કેજરીવાલે PM અને સરકારનું અપમાન કર્યું છે, માફી માંગે : મંત્રી રવિશંકર પ્રસાદ

નવી દિલ્હી# દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમારના નિવાસ સ્થાને અને ઓફિસમાં સીબીઆઇ દ્વારા દરોડા પાડવાને લઇને આજે રાજકીય ભૂકંપ સર્જાયો છે. પહેલા આમ આદમી પાર્ટીએ કેન્દ્ર અને મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યો. કેજરીવાલે તો મોદીને કાયર અને મનોરોગી સુધી ગણાવી દીધા હતા. ત્યાર બાદ આ અંગે બીજેપી અને સરકારે પણ આપ પર પલટવાર કર્યો છે.

  • IBN7
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી# દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના મુખ્ય સચિવ રાજેન્દ્ર કુમારના નિવાસ સ્થાને અને ઓફિસમાં સીબીઆઇ દ્વારા દરોડા પાડવાને લઇને આજે રાજકીય ભૂકંપ સર્જાયો છે. પહેલા આમ આદમી પાર્ટીએ કેન્દ્ર અને મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યો. કેજરીવાલે તો મોદીને કાયર અને મનોરોગી સુધી ગણાવી દીધા હતા. ત્યાર બાદ આ અંગે બીજેપી અને સરકારે પણ આપ પર પલટવાર કર્યો છે.

સરકારના તરફથી કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ યોજી આપ અને કેજરીવાલ પર પલટવાર કર્યો છે. રવિશંકરે કહ્યું કે, કેજરીવાલે પીએમ મોદીને કાયર કહ્યાં છે. કેજરીવાલે પીએમનું અપમાન કર્યું છે. પીએમ વિરૂદ્ધ પોતાની ટિપ્પણી પર કેજરીવાલ માફી માંગે.

તેઓએ જણાવ્યું કે, આ અધિકારીના વિરૂદ્ધ ઘણા આરોપ હતા, એટલે સીબીઆઇએ દરોડા પાડ્યા છે. સર્ચ વોરંટ અને મામલાની તપાસ બાદ જ સીબીઆઇએ દરોડા પાડ્યા હતા. રવિશંકરે પુછ્યું કે, આખરે કયા કાયદામાં લખ્યું છે કે, ચીફ સેક્રેટરીના વિરૂદ્ધ કાર્યવાહી અગાઉ કોઇને જણાવવામાં આવે.

સીબીઆઇએ થોડા દિવસ અગાઉ એક અધિકારી સંજય સિંહ પર દરોડા પાડ્યા હતા અને મોટી સંપત્તિ જપ્ત કરી હતી. ત્યારે તેઓએ આ અંગેનો શ્રેય જાતે લીધો હતો. આજે જ્યારે વધુ એક અધિકારી પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે તેઓ શું કહી રહ્યાં છે.
First published: