Home /News /national-international /

વસ્તી કન્ટ્રોલ કરવા કાયદો લાવો, નહીં તો હું રાજીનામુ આપી દઇશ: કેન્દ્રિય મંત્રી

વસ્તી કન્ટ્રોલ કરવા કાયદો લાવો, નહીં તો હું રાજીનામુ આપી દઇશ: કેન્દ્રિય મંત્રી

કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહ

ગિરીરાજ સિંઘે એવો પણ દાવો કર્યો કે, ભારતની વસ્તી ચીન કરતા પણ વધારે છે પણ આપણી પાસે પાણી અને જમીનનાં સ્ત્રોતો ઓછા છે. 

  કેન્દ્રિય મંત્રી ગિરીરાજ સિંઘે એક કાર્યક્રમમાં કહ્યુ કે, દેશમાં વસ્તીને કન્ટ્રોલ કરવાની જરૂર છે અને આ વસ્તી નિયંત્રણ કરવા માટે કાયદો લાવવાની જરૂર છે. દેશનાં વિકાસ અને સામાજિક સૌહાદ્ર માટે વસ્તી વધારો રોકવો જરૂરી છે”.
  ગિરીરાજ સિંઘ કેન્દ્રની મોદી સરકારમાં નાના અને મધ્ય કદનાં ઉદ્યોગ વિભાગનાં રાજ્ય કક્ષાનાં મંત્રી છે. તેમણે એવી ધમકી પણ ઉચ્ચારી કે, જો વસ્તી નિયંત્રણ કરવા માટે કાયદા લાવવામાં નહીં આવે તો, તેઓ મંત્રી તરીકે રાજીનામુ આપી દેશે.

  નોઇડામાં આવેલી જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગિરીરાજ સિંઘે હાજરી આપી હતી અને આ સંસ્થાનાં લોકોએ વસ્તી નિયંત્રણ માટે કાયદો લાવવા માટે મંત્રીને આવેદન પત્ર પણ આપ્યુ હતું.

  તેમણે એવો પણ દાવો કર્યો કે, ભારતની વસ્તી ચીન કરતા પણ વધારે છે પણ આપણી પાસે પાણી અને જમીનનાં સ્ત્રોતો ઓછા છે.  ગિરીરાજ સિંઘે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, દેશમાં વિકાસ અને સામાજિક શાંતિ માટે વસ્તી નિયંત્રણ જરૂરી છે.

  ગિરીરાજ સિંઘ બિહારનાં નાવદા લોકસભા મત વિસ્તારથી સાંસદ તરીકે ચૂંટાયેલા છે.
  કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે, વિશ્વમાં 22 મુસ્લિમ રાજ્યોમાં વસ્તી નિયંત્રણનાં કાયદા છે પણ ભારતમાં જ તેનો અમલ કરવામાં આવે ત્યારે ધર્મ સાથે જોડવામાં આવે છે. કાયદા બધા માટે સરખો હોવો જોઇએ અને તેમા બધાને આવરી લેવા જોઇએ. જો આ કાયદાનો ભંગ કરે તેનો મતાધિકાર છીનવી લેવો જોઇએ”.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Bjp mp, ગિરીરાજ સિંહ

  આગામી સમાચાર