સુપ્રીમના 4 જજોના ચીફ જસ્ટિસ પર ગંભીર આક્ષેપઃ જાણો, કોણે શું કહ્યું?

જેવી રીતે ચારેય જજો સામે આવ્યા છે તે ઐતિહાસિકની સાથે દુર્ભાગ્યની પણ વાત છે, પરંતુ આવું થવું જરૂરી હતુંઃ પ્રશાંત ભૂષણ

News18 Gujarati
Updated: January 12, 2018, 2:59 PM IST
સુપ્રીમના 4 જજોના ચીફ જસ્ટિસ પર ગંભીર આક્ષેપઃ જાણો, કોણે શું કહ્યું?
ઉજ્જવલ નિકમ, પ્રશાંત ભૂષણ, સુબ્રમણ્યમ સ્વામી
News18 Gujarati
Updated: January 12, 2018, 2:59 PM IST
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશોએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. જસ્ટિસ જે ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, સુપ્રીમ કોર્ટનું તંત્ર જે કરવું જોઈએ એવું કામ નથી કરી રહ્યું. આવું પ્રથમ વખત બની રહ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જજોએ મીડિયા સાથે વાતચીત કરી હોય. ચારેય ન્યાયાધીશોએ ચીફ જસ્ટિસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી બધુ બરાબર નથી ચાલી રહ્યું. સુપ્રીમ કોર્ટના જજોની પ્રેસ કોન્ફરન્સ પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

## કોણે શું કહ્યું?

હું જજોની વેદના સમજી શકું છું: સુબ્રમણ્યમ સ્વામી

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, તેઓ મીડિયા સાથે વાતચીત કરનારા સુપ્રીમ કોર્ટના ચારેય જજોની સાથે છે. હું તેમની વેદના સમજી શકું છું. તેમનું દર્દ સામાન્ય નહીં રહ્યું હોય. માટે જ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી હશે. ચારેય જજો પ્રત્યે મારી માન્યતા ઉચ્ચકોટિની છે. સ્વામીએ કહ્યું કે, વડાપ્રધાને આ મામલે દખલ દેવી જોઈએ. તેમણે એ જોવું જોઈએ કે શું થઈ રહ્યું છે. ચારેય જજોએ જે પણ કંઈ કર્યું છે તે પોતાના માટે નહીં પરંતુ દેશ માટે કર્યું છે, આનું સમાધાન શોધવી જરૂરી છે.

ન્યાયતંત્ર માટે કાળો દિવસઃ ઉજ્જવલ નિકમ

આ ન્યાયતંત્ર માટે કાળો દિવસ છે. આ પ્રેસ કોન્ફરન્સની ખરાબ અસરો સામે આવશે. હવે દરેક લોકો ન્યાયતંત્રના દરેક ફેંસલાને શંકાની નજરથી જોશે. દરેક ફેંસલા પર સવાલ ઉઠાવવામાં આવશે.

ચારેય પર ચાલે મહાભિયોગઃ રિટાયર્ડ જસ્ટિસ આર.એસ.સોઢી
Loading...

મારું માનવું છે કે ચારેય જજો વિરુદ્ધ મહાભિયોગ ચલાવવો જોઈએ. હવે તેમણે કોર્ટમાં બેસીને ફેંસનો ન સંભળાવવો જોઈએ. ટ્રેડ યુનિયનવાદ ખોટું છે. હું આ જોઈને ખૂબ દુઃખી છું. અમારી વચ્ચે અનેક વખત મતભેદ થયા. પરંતુ મીડિયા વચ્ચે આ વાત ક્યારેય નથી ગઈ. શું હવે આપણે સાચા અને ખોટા માટે જનમત કરાવીશું? તેઓ બધા દેશની સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશો છે. આ ચાર અથવા અન્ય કોઈ ન્યાયતંત્રને નષ્ટ ન કરી શકે. આ અપરિપક્વ વ્યવહાર છે. આ ચારેય પર મહાભિયોગ ચલાવીને તેમને ઘરે મોકલી દેવા જોઈએ. આ લોકો સુપ્રીમ કોર્ટમાં ટ્રે઼ડ યુનિયન જેવી સિસ્ટમ બનાવવા માંગે છે. રિટાયર્ડ જજ આર.એસ.સોઢી

આ તો થવાનું જ હતું: પ્રશાંત ભુષણ

પ્રશાંત ભૂષણે કહ્યું કે, જેવી રીતે પ્રસાદ મેડિકલ કોલેજ કેસમાં મુખ્ય ન્યાયાધીશે જેવી રીતે સીનિયર જજો પાસેથી કેસ લઈને જૂનિયર જજોને સોંપી દીધો તે ગંભીર જ નહીં પરંતુ કોડ ઓપ કન્ડક્ટનું પણ ઉલ્લંઘન છે. જેવી રીતે ચીફ જસ્ટિસે પોતાના પાવરનો દુરુપયોગ કર્યો હતો તેનાથી કોઈની તો તેમની સાથે ટક્કર નક્કી જ હતી. જેવી રીતે ચારેય જજો સામે આવ્યા છે તે ઐતિહાસિકની સાથે દુર્ભાગ્યની પણ વાત છે, પરંતુ આવું થવું જરૂરી હતું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જેવી રીતે સીનિયર જજો પાસેથી કેસ લઈને જૂનિયરને આપી દે છે તેના પર સવાલ તો ઉઠી જ રહ્યા હતા. સ્પષ્ટ છે કે તેઓ પોતાની તાકાતનો દુરુપયોગ કરી રહ્યા છે. ભવિષ્યમાં આના ગંભીર પરિણામો આવશે. આ જજોએ તેમનું બંધારણીય કર્તવ્ય નિભાવ્યું છે.
First published: January 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर