delhi news: દિલ્હીના મુખ્યમંત્રી દિલ્હીને ઝેરીલી બનાવી રહ્યા છે: રવિ કિશન

રવિ કિશને કહ્યું- દિલ્હી ઝેરી બની રહી છે.

Chhath Puja 2021: દિલ્હીમાં છઠનો તહેવાર પર રાજકારણ ગરમાયુ છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેના નેતાઓ સતત એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. ત્યારે રવિ કિશને (Ravi Kishan) આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) યમુનાને સાફ કરવાનું અને તેને સુંદર બનાવવાનું વચન આપ્યું હતું જે તેઓ પૂર્ણ કરી શક્યા નથી.

  • Share this:
નવી દિલ્હી:  ભાજપના સાંસદ અને બોલિવૂડ અભિનેતા રવિ કિશન (Ravi Kishan)એ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ(CM Arvind Kejriwal)ને જવાબ આપતા કહ્યું હતું કે, તેઓ તેમની જવાબદારીઓ બીજા કોઈ પર લાદી શકતા નથી. રવિ કિશને આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ યમુનાને સાફ કરવાનું અને તેને સુંદર બનાવવાનું વચન આપ્યું હતું જે તેઓ પૂર્ણ કરી શક્યા નથી. દિલ્હીના મુખ્યમંત્રી આજે છઠ પર્વ (Chhath Puja 2021) નિમિત્તે યમુનામાં ઝેરી ફીણ જોવા મળી રહ્યું છે તેનો આરોપ ઉત્તર પ્રદેશ પર લગાવી રહ્યા છે. જ્યારે યુપીના સીએમ યોગી (CM Yogi Adityanath)  આદિત્યનાથના નેતૃત્વમાં રાજ્યનો 25 કરોડનો વિકાસ થઈ રહ્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રી દિલ્હીને ઝેરીલી બનાવી રહ્યા છે

રવિ કિશને જણાવ્યું હતું કે, આજે યુપીમાં રોકાણ થઈ રહ્યું છે. બીજી તરફ દિલ્હી ઝેરી બની રહ્યું છે. રવિ કિશનનો આરોપ છે કે દિલ્હીમાં રાષ્ટ્રપતિ, વડા પ્રધાન સહિત અનેક વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ છે, તેમ છતાં દિલ્હીના મુખ્યમંત્રી દિલ્હીને ઝેરીલી બનાવી રહ્યા છે.

આ પણ વાંચો: Gujarat Congress પ્રમુખ અને વિપક્ષ નેતા લઇને મોટા સમાચાર

રવિ કિશન કહે છે કે દિલ્હીમાં 1619 ગટરો વહી રહી છે અને ત્યાં સફાઈનું કામ કરવામાં આવી રહ્યું નથી. સાથે જ દિલ્હીમાં વિવિધ સ્થળોએ કચરો ફેંકવામાં આવી રહ્યો છે અને તેના કારણે દિલ્હી ઝેરી બની રહ્યું છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીને સ્વચ્છ રાખવાની જવાબદારીથી ભાગી શકતા નથી.

આ પણ વાંચો: આદિવાસી સમાજમાંથી Congress નું વિપક્ષ નેતા પદ મળી શકે છે

બોલિવૂડમાં ડ્રગ્સના મુદ્દે આ કહ્યું
ભાજપના સાંસદ અને બોલિવૂડ અભિનેતા રવિ કિશને બોલિવૂડ અને એનસીપીમાં ડ્રગ્સના મુદ્દા પર કહ્યું કે તેમણે સંસદ સત્રમાં બોલિવૂડ અને ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો. એક સંસદ સભ્ય બનવુ, પિતા બનવું અને બોલિવૂડ એક્ટર બનવાના નાતે. હવે સરકારી એજન્સીઓ અને તમામ માતા-પિતાએ આ મુદ્દે જાગૃત રહેવું જોઈએ અને તેમની જવાબદારી સમજવી જોઈએ.

બીજા દિવસે, 11 નવેમ્બરે ઉગતા સૂર્યને છેલ્લુ અર્ધ્ય આપવામાં આવે છે. છઠ મહાપર્વ સવારે અર્પણ સાથે સમાપ્ત થાય છે. છઠ પૂજાના પ્રથમ દિવસે યમુના નદીમાં ઝેરી ફીણ વચ્ચે ભક્તોએ સ્નાન કર્યું હતું. બીજી તરફ એક શ્રદ્ધાળુ મહિલાએ કહ્યું કે, 'અહીંનું પાણી ખૂબ ગંદુ છે પરંતુ છઠ પૂજામાં સ્નાન કરવું પડે છે, તેથી અમે સ્નાન કરવા આવ્યા છીએ.
Published by:Riya Upadhay
First published: