નવી દિલ્હી. ઉત્તરાખંડ (Uttarakhand)માં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલની વચ્ચે અંતે મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત (Trivendra Singh Rawat)એ રાજીનામું આપી દીધું. બીજેપી (BJP) ટોપ લીડરશિપમાં અનેક મોટા નેતાઓનું સમર્થન હોવા છતાં રાવતને પોતાની ખુરશી છોડવી પડી. તેમના પદથી હટવા પાછળનું સૌથી મોટું કારણ પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓના એક વર્ગમાં નારાજગી છે. હકીકતમાં પાર્ટીમાં ઊભી થયેલી નારાજગી પાછળ અનેક કારણો હોવાનું કહેવાય છે.
પાર્ટી સૂત્રોના હવાલાથી ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાવતની વિરુદ્ધ નારાજગીના કારણે જ મુખ્યમંત્રી પદના દાવેદાર ઊભા થઈ ગયા. એક વરિષ્ઠ બીજેપી નેતા મુજબ- ટોપ લીડરશિપમાં વિકાસ કાર્યોની ધીમી ઝડપને લઈ પણ નારાજગી હતી. આ ઉપરાંત પાર્ટીમાં જૂથવાદ પણ ઊભો થયો હતો. સાથોસાથ પ્રશાસનના સ્તર પર ઢીલી નીતિએ સ્થિતિને વધુ બગાડી દીધી. અનેક બાબતોને કારણે ત્રિવેન્દ્ર સિંહ રાવતની છબિને નુકસાન પહોંચાડ્યું.
રિપોર્ટ મુજબ, રાજકીય વિશ્લેષણનું માનવું છે કે ઉત્તરાખંડમાં બીજેપીની સ્થિતિ અનેક અન્ય રાજ્યો માટે પણ ખતરાની ઘંટડી છે. જાણકારોનું કહેવું છે કે કેન્દ્રીય નેતૃત્વ મુખ્યમંત્રી પદ માટે પસંદ કરવામાં આવેલા અનેક નેતાઓને લઈને પણ દબાણ ઊભું કરી શકાય છે. રાજ્ય બીજેપી એકમમાં આવા નેતાઓ વિરુદ્ધ વિદ્રોહનો સુર ઊભો થઈ શકે છે.
ત્રિવેન્દ્ર સિંહ રાવતની વાત કરીએ તો તેમના અનેક નિર્ણયોને લઈ પાર્ટીની અંદર નારાજગી હતી. પરંતુ એક નિર્ણયે સૌથી વધુ વિવાદ ઊભો કર્યો. આ નિર્ણય હતો ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બિલ. આ બિલને લઈ બીજેપી નેતાઓ ઉપરાંત આરએસએસ અને વીએચપીમાં પણ નારાજગી હતી. અ તમામનું માનવું હતું કે રાજ્ય સરકારે મંદિરોના નિયંત્રણ કરવાથી દૂર રહેવું જોઈએ. જ્યારે ત્રિવેન્દ્ર સિંહનું માનવું હતું કે સરકારી નિયંત્રણના માધ્યમથી મંદિરોનું પ્રબંધનને વધુ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી શકે છે.
એક અન્ય નિર્ણય ઉત્તરાખંડમાં ત્રીજી કમિશ્નરી બનાવવાને લઈને પણ કરવામાં આવ્યો. ઉત્તરાખંડમાં પારંપરિક રીતે બે કમિશ્નરી કુમાઉં અને ગઢવાલ છે. રાવત સરકારે એક ત્રીજી કમિશ્નરી ગૈરસૈંણ બનાવવાનો નિર્ણય પણ લીધો. તેને લઇને પહેલાના બે કમિશ્નરીના લોકોમાં ગુસ્સો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણયને લઈ ટોપ લીડરશિપમાં પણ નારાજગી હતી.
" isDesktop="true" id="1078488" >
દોસ્ત એકપણ નહીં, દુશ્મનો અનેક
આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાવતના બીજેપીમાં દોસ્ત એકપણ નથી. પાર્ટીના દિગ્ગજ નેતાઓમાં રાવતને સમર્થન આપનારા નહીંવત છે. મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારીના નજીકના નેતાઓમાં સામેલ થનારા રાવતને ‘દુશ્મની’ની કિંમત પણ ચૂકવવી પડી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર