CAA પછીની હિંસામાં PFIનો હાથ! SIMI સાથે કનેક્શન પર કાનૂન મંત્રીનું મોટું નિવેદન

CAA પછીની હિંસામાં PFIનો હાથ! SIMI સાથે કનેક્શન પર કાનૂન મંત્રીનું મોટું નિવેદન

નાગરિકતા કાનૂન પર ભડકેલી હિંસા પછી પોલીસે સંગઠનના કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે

  • Share this:
    નવી દિલ્હી : દેશમાં નાગરિકતા કાનૂન (Citizenship Amendment Act)પછી યૂપીના પશ્ચિમી ભાગમાં થયેલી હિંસામાં પૉપુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)નો હાથ હોવાની વાત કહેવામાં આવી રહી છે. સરકાર પણ કહી રહી છે કે અલગ-અલગ સ્થળે થયેલી હિંસામાં પીએફઆઈની ભૂમિકા સામે આવી રહી છે. કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad)નું કહેવું છે કે હવે ગૃહ મંત્રાલય (Home Ministry)સાબિતીના આધારે નક્કી કરશે કે શું કાર્યવાહી કરવી છે.

    કાનૂન મંત્રીએ કહ્યું હતું કે સાબિતીના આધાર પર એ વાત સામે આવી રહી છે કે પીએફઆઈનું કનેક્શન સિમી (SIMI)સાથે પણ છે. પીએફઆઈની સ્થાપના 22 નવેમ્બર 2006ના રોજ કરવામાં આવી હતી. નાગરિકતા કાનૂન પર ભડકેલી હિંસા પછી પોલીસે સંગઠનના કેટલાક લોકોની પણ ધરપકડ કરી છે. 2011માં ગુપ્ત વિભાગના એક રિપોર્ટમાં એ વાતનો ખુલાસો થયો હતો કે પીએફઆઈનો સંબંધ સિમી સાથે છે. જોકે આ સંગઠન પછાત અને અલ્પસંખ્યકોના હક માટે લડવાનો દાવો કરે છે. પણ સંગઠન પોતાની ગતિવિધિઓના કારણે હાલ સુરક્ષા એજન્સીઓના રડાર પર છે.

    આ પણ વાંચો - BJP દિલ્હી વિધાનસભાની ચૂંટણી PM મોદીના ચહેરા પર લડશે : પ્રકાશ જાવડેકર

    ગુપ્ત એજન્સીઓના એક રિપોર્ટ પ્રમાણે આ સંગઠન દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. રિપોર્ટ પ્રમાણે પછાત અને અલ્પસંખ્યકોને સામાજિક, આર્થિક અને રાજનીતિક મદદ પહોંચાડવાના નામ પર આ સંગઠન પોતાના ખતરનાક કામોને અંજામ આપવામાં લાગેલું છે. સુરક્ષા એજન્સીઓ માટે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ સંગઠન સાથે જોડાયેલ 80 થી 90 ટકા લોકોના તાર ખાડી દેશોથી કે પછી વિદેશો સાથે જોડાયેલ છે.
    Published by:Ashish Goyal
    First published: