સરકારનો કેશલેસનો ફૂગ્ગો ફૂટ્યો, પહેલા કરતાં વધુ બે લાખ કરોડની રકમ માર્કેટમાં થઈ ફરતી

News18 Gujarati
Updated: June 11, 2018, 2:58 PM IST
સરકારનો કેશલેસનો ફૂગ્ગો ફૂટ્યો, પહેલા કરતાં વધુ બે લાખ કરોડની રકમ માર્કેટમાં થઈ ફરતી

  • Share this:
RBIના ડેટા અનુસાર હાલમાં જનતા પાસે કેશ સ્વરૂપે જે પૈસા છે, તે રકમ વધીને 18.5 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ રકમ 2016માં નોટબંધી લાગુ કરવામાં આવી તે પછી જે રકમ હતી તેનાથી બે ગણા કરતાં વધારે છે. નોટબંધી પછી આ રકમ 9.8 લાખ કરોડ હતી જેમાં 11 લાખ કરોડનો વધારો થયો છે અને આ રકમ હવે 18.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. નોટબંધી લાગુ કરી ત્યારે સરકારને એવો વિશ્વાસ હતો કે, તેનાથી અર્થતંત્ર કેશલેસ બની જશે, પરંતુ તેમનો આ ફુગ્ગો ફૂટી ગયો છે અને તેમની બધી જ ગણતરીઓ ઉંધી પડી છે. રિપોર્ટ અનુસાર નોટબંધી પછી આરબીઆઈએ માર્કેટમાં જે રમક સરક્યુલેશનમાં મૂકી છે, જે વધીને હવે 19.3 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ રમક નોટબંધી પછીના સમયગાળામાં 8.9 લાખ રૂપિયા હતી, એટલે તેમાં પણ બેગણો વધારો નોંધાયો છે.

નોટબંધી પછી લોકો ઓનલાઈન કે ઈન્ટરનેટની મદદથી ટ્રાન્ઝેક્શન કરતાં થઈ જાય અને કેશલેસ ઈકોનોમી ઉભી થાય તેવો પ્રચાર મોદી સરકારે મોટા ઉપાડે કર્યો હતો. જોકે, આ કેશલેસ ઈકોનોમીના દાવાઓ સાવ પોકળ સાબિત થયા અને લોકો પહેલા કરતાં વધારે વધુ કેશ રાખતા થઈ ગયા છે. હાલ માર્કેટમાં કુલ કરન્સી પહેલી જુન સુધીમાં 19.3 લાખ કરોડ છે તેમાંથી લોકોની પાસે કેશ સ્વરૂપે 18.5 લાખ કરોડ રૂપિયા છે. એટલે કે મોદી સરકારના કેશલેશ ટ્રાન્ઝેક્શનના કેમ્પેઈનને એક મોટો ઝાટકો લાગ્યો છે અને સરકારે તેનો સ્વીકાર પણ કર્યો નથી.

બેંકો પાસે જે રોકડ રકમ છે તેમાં ઘટાડો પણ નોંધાયો છે. જેને પગલે જનતાના હાથમાં વધુમાં વધુ રોકડ રકમ આવી છે. હાલ લોકોના હાથમાં જે રોકડ છે તે અને આરબીઆઈએ માર્કેટમાં મૂકેલા નાણા બંનેનું સ્તર હતું તેનાથી પણ આગળ નિકળી ગયું છે. એટલે કે, વનોટબંધી પહેલા જે પૈસા લોકો પાસે હતા તેનાથી પણ વધપુ રોકડ હવે લોકોની પાસે હોવાનો દાવો આરબીઆઈએ પોતાના ડેના આધારે એક રિપોર્ટમાં કર્યો છે. આનો મતલબ તે થયો કે, કેશલેસ ટ્રાન્ઝેક્શન અને કેશલેસ અર્થતંત્ર બનાવવામાં પણ મોદી સરકાર નિષ્ફળ રહી છે.

થોડા દિવસ પહેલા એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે, દેશભરમાં એટીએમમાં પૈસા નથી જેના કારણે નોટબંધી પછી જે સ્થિતિ હતી જેવી જ સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે હવે એવા રિપોર્ટ સામે આવી રહ્યાં છે કે, લોકોએ તે સમયે બેંકોમાંથી પૈસા વધુ પ્રમાણમાં ઉપાડી દીધા હતા. આ ઉપરાંત 500ની નોટનું પ્રમાણ પણ પાછળથી વધારવામાં આવ્યું હતું. આઠમી નવેમ્બર 2016ના રોજ કેન્દ્ર સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી, અને માર્કેટમાં ઉપલબ્ધ 1000 અને 500ની નોટોને પરત ખેંચી લીધી હતી. આ કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને બેંકોમાં પૈસા જમા કરાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું. એટીએમમાં નવી નોટો આવી નહતી કારણે તે ખાલી હતા.

જોકે પાછળથી આરબીઆઈએ માર્કેટમાં નવી રૂપિયા 2000 અને 500ની નોટોનું પ્રમાણ ધીમે-ધીમે વધાર્યું હતું. હાલમાં માર્કેટમાં જે પૈસા છે તે અને નોટબંધી પહેલા જે રોકડ રકમ હતી તે બંનેનું લેવલ એક સમાન થઈ ગયું છે. એક રિપોર્ટ અનુસાર 25મી મે, 2018 સુધીમાં માર્કેટમાં 18.5 લાખ કરોડ રૂપિયા હતા. જોકે, આ સ્તર એક વર્ષ પહેલા આ જ સમયગાળા દરમિયાન જે હતું તેના કરતાં 31 ટકા વધુ છે. આરબીઆઈના 1 જૂન 2018ના આંકડા અનુસાર 18.3 લાખ કરોડ કરન્સી હાલ સર્ક્યુલેશનમાં છે.

મોદી સરકારે કેશલેસનો દાવો કર્યો તે પહેલા દેશની જનતાને જણાવ્યું હતું કે, નોટબંધીનો મુખ્ય ઉદેશ્ય કાળા નાણાને રોકવાનો અને જપ્ત કરવાનો છે. જોકે, નોટબંધી પછી 99 ટકા રમક બેંકોમાં જમા થઈ ગઈ અને જનતાએ પાછી ઉપાડી પણ લીધી છે. આમ મોદી કેશલેસ અર્થવ્યવસ્થા કરવા ગઈ અને બેંકો જ કેશલેસ થઈ ગઈ તેવી સ્થિતિ ઉભી થઈ. બીજી તરફ બ્લેકમનીનો પરપોટો પણ ફૂટી ગયો, કાળા નામે એક ફૂટી કોડી ઈન્ડિયામાં પરત આવી નથી પરંતુ તેના કરતા હવે ઉલ્ટું થયું છે કે, યૂપીએ સરકારમાં બ્લેકમની માટે મોટી તિજોરીઓની જરૂરત પડતી હતી કેમ કે, નોટો મોટા પ્રમાણમાં રાખવી પડતી હતી. હવે તો મોદી સરકારે નોટબંધી પછી 2000 રૂપિયાની નાના કદવાળી નોટ બહાર પાડી છે, જેને સાચવવા માટે કોઈ મોટી તિજોરીની પણ જરૂરત નથી, એટલે કે, ખુબ જ સરળતાથી કાળા નાણા છૂપાવી શકાય છે આમ કાળા નાણા નહી પરંતુ માત્ર તિજોરીઓનું કદ જ ઘટ્યું છે.
Published by: Mujahid Tunvar
First published: June 11, 2018, 2:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading