રિઝર્વ બેન્કે આ વર્ષે નાણાંકીય નીતિ સમિતિની બેઠક (RBI MPC Meeting)માં રેપો રેટમાં ઓછી વૃદ્ધિ કરીને લોન પર રાહતનો સંકેત આપ્યો છે, પરંતુ આગામી એક વર્ષ સુધી મોંઘવારી ઓછી થવાની કોઈ સંભાવના નથી. RBI ગવર્નરે MPC બેઠક કર્યા બાદ જણાવ્યું છે કે, મોંઘવારી પર કાબૂ મેળવવો સંભવ નથી. આગામી 12 મહિના સુધી રિટેલ મોંઘવારી દર 4 ટકા ઉપર રહી શકે છે.
કેન્દ્રિય બેન્કે જણાવ્યું છે કે, ખાદ્ય મોંઘવારી દર ભલે નીચે આવી રહ્યો છે, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોડક્ટનો મોંઘવારી દર હજી પણ ચિંતાનો વિષય બની રહ્યો છે. સિમેન્ટ, કોલસો, વીજળી જેવા ઉત્પાદનમાં મોંઘવારી દર વધુ થવાથી ઓવરઓલ પ્રેશર ઓછું નથી થઈ રહ્યું. આ કારણોસર રિટેલ મોંઘવારી દરમાં ઘટાડો થવા છતાં ચાલુ નાણાંકીય વર્ષમાં મોંઘવારી દર 6.7 ટકા રહેવાનું અનુમાન છે.
" isDesktop="true" id="1296384" >
12 મહિના સુધી રાહતની સંભાવના નહીં
આ બેઠક બાદ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે, રિટેલ મોંઘવારી દરમાં 12 મહિના સુધી રાહત મળવાની કોઈ સંભાવના નથી. ચાલુ નાણાંકીય વર્ષના ત્રીજા મહિનામાં રિટેલ મોંઘવારી દર 6.6 ટકા જણાવવામાં આવ્યો છે, ચોથા ક્વાર્ટરમાં આ મોંઘવારી દર 5.9 ટકા રહેવાનું અનુમાન છે. અગાઉ RBIએ ત્રીજા ક્વાર્ટર માટે મોંઘવારી દર 6.4 ટકા અને ચોથા ક્વાર્ટર માટે 5.8 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. અગાઉ ચાલુ નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટર માટે મોંઘવારી દર 7.1 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, ચાલુ નાણાંકીય વર્ષ 2022-23માં રિટેલ મોંઘવારી દર વધશે. ઉપરાંત આગામી નાણાંકીય વર્ષમાં સામાન્ય માણસ પર બોજ વધશે. વર્ષ 2023-24ના પહેલા ક્વાર્ટરમાં મોંઘવારી દર 5 ટકા રહેવાનું અનુમાન છે. બીજા ક્વાર્ટરમાં આ મોંઘવારી દર 5.4 ટકા રહેવાનું અનુમાન છે. RBIએ રિટેલ મોંઘવારી દર 4થી 6 ટકા રહેવાનો ટાર્ગેટ રાખ્યો છે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, હાલમાં મોંઘવારીને કારણે ખૂબ જ પરેશાની થઈ રહી છે, પરંતુ અમારી નજર અર્જુનની જેમ લક્ષ્ય પર છે. મોંઘવારી સામે સતત લડાઈ ચાલુ રહેશે, ઉપરાંત જરૂર પડ્યે જરૂરી પગલાં પણ લેવામાં આવશે. ઓક્ટોબરમાં મોંઘવારી દર 6.77 ટકા હતો. સતત 10માં મહિને રિટેલ મોંઘવારી દર 6 ટકા ઉપર હતો અને તે RBIએ નક્કી કરેલ દર કરતાં વધારે હતો.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર