નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના (Reserve Bank of India) ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikant Das) કોરોના વાયરસથી (coronavirus) સંક્રમિત થયા છે. શક્તિકાંત દાસે જણાવ્યું કે તેમને કોરોના વાયરસના લક્ષણો નથી દેખાતા જોકે, તેમણે પોતાને આઈસોલેટ કરી દીધા છે. તેમણે જણાવ્યું કે અત્યારે પોતાના સંપર્કમાં આવનારા લોકો પણ સતર્ક રહે. દાસે જણાવ્યું કે રિઝર્વ બેન્કનું કામ સુચારુ રુપથી ચાલતું રહેશે અને તેઓ આઈસોલેશનમાં કામ કરશે.
શક્તિકાંત દાસે રવિવારે ટ્વીટ કરીને જાણકારી આપી
શક્તિકાંત દાસે રવિવારે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે 'હું કોરોના વાયરસથી સંક્રમિત થયો છું. મને સંક્રમણના કોઈ લક્ષણ નથી. હું એક હદ સુધી સારું મહેસૂસ કરું છું. જે લોકો તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા છે. તે સતર્ક રહે.
આઈસોલેશનમાં રહીને હું કામ ચાલું રાખીશ
તેમણે વધુમાં લખ્યું છે કે આઈસોલેશનમાં રહીને હું કામ ચાલું રાખીશ. રિઝર્વ બેન્કનું કામ સુચારું રુપથી ચાલતું રહેશે. હું ફોન કે વીડિયો કોલિંગના માધ્યમથી બધા ડેપ્યુટી ગવર્નર્સ અને અન્ય અધિકારીઓના સંપર્કમાં રહીશ.'
દેશના અનેક મોટા નેતાઓ કોરોના પોઝિટિવ
ઉલ્લેખનીય છે કે શક્તિકાંત દાસ ઉપરાંત અત્યારે દેશમાં અનેક મોટા નેતાઓ કોરોના વાયરસ સંક્રમિત છે. જેમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બિહારના ઉપર મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનો પણ સમાવેશ થાય છે. આ પહેલા ઉપ રાષ્ટ્રપતિ વેંકેયા નાયડૂ, ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી ધર્મેદ્ર પ્રધાન સહિત અનેક કેન્દ્રીય મંત્રી કોરોનાના ચપેટમાં આવી ચૂક્યા છે.
છેલ્લાં બે સપ્તાહની તુલના કરીએ તો આ વખતે 70 હજાર ઓછા દર્દીઓ નોંધાયા
કોરોનાની સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા હવે 6.68 લાખ થઈ ગઈ છે. છેલ્લાં બે સપ્તાહની તુલના કરીએ તો આ વખતે 70 હજાર ઓછા દર્દીઓ નોંધાયા છે. 11થી 17 ઓક્ટોબર વચ્ચે જ્યાં 3 લાખ 71 હજાર 163 કેસ આવ્યા હતા.
તો 18થી 24 ઓક્ટોબરની વચ્ચે આ સંખ્યા 4 લાખ 41 હજાર 217 થઈ છે. આ સપ્તાહે 4 લાખ 81 હજાર 324 દર્દીઓ સ્વસ્થ થયા છે, આ સંખ્યા તેની પહેલાંના સપ્તાહથી 38 હજાર 210 જેટલી ઓછી છે. દર્દીઓની સંખ્યા ઘટી હોવા છતા એક્ટિવ દર્દીઓની સંખ્યામાં વધુ સુધારો થયો છે. 11થી 17 ઓક્ટોબર વચ્ચે જ્યાં 84 હજાર એક્ટિવ કેસ ઘટ્યા હતા, ત્યારે 18થી 24 ઓક્ટોબર વચ્ચે 1 લાખ 14 હજાર 790 એક્ટિવ કેસ ઘટ્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર