ભારતના પત્રકાર રવીશ કુમારને રેમન મેગ્સસે એવોર્ડ 2019થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડને એશિયોનો નોબલ પુરસ્કાર માનવામાં આવે છે. પ્રશસ્તિ પત્રમાં 44 વર્ષના કુમારને ભારતના સૌથી પ્રભાવી ટીવી પત્રકારોમાંથી એક ગણવામાં આવ્યા છે. તેઓ એનડીટીવી ઈન્ડિયાના સીનિયર કાર્યકારી સંપાદક છે.
તેમનું નામ એ પાંચ વ્યક્તિઓમાં સામેલ છે જેમને આ પુરસ્કારના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. પ્રશસ્તિ પત્રમાં કહેવામાં આવ્યું છે કે 'કુમારના કાર્યક્રમ પ્રાઇમ ટાઇમ સામાન્ય લોકોની વાસ્તવિક, અગાઉ ન કહેવાયેલી સમસ્યાઓને ઉઠાવે છે.' સાથોસાથ તેમાં કહેવામાં આવ્યું છે કે 'જો તમે લોકોનો અવાજ બની ગયા છો તો જ તમે પત્રકાર છો.'
— Ramon Magsaysay Award (@MagsaysayAward) August 2, 2019
આ વર્ષના રેમન મેગ્સેસે એવોર્ડના ચાર અન્ય વિજેતાઓમાં મ્યાંમાના કો સ્વે વિન, થાઇલેન્ડની અંગખાના નીલાપાઇજિત, ફિલીપાઇન્સના રૈયમુંડો પુજંતે કાયાબાયએબી અને દક્ષિણ કોરિયાના કિમ જોંગ કી સામેલ છે.
1957માં શરૂ થયેલા આ પુરસ્કારને એશિયાનું સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે.