અને ઘી-પિન્ની બિસ્કિટ લોકોમાં ખૂબ વખણાય છે. જો તમને પણ મીઠુ ખાવાનું ભાવતું હોય તો દહેરાદૂનના ચકરાતા રોડ પર આવેલી વિનસ બેકર્સ એન્ડ સ્વીટ કોર્નરમાં જરૂર જજો અને ત્યાંથી વખણાતી મીઠાઈઓ અને અન્ય પ્રોડક્ટ્સ ચાખજો.
બેકરીના માલિક રાહુલ ગુપ્તાએ જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, વર્ષ 1980માં તેમના પિતા રાજેશ ગુપ્તાએ નાની દુકાનથી બેકરીની શરૂઆત કરી હતી. ત્યારે તેઓ બ્રેડ અને કેક વગેરે બનાવતા હતા. આસપાસના વિસ્તારના લોકો બેકરી પ્રોડક્ટ્સને ખૂબ પસંદ કરવા લાગ્યા હતા. ત્યારબાદ કેટલીક પ્રકારના અન્ય બેકરી પ્રોડક્ટ્સ બનાવવાની શરૂઆત કરી હતી. તેમાં બિસ્કિટ, કેક અને ચોકલેટ ફ્લેવરના ઉત્પાદનો સામેલ છે.
જો વિનસ બેકરીના પ્રોડક્ટ્સ વિશે વાત કરીએ તો, ત્યાં ઘણાં પ્રકારના પ્રોડક્ટ્સ મળે છે. પરંતુ સૌથી વધુ ડિમાન્ડ રસમલાઈ કેકની છે. તેના સિવાય દહેરાદૂનમાં એકમાત્ર તેમની પાસે જ ઘી-પિન્ની બિસ્કિટ મળે છે. માત્ર દહેરાદૂન જ નહીં દૂરદૂરથી આવતા લોકો પણ તે પસંદ કરે છે અને સાથે લઈ જાય છે.
" isDesktop="true" id="1360339" >
મોટા નેતાઓની પણ પસંદ
રાહુલ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, તેમની દુકાને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી મુખ્યમંત્રી બનતા પહેલાં આવ્યા હતા અને મુખ્યમંત્રી બન્યા બાદ પણ એકવાર આવ્યા હતા. તો વળી, થોડા સમય પહેલાં તેમની બેકરીમાં બોલિવૂડ અભિનેત્રી કિરણ ખેર પણ આવી હતી. તેમને અમારા બિસ્કિટ અને બટર કોફી ઘણી પસંદ આવી હતી.
ફ્રેશ અને સ્વાદિષ્ટ
દહેરાદૂનના રહેવાસી વિક્કી જણાવે છે કે, તેમને વિનસ બેકરીના કેક અને પેસ્ટ્રી ખૂબ ભાવે છે. તેઓ ઘણાં વર્ષોથી અહીંના પ્રોડક્ટ્સ ખાય છે. તેમનું કહેવું છે કે, અહીંનો જે ટેસ્ટ છે, તે બીજી કોઈ જગ્યાએ નથી. છેલ્લા 20 વર્ષથી વિનસ બેકરીમાંથી બ્રેડ ખરીદતા સનોવર ખાન કહે છે કે, ત્યાં ફ્રેશ અને સ્વાદિષ્ટ ઉત્પાદન મળે છે. તેમના પરિવારને પણ અહીંની કેક, બિસ્કિટ અને ચોકલેટ ઘણી પસંદ છે.
ક્યાં આવેલી છે વિનસ બેકર્સ અને સ્વીટ્સ કોર્નર?
જો તમે પણ બેકરી પ્રોડક્ટ્સને પસંદ કરતા હોવ તો, દહેરાદૂનના ચકરાતા રોડથી જતી વખતે યમુના કોલોની જજો. અહીં મુખ્ય માર્ગ પર બેકરી આવેલી છે. તમે સ્વિગી અને ઝોમેટો પર ઓનલાઇન ઓર્ડર કરી શકશો. વધુ જાણકારી માટે તમે 91 8279454044 નંબર પર કોલ કરી શકશો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર