આ છે SC-ST એક્ટમાં થયેલો બદલાવ, જેને લઈને થઈ રહ્યો છે હંગામો

News18 Gujarati
Updated: April 2, 2018, 10:04 AM IST
આ છે SC-ST એક્ટમાં થયેલો બદલાવ, જેને લઈને થઈ રહ્યો છે હંગામો

 • Share this:
સુપ્રીમ કોર્ટ તરફથી SC-ST એક્ટમાં કરવામાં આવેલા બદલાવના વિરોધમાં કેટલાક સંગઠનોએ સોમવારે ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે. જે હેઠળ કેટલીક પાર્ટીઓ અને સંગઠનો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ઓડિશા અને બિહારમાં ટ્રેન રોકીને વિરોધ કરવામાં આવી રહ્યોં છે. સુપ્રીમ કોર્ટે હમણાં જ એક અરજી પર સુનાવણી કરતા દેશભરમાં SC-ST એક્ટના મોટા પૈમાને (વચન) પર દુરઉપયોગને માન્યતા આપતા ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે.

આ સંગઠનોની એવી માગ છે કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ નિષેધ નિવારણ અધિનિયમ 1989ના કાયદાને પાછો લઈને એક્ટને પહેલાની જેમ લાગુ કરવામાં આવે, ત્યારે આવો જાણીએ કે ક્યા બદલાવના કારણે આ સંગઠનો પ્રદર્શન કરી રહ્યા છે.

હવે સુપ્રીમ કોર્ટનો નિર્ણય શું હતો?

21 માર્ચે સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અત્યાચાર નિવારણ અધિનિયમ (એસસી/ એસટી એક્ટ 1989) હેઠળ દાખલ થયેલા મામલાઓમાં તાત્કાલિક ધરપકડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોર્ટે નિર્ણય આપતા કહ્યું કે, સરકારી અધિકારીઓની ધરપકડ સક્ષમ ઓર્થોરિટીની પરવાનગી પછી જ થઈ શકે છે, જે લોકો સરકારી કર્મચારીઓ નથી, તેમની ધરપકડ એસ.એસ.પી. ની પરવાનગીથી થઈ શકે છે. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ધરપકડની પરવાનગી મેળવવા માટે, તેને ધરપકડના કારણો રેકોર્ડ પર રાખવો પડશે.

શું છે નવી ગાઈડલાઈન્સ?
 • આવા કિસ્સાઓમાં નિર્દોષ લોકોને બચાવવા માટે કોઈ ફરિયાદ મળ્યા પછી તરત જ કોઈ મુકદ્દમો (દાવો) નોંધવામાં આવશે નહીં. ફરિયાદની તપાસ ડી.એસ.પી લેવલના પોલીસ ઓફિસર દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવશે. અને આ તપાસ સમયબદ્ધ હોવી જોઈએ.

 • તપાસ કોઈ પણ રીતે 7 દિવસથી વધારે ન ચાલવી જોઈએ, DSP પ્રાથમિક તપાસ કરીને તારણ નિકાળશે કે ફરિયાદ મુજબ કોઈ કેસ બને છે કે નહિં, કે પછી ખોટા આરોપો લગાવીને ફંસાવામાં આવે છે.

 • સુપ્રીમ કોર્ટે આ એક્ટના દુરઉપયોગને માન્યતા આપતા ઐતિહાસિક નિર્ણય મામલે કહ્યું કે આ મામલમાં સરકારી કર્મચારી અગાઉ જામીન માટે આવેદન આપી શકે છે.

 • SC/ST એક્ટ હેઠળ જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરનારા આરોપીને જ્યારે મજિસ્ટ્રેટમાં રજૂ કરવામાં આવે ત્યારે તે સમયે આરોપીની નજરકેદને આગળ વધારવાનો નિર્ણય લેતા પહેલા તેની ધરપકડના કારણોની સમીક્ષા કરવી જોઈએ.

 • સૌથી મોટી વાત કે આ કેસમાં તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે, સરકારી કર્મચારીઓની ધરપકડ સક્ષમ ઓર્થોરિટીની પરમિશન બાદ જ થઈ શકે છે.

 • સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર, આ દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કરનાર ઓફિસરોને વિભાગીય કાર્યવાહી સાથે અદાલતની અવમાનનાની પણ કાર્યવાહીનો સામનો કરવો પડશે.


અત્યાર સુધી આ હતા નિયમ?

 • SC/ST એક્ટમાં જાતિસુચક શબ્દોના ઉપયોગ પર ફરિયાદ તાત્કાલીક દાખલ થતી હતી.

 • આ કેસમાં તપાસ માત્ર ઇન્સ્પેક્ટર રેંકના પોલીસ ઓફિસર કરતા હતા.

 • આ કેસોમાં કેસ દાખલ થયા બાદ તાત્કાલિક ધરપકડ થઈ શકતી હતી.

 • આ પ્રકારના કેસોમાં અગાઉ જામીન મળતી ન હતી. માત્ર હાઈકોર્ટમાંથી જ નિયમિત જામીન મળી શકતી હતી.

 • સરકારી કર્મચારી વિરૂદ્ધ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરતા પહેલા તપાસ એજન્સીને ઓર્થોરિટી પાસેથી પરમિશન લેવાની જરૂર ન હતી.

 • SC/STના કેસોમાં સુનાવણી માત્ર સ્પેશિયલ કોર્ટમાં જ થતી હતી.


 

 
First published: April 2, 2018, 10:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading