RBIની વાર્ષિક આવક એક વર્ષમાં 146.5 ટકા વધી 1.93 લાખ કરોડ થઇ

RBIએ કહ્યું કે સરકારી પ્રતિભૂતિયોમાં RBIની હોલ્ડિંગ 57.19 ટકા વધી અને 30 જુન, 2019એ આ 6.29 લાખ કરોડ રૂપિયાથી વધી 9.86 લાખ કરોડ રૂપિયા થઇ

News18 Gujarati
Updated: August 29, 2019, 9:01 PM IST
RBIની વાર્ષિક આવક એક વર્ષમાં 146.5 ટકા વધી 1.93 લાખ કરોડ થઇ
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: August 29, 2019, 9:01 PM IST
ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2018-19નો પોતાનો વાર્ષિક રિપોર્ટ ગુરુવારે જાહેર કર્યો. નાણાકીય વર્ષ 2018-19માં RBIની આવકમાં ધરખમ વધારો થયો છે. રિપોર્ટ પ્રમાણે ગત નાણાકીય વર્ષમાં આરબીઆઇની આવક 146.59 ટકા વધી 1.93 લાખ કરોડ રૂપિયા થઇ છે. તો આ દરમિયાન કેન્દ્રીય બેંક (Central Bank)ની બેલેંસ સીટ 13.42 ટકા વધી 41.03 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે.

વાર્ષિક રિપોર્ટ પ્રમાણે આ વખતે RBIની વ્યાજથી આવક 44.62 ટકા વધી 1.06 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ અને અન્ય આવક 30 જુન, 2019એ વધી 86.199 કરોડ રૂપિયા થઇ ગઇ છે. જે એક વર્ષ પહેલા 4,410 કરોડ રૂપિયા હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ ચમત્કાર કે જાદુ ? આ ભાઇના હાથમાં ચોંટી જાય છે મોબાઇલ ફોન !

RBIએ કહ્યું કે સરકારી પ્રતિભૂતિયોમાં RBIની હોલ્ડિંગ 57.19 ટકા વધી અને 30 જુન, 2019એ આ 6.29 લાખ કરોડ રૂપિયાથી વધી 9.86 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ. આ વધારો સરકારી પ્રતિભૂતિયોની શુદ્ધ ખરીદીના માધ્યમથી 3.31 લાખ કરોડ રૂપિયા માટે લિક્વિડિટી મેનેજમેન્ટ ઓપરેશન્સને કારણે થઇ છે.
First published: August 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...