YouTubeના એક વીડિયોએ 25 વર્ષથી ફરાર રવિ પૂજારીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો!

News18 Gujarati
Updated: February 27, 2020, 10:26 AM IST
YouTubeના એક વીડિયોએ 25 વર્ષથી ફરાર રવિ પૂજારીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો!
અંડરવર્લ્ડ ડૉન રવિ પૂજારીને પત્ની સાથે જાહેરમાં ગરબા રમવું ભારે પડ્યું.

રવિ પૂજારીને પત્ની સાથે જાહેરમાં ગરબા રમવું ભારે પડ્યું, યૂટ્યૂબના વીડિયોમાં માત્ર 4 સેકન્‍ડ દેખાતાં પોલીસે પગેરું શોધી કાઢ્યું

  • Share this:
નવી દિલ્હી : બેંગલુરુ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રાખવામાં આવેલા અંડરવર્લ્ડ ડૉન રવિ પૂજારી (Ravi Pujari) છેલ્લા 25 વર્ષથી તપાસ એજન્સીઓની આંખમાં ધૂળ નાખવાનું કામ કરી રહ્યો હતો. ક્યારેય બેંગકોક, તો ક્યારેક મલેશિયા. રવિ પૂજારી વિશે પહેલા પણ અનેકવાર પગેરું મળતું રહ્યું, પરંતુ ક્યારેય તે ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યો નહીં. પરંતુ યૂટ્યૂબ (YouTube) પર વર્ષ 2018માં અપલોડ કરવામાં આવેલા એક વીડિયોએ તપાસ એજન્સીઓને નવું પગેરું આપ્યું. ત્યારબાદ 25 વર્ષથી ફરાર રવિ પૂજારી સુધી પહોંચવું તપાસ એજન્સીઓ માટે સરળ થઈ ગયું. ઇન્ટેલિજન્સ વિભાગના સૂત્રોનું માનીએ તો બે વર્ષ પહેલા નવરાત્રી દરમિયાન એક પ્રવાસી તરફથી યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવેલા વીડિયોથી રવિ પૂજારીના અસલી લોકેશનની ભાળ મળી.

ઇન્ટેલિજન્સ વિભાગના સૂત્રો મુજબ, 2018ની નવરાત્રી દરમિયાન યૂટ્યૂબ પર એક વીડિયો અપલોડ થયો હતો. તેનું ટાઇટલ હતું- DANDIA AT SENEGAL. ઇન્ટેલિજન્સ એજન્સીના સૂત્રોનું માનીએ તો રવિ પૂજારી બુર્કીના ફાસો અને સેનેગલમાં જ્યાં પણ રહેતો ત્યાં તે હિન્દુ ધર્મના તમામ તહેવારોને પોતાની મહારાજ હોટલ અને નમેસ્તે ઈન્ડિયાની ચેઇન રેસ્ટોરાંમાં ઉજવતો પણ હતો. પછી તે હોળી હોય કે દિવાળી કે પછી નવરાત્રી.

રવિ પૂજારીએ 2018માં પોતાની મહારાજા હોટલમાં નવરાત્રીના ગરબા અને ડાંડિયાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો, જેમાં વિદેશી પ્રવાસીઓ સહિત રવિ પૂજારીના નજીકના લોકો પણ સામેલ થયા હતા. તેમાંથી જ એક પ્રવાસીએ ત્યાંનો એક વીડિયો યૂટ્યૂબ પર અપલોડ કરી દીધો. આ વીડિયોમાં હોટલોમાં આવેલા અનેક લોકો ડાંડિયા અને ગરબા રમી રહ્યા હતા. આ વીડિયોમાં રવિ પૂજારી પણ પોતાની પત્ની પદ્મા સાથે ગરબા રમતો માત્ર 4 સેકન્ડ સુધી જોવા મળ્યો હતો.

વીડિયોમાં પત્નીની સાથે ગરબા રમતો જોવા મળ્યો હતો રવિ પૂજારી

વીડિયોની એક ઝલકમાં તપાસ એજન્સીઓના અધિકારીઓને રવિ પૂજારી જેવો એક ચહેરો જોવા મળ્યો. પરંતુ પુષ્ટિ કરવા માટે વીડિયોને તપાસ એજન્સીઓએ અનેકવાર સ્લો મોશનમાં જોયો તો તેમાં રવિ પૂજારી જેવો દેખાતા શખ્સની સાથે નકલી પાસપોર્ટ કેસમાં ભારતથી ફરાર થયેલી રવિ પૂજારીની પત્ની પદ્માનો ચહેરો ઓળખી લેવાયો અને માત્ર 4 સેકન્ડના રવિ પૂજારીના યૂટ્યૂબ પર અપલોડ થયેલા ગરબાના ફુટેજે તપાસ એજન્સીઓને તે સેનેગલમાં હોવાની આશંકા ઊભી કરી. અંતે બે વર્ષના ઓપેરશન બાદ તેને ભારત લાવવામાં સફળતા મળી.

રવિ પૂજારી (ફાઈલ ફોટો)
100 કરોડની સંપત્તિનો માલિક છે રવિ પૂજારી

રવિ પૂજારી અનેક કરોડની સંપત્તિનો માલિક છે અને જે તેને અલગ-અલગ નામથી ઓપરેટ કરે છે. તેની કુલ સંપત્તિનું આકલન કરીએ તો લગભગ 100 કરોડની આસપાસનો બિઝનેસ અમ્પાયર રવિ પૂજારીએ ઊભો કર્યો છે. બિઝનેસમેનની આડમાં રવિ પૂજારી ભારતમાં ધમકી આપીને ખંડણી ઉઘરાવવાનું કામ કરતો હતો.

ત્રણ વર્ષ પહેલા જ સેનેગલમાં શિફ્ટ થયો હતો પૂજારી

ભારતમાં ખંડણી ઉઘરાવવાનું કામ કરાવવાની સાથે તપાસ એજન્સીઓની નજરથી બચવા માટે ડાકરમાં છુપાયેલો રવિ પૂજારી 3 વર્ષ પહેલા સેનેગલમાં શિફ્ટ થયો હતો, જ્યાં તેણે વિકી ફર્નાન્ડિસના નામથી મહારાજા હોટલ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. ટોની ફર્નાન્ડિસના નામથી તેણે પાર્ટનરશિપમાં નમસ્તે ઈન્ડિયા રેસ્ટોરન્ટની ચેઇન બુર્કિના ફાસો, સેનેગલ, ગિવિનિયા અને આઇવરી કોસ્ટ સહિત 9 રેસ્ટોરાં ચેઇન ચલાવે છે.

આ પણ વાંચો, એન્જિનિયરિંગના 4 સ્ટુડન્ટ્સે બનાવ્યું મિની ટ્રેક્ટર, ખેડૂતો માત્ર 30 હજાર રૂપિયામાં ખરીદી શકશે
First published: February 27, 2020, 10:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading