નવી દિલ્હી : વરિષ્ઠ ફેસબુક અધિકારીઓ (Senior Facebook Officers) તરફથી પ્રધાનમંત્રી અને વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓને ઓન રેકોર્ડ અપશબ્દો કહેવા પર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે (Union IT Minister Ravi Shankar Prasad) ફેસબુકના (Facebook) સીઇઓ માર્ક ઝુકરબર્ગને (Mark Zuckerberg) પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે આ કર્મચારીઓનું ફેસબુક ઇન્ડિયા (Facebook India)માં કામ કરતા અને મહત્વપૂર્ણ પદોનું પ્રબંધન કરતા સમયે આવું કરવું સમસ્યાપૂર્ણ છે. આ પત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ભાજપા પ્રત્યે પક્ષપાતી હોવા વિશે ચાલી રહેલા એક વિવાદ વચ્ચે આવ્યો છે.
તેમણે આ પત્રમાં 2019ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય દક્ષિણપંથ વિચારધારાના સમર્થક પેજોને હટાવવા કે તેની પહોંચને ઘણી ઓછી કરવાના સખત પ્રયાસ પર તેનાથી પ્રભાવિત લોકો માટે કોઈ સહારો કે અપીલનો અધિકાર ના આપવાના એક વાક્યનો ઉલ્લેખ કર્યો છે. તેમણે એ પણ લખ્યું કે સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીને આ સંબંધમાં લખવામાં આવેલા ડઝન જેટલા મેઈલનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. જોકે એક અલગ વાસ્તવિકતાને ચિત્રિત કરવા માટે સિલેક્ટિવ લીક્સના માધ્યમથી કોઈ બીજી જ હકીકતને બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે ભારતની રાજનીતિક પ્રક્રિયામાં ગોસિપ, ફુસફુસાહટ અને વ્યંગની સાથે હસ્તક્ષેપ નિંદનીય છે. આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે ફેસબુકની આ મિલીભગત અમારા મહાન લોકતંત્રની લોકતાંત્રિક પ્રક્રિયા પર આકાંક્ષાઓને થોપવા માટે દુષ્ટ નિહિત સ્વાર્થોને ખુલ્લી છુટ આપી રહી છે. આ વિશે વિશ્વસનિય મીડિયા રિપોર્ટ્સ છે કે ફેસબુક ઇન્ડિયાના પ્રબંધ નિર્દેશક અને અન્ય વરિષ્ઠ અધિકારી એક વિશેષ વિચારધારા સાથે સંબંધ રાખે છે અને આ રાજનીતિક માન્યતાના લોકોને સતત સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં સખત પરાજયનો સામનો કરવો પડી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આવા ઘણા ઉદાહરણો તરફ ઇશારો કરવા માંગે છે જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કટ્ટરપંથી તત્વો દ્વારા કરવામાં આવ્યો છે. લોકોની ભરતી કરવી અને હિંસા માટે તેમને ભેગા કરવા, સામાજિક વ્યવસ્થાને નષ્ટ કરવી તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર