મોદી સરકારની મોટી સફળતા, અંડરવર્લ્ડ ડૉન રવિ પૂજારીને 15 વર્ષ બાદ આફ્રિકાથી ભારત લવાયો

મોદી સરકારની મોટી સફળતા, અંડરવર્લ્ડ ડૉન રવિ પૂજારીને 15 વર્ષ બાદ આફ્રિકાથી ભારત લવાયો
રવિ પૂજારી (ફાઈલ ફોટો)

રવિ પૂજારી 15 વર્ષથી સુરક્ષા એજન્સીઓ સાથે સંતાકૂકડી રમી રહ્યો હતો, આવી રીતે પકડાયો

 • Share this:
  બેંગલુરુ : 15 વર્ષ સુધી રાહ જોયા બાદ અંતે ભારતીય સુરક્ષા એજન્સીઓને સફળતા મળી ગઈ છે. અંડરવર્લ્ડ ડૉન રવિ પૂજારી (Ravi Pujari)ને આજે સવારે સેનેગલથી ભારત લાવવામાં આવ્યો. પૂજારીને બેંગલુરુ અને મેંગલુરુની પોલીસ પશ્ચિમ આફ્રિકન દેશ સેનેગલથી લઈને અહીં પહોંચી છે. હાલ તેની સાથે મોદીવાલામાં પૂછપરછ ચાલી રહી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. પૂજારી પર હત્યા અને ખંડણીના 40થી વધુ કેસ ચાલી રહ્યા છે.

  સુરક્ષા એજન્સીઓ સાથે રમી રહ્યો હતો સંતાકૂકડી  નોંધનીય છે કે રવિ પૂજારીની ગયા મહિને આફ્રિકન દેશ સેનેગલથી ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ધરપકડ બાદ પૂજારી અચાનક ગુમ થઈ ગયો. કહેવામાં આવી રહ્યું છે કે પૂજારીની કર્ણાટક પોલીસ અને સેનેગલના અધિકારીઓએ એક સંયુક્ત કાર્યવાહીમાં ત્યાંના એક ગામમાંથી ધરપકડ કરી.

  આવી રીતે ઘેરાયો પૂજારી

  નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા સેનેગલની સુપ્રીમ કોર્ટે પ્રત્યર્પણની વિરુદ્ધ પૂજારીની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ પૂજારીની પાસે કોઈ કાયદાકીય વિકલ્પ બચ્યો નહોતો.

  15 વર્ષથી હતો ફરાર

  રવિ પૂજારી લગભગ 15 વર્ષથી ભારતથી ફરાર હતો. પોલીસ ખંડણી, હત્યા, બ્લેકમેઇલ અને છેતરપિંડી સાથે જોડાયેલા અનેક મામલામાં તેની શોધખોળ કરી રહી હતી. તેની પર અનેક બૉલિવૂડ સ્ટાર્સ પાસે ખંડણી માંગવાના કેસ ચાલે છે. તેની વિરુદ્ધ લગભગ 200 મામલાને લઈ રેડ કૉર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી ચૂકી છે. ગયા મહિને પોલીસે રવિ પૂજારીના એક નજીકના સાથી આકાશ શેટ્ટીની ધરપકડ કરી હતી.

  આ પણ વાંચો, કૂકડાઓની લડાઈમાં માલિકનું થયું મોત, કૂકડાઓના પગમાં બાંધી હતી બ્લેડ
  Published by:News18 Gujarati
  First published:February 24, 2020, 09:24 am

  ટૉપ ન્યૂઝ