PM મોદી બન્યા દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, પાકિસ્તાને કરી નાપાક હરકત, વાંચો દેશ-દુનિયાના ટોપ 10 સમાચારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે.

દુનિયા સામે પાકિસ્તાનનો નાપાક ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે. પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટે શનિવારે એક નીચલી કોર્ટના નિર્ણયને ઉલટાવીને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવા (JuD)ના છ આતંકવાદીઓને એક ટેરર ફાઈનાન્સિંગ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. વાંચો દેશ-દુનિયાના ટોપ 10 સમાચારો.

 • Share this:
  જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી પોલિસને નિશાના પર લીધી છે. રવિવારે મોડી સાંજે શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં આતંકવાદીઓએ એક પોલિસકર્મીની ગોળી મારીને હત્યા કરી નાખી છે. આતંકી આ ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયા. તો એનસીબીની એસઆઈટી ટીમે રવિવારે આર્યન ખાનને હાજર થવા કહ્યું. જોકે, આર્યન ખાનને હળવો તાવ હોવાથી તે એસઆઈટી સામે હાજર થઈ શક્યો ન હતો. એનસીબીએ આ જાણકારી આપી.

  PM મોદી બન્યા દુનિયાના સૌથી લોકપ્રિય નેતા, બાઇડન અને બોરિસ જોનસનને પાછળ છોડ્યા

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જારી કરવામાં આવેલી ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 70 ટકા અપ્રૂવલ સાથે પહેલા ક્રમાંકે છે. તો મેક્સિકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 66 ટકા રેટિંગ સાથે બીજા નંબર પર છે. એ પછી ઇટલીના વડાપ્રધાન મારિયો દ્રાગી 58 ટકા સાથે ત્રીજા નંબરે છે. જર્મનીની ચાન્સેલર એન્જેલા મર્કેલ 54 ટકા સાથે ચોથા નંબર પર અને ઓસ્ટ્રેલિયા વડાપ્રધાન સ્કોટ મોરિસન 47 ટકા અપ્રૂવલ સાથે પાંચમાં ક્રમાંકે છે.

  પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટ સહિત 6 માછીમારોનું અપહરણ, 1નું મૃત્યુ

  બોર્ડર ઉપરાંત હવે પાકિસ્તાને તટીય વિસ્તારોમાં ભારત વિરુદ્ધ કાર્યવાહી કરી છે. રવિવારે પાકિસ્તાન મરીને 1 ભારતીય બોટ સાથે 6 ભારતીય માછીમારોનું અપહરણ કર્યું છે. માછીમારોએ જાણકારી આપી કે આ દરમ્યાન પાકિસ્તાન તરફથી અંધાધુંધ ગોળીબાર પણ થયો હતો જેમાં એક માછીમારનું મૃત્યુ થયું અને એક ઘાયલ થયો. કહેવાય છે કે આ ઘટના IMBL પાસે બની છે.

  વાંચો પૂરા સમાચાર: માછીમારી કરવા ગયેલા ઓખાના માછીમારો પર પાક મરીનનું ફાયરિંગ, 6નું અપહરણ કર્યું એકનું મોત

  આર્યન ખાનને એનસીબીની SITએ સમન પાઠવ્યા, તાવને લીધે હાજર ન થયો

  એનસીબીની એસઆઈટી ટીમે રવિવારે આર્યન ખાનને સમન પાઠવ્યા. જોકે, હળવા ફીવરને લીધે આર્યન ખાન હાજર રહી શક્યો ન હતો. કહેવાય છે કે આર્યન ખાન ઉપરાંત અરબાઝ મર્ચન્ટ અને નવાબ મલિકના જમાઈ સમીર ખાનને પણ સમન મોકલવામાં આવી શકે છે. એસઆઈટી આ લોકોને ડ્રગ્સ મામલે પૂછતાછ માટે ફરી બોલાવી શકે છે.

  શ્રીનગરના બટમાલૂમાં આતંકીઓએ પોલિસ કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા કરી

  જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી પોલિસને નિશાના પર લીધી છે. રવિવારે મોડી સાંજે શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં આતંકવાદીઓએ એક પોલિસકર્મીની ગોળી મારીને હત્યા કરી નાખી છે. આતંકી આ ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયા. પોલિસ સૂત્રોએ કહ્યું કે આતંકીઓએ કાશ્મીરના બટમાલૂ વિસ્તારમાં એસડી કોલોનીમાં પોલિસ કોન્સ્ટેબલ 29 વર્ષીય તૌસીફની માથા પર ગોળી મારીને હત્યા કરી નાખી છે.

  વાંચો પૂરા સમાચાર: Jammu Kashmir: શ્રીનગરના બટમાલૂમાં આતંકીઓએ કર્યું ફાયરિંગ, પોલીસ કોન્સ્ટેબલની કરી હત્યા

  પાકિસ્તાનની કોર્ટે લશ્કર અને JUDના 6 આતંકવાદીઓને મુક્ત કર્યા

  દુનિયા સામે પાકિસ્તાનનો નાપાક ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે. પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટે શનિવારે એક નીચલી કોર્ટના નિર્ણયને ઉલટાવીને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવા (JuD)ના છ આતંકવાદીઓને એક ટેરર ફાઈનાન્સિંગ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. આ તમામને પાકિસ્તાનની નીચલી અદાલતે દોષિત જાહેર કર્યા હતા.

  ભાજપે રાષ્ટ્રીય કારોબારીની બેઠકથી ફૂંક્યું વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ

  રાષ્ટ્રીય કારોબારીની બેઠક શરૂ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફૂંક્યું છે. રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને ચર્ચા અને રોડમેપ બનાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી રાજ્યોમાં પ્રવાસને વેગ આપવા જઈ રહ્યા છે. જો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો આગામી 15 દિવસમાં વડાપ્રધાન 3 મુલાકાતો કરવાના છે.

  મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને મોટો ઝટકો, EDને ફરી મળી કસ્ટડી

  કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી રહી છે. મુંબઈની સ્પેશ્યલ પીએમએલએ કોર્ટે અનિલ દેશમુખને 14 દિવસની જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલ્યાના એક દિવસ બાદ હવે તેમને ફરી એકવાર EDની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જણાવી દઈએ કે અનિલ દેશમુખ ફરીથી 12 નવેમ્બર સુધી EDની કસ્ટડીમાં રહેશે.

  આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડ-અફઘાનિસ્તાન મેચની પિચ બનાવનાર ભારતીય પિચ ક્યૂરેટર મોહન સિંહનું શંકાસ્પદ હાલતમાં મોત

  નવાબ મલિક વિરુદ્ધ હાઈકોર્ટ પહોંચ્યા સમીર વાનખેડેના પિતા

  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારી સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. સમાચાર છે કે જ્ઞાનદેવ વાનખેડેએ મલિક વિરુદ્ધ માનહાનિનો કેસ ઠોકયો છે. બોમ્બે હાઈકોર્ટ આ મામલે સોમવારે સુનાવણી કરશે. રાજ્યમંત્રી સતત NCB અધિકારી પર નકલી પ્રમાણપત્રો દ્વારા સરકારી નોકરી મેળવવાનો આરોપ લગાવી રહ્યા છે.

  આસારામને છે યુરિન ઈન્ફેક્શન, 5 દિવસથી તાવ, જોધપુર એઈમ્સમાં દાખલ

  પોતાના ગુરુકુળની સગીર વિદ્યાર્થિનીના યૌન શોષણના કેસમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની હાલત ફરી એકવાર બગડી ગઈ છે. સૂત્રોનું માનીએ તો આસારામને યુરિન ઈન્ફેક્શનના કારણે પાંચ દિવસથી તાવ છે. આ પછી શનિવારે આસારામને જેલમાંથી એઈમ્સ જોધપુરમાં દાખલ કરવામાં આવ્યા છે. AIIMSના ડોક્ટરોએ તેમની તબિયતને જોતા તેમને ICUમાં દાખલ કર્યા છે. ડોક્ટર આસારામની તબિયત પર સતત નજર રાખી રહ્યા છે.

  T20 WC: ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો

  રવિવારે T20 વર્લ્ડ કપના સુપર-12 સ્ટેજની મેચમાં ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. અબુ ધાબીમાં રમાયેલી આ મેચમાં જીત સાથે ન્યુઝીલેન્ડે સેમીફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે. અફઘાનિસ્તાન અને ભારત બંને હવે આ રેસમાંથી બહાર થઈ ગયા છે. જો કે ભારતે નામિબિયા સામે તેની છેલ્લી મેચ રમવાની બાકી છે, તે મેચમાં જીત મેળવીને પણ વિરાટ કોહલીની ટીમ સેમિફાઇનલમાં પહોંચી શકશે નહીં.

  વાંચો પૂરા સમાચાર: NZ vs AFG: અફઘાનિસ્તાનનો ધબડકો! ભારત T20 World cupમાંથી બહાર, ન્યૂઝીલેન્ડનો સેમિફાઇનલમાં પ્રવેશ
  Published by:Nirali Dave
  First published: