એક સમયે સંતોની વચ્ચે આસારામને સિક્કા પડતા હતા. તેમના દરેક સત્સંગમાં હજારોની સંખ્યામાં લોકો જોડાતા હતા. લોકો તેમના દર્શન માટે અનેક દિવસો સુધી તેમના આશ્રમની બહાર બેસી રહેતા હતા. પરંતુ આજે આસારામને બળાત્કારના કેસમાં દોષી જાહેર કરવામાં આવતા આશ્રમમાં એક ગજબનો સન્નાટો છવાઈ ગયો હતો. આસારામના ભક્તો આશ્રમમાં આવન જાવન કરી રહ્યા છે. પરંતુ અનેક પ્રયાસ બાદ પણ કોઈ કંઈ બોલવા તૈયાર નથી.
ન્યૂઝ 18ની ટીમે દિલ્હના રિઝ રોડ સ્થિત આસારામ આશ્રમની મુલાકાત લીધી. આ દરમિયાન આશ્રમ બહાર આવેલા તેમના એક ભક્તે ન્યૂઝ 18 સાથે વાતચીત કરી હતી. આશ્રમમાં કેમ સન્નાટો છવાયેલો છે તે અંગે તેણે વિસ્તારથી વાત કરી. '10 દિવસ પહેલા આશ્રમના સંચાલકોને બાપુનો એક પત્ર આવ્યો હતો. જેમાં ભક્તોને નામ એક સંદેશ લખવામાં આવ્યો હતો. સંદેશમાં કહેવામાં આવ્યું હતું કે ફેંસલાના દિવસે આશ્રમની બહાર કે અંદર કોઈ એવું કાર્ય નહીં કરવામાં આવે જેનાથી સમાજમાં કોઈ ખોટો સંદેશ જાય.'
સમર્થકે જણાવ્યું કે, 'તેમનું કહેવું હતું કે 25મી એપ્રિલના રોજ ભક્તો આશ્રમમાં આવે, પૂજા-પાઠ અને ભજન કરે અને તેમની ઇચ્છા પડે ત્યારે તેઓ જતા રહે. પરંતુ ચુકાદો કંઈ પણ આવે કોઈએ ઉગ્ર થવું નહીં. આ જ કારણ છે કે આજે આશ્રમમાં સન્નાટો છવાયો છે અને બધા લોકો પોત પોતાનું કામ કરી રહ્યા છે.
બીજી તરફ આશ્રમની અંદર રહેલી અમુક મહિલા ભક્તોએ ટીમ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, 'કોર્ટ કંઈ પણ કહે પરંતુ અમારા બાપુજી નિર્દોષ છે. જે પુરાવા રજૂ કરામાં આવ્યા છે તે યોગ્ય નથી. એક દિવસ સાચા પુરાવા સામે આવશે. અમને આશા છે કે બાપુ પહેલાની જેમ ફરી એકવાર આશ્રમમાં આવશે અને બધુ પહેલા જેવું થઈ જશે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર