Home /News /national-international /

BJPના 'શત્રુ' 6 એપ્રિલે કોંગ્રેસમાં થશે સામેલ, બનશે સ્ટાર પ્રચારક

BJPના 'શત્રુ' 6 એપ્રિલે કોંગ્રેસમાં થશે સામેલ, બનશે સ્ટાર પ્રચારક

ગુરુવારે શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી

કોંગ્રેસ સિન્હાને પટના સાહિબથી કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રવિશંકર પ્રસાદની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે

  લગભગ ત્રણ દાયકાથી બીજેપી સાથે જોડાયેલા દિગ્ગજ નેતા અને હિન્દી સિનેમાના અભિનેતા શત્રુઘ્ન સિન્હા 6 એપ્રિલે કોંગ્રેસમાં સામેલ થશે. બિહારના કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસમાં સામેલ થશે. તેઓ પાર્ટીમાં સ્ટાર નેતા અને સ્ટાર પ્રચારક તરીકે કામ કરશે. આ પહેલા સિન્હાની આજે જ કોંગ્રેસમાં સામેલ થવાના અહેવાલ આવ્યા હતા.

  માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ સિન્હાને પટના સાહિબથી કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રવિશંકર પ્રસાદની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.

  આ પણ વાંચો, બિહારમાં મહાગઠબંધનની મથામણ વચ્ચે તેજપ્રતાપે RJDના બે નામની કરી જાહેરાત

  હાલમાં જ શત્રુઘ્ન સિન્હાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને માસ્ટર ઓફ સિચ્યુએશન કહ્યા હતા. તેઓએ રાહુલની મિનિમમ ઇનકમ ગેરન્ટી યોજનાના વખાણ કરતાં કહ્યું હતું કે તેની જાહેરાત કરવી માસ્ટર ઓફ સિચ્યુએશન રાહુલ ગાંધીનો માસ્ટર સ્ટ્રોક છે.

  નોંધનીય છે કે, શત્રુઘ્ન સિન્હા 2009ની લોકસભા ચૂંટણી દરમિયાન બિહારમાં પટના સાહિબ લોકસભા બેઠકથી ફિલ્મ અભિનેતા શેખર સુમનને હરાવીને ચૂંટણી જીત્યા હતા. તેઓએ 2014માં પટના સાહિબથી જ જીત નોંધાવી હતી. તેઓ અટલ બિહારી વાજપેયીની કેબિનેટમાં મંત્રી પણ રહ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Lok sabha election 2019, Shatrughan Sinha, કોંગ્રેસ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन