રાજસમંદમાં Rave Party પર પોલીસની મોટી કાર્યવાહી, 30 યુવક-યુવતીઓ વાંધાજનક સ્થિતિમાં ઝડપાયા

રાજસમંદમાં રેવ પાર્ટી પર દરોડો પાડીને ત્યાંથી 21 યુવકો અને 9 યુવતીઓને વાંધાજનક અવસ્થામાં ઝડપી પાડ્યા છે.

Rave Party in Rajsamand: રાજસમંદના એક રિસોર્ટમાં એક તરફ રેવ પાર્ટી તો બીજી તરફ જુગાર રમાઈ રહ્યો હતો, પોલીસે રેડ કરતાં થઈ નાસભાગ

  • Share this:
    અલકેશ સનાઢ્ય, રાજસમંદ. રાજસ્થાનના (Rajsthan) રાજસમંદમાં (Rajsamand) પોલીસે બુધવાર અડધી રાત્રે મોટી કાર્યવાહી કરતાં એક રિસોર્ટ ખાતે ચાલી રહેલી રેવ પાર્ટી (Rave Party) પર દરોડો પાડીને ત્યાંથી 21 યુવકો અને 9 યુવતીઓને વાંધાજનક અવસ્થામાં ઝડપી પાડ્યા છે. આ રેવ પાર્ટી રાજસમંદ અને નાથદ્વારાની વચ્ચે બડારડાની પાસે એક રિસોર્ટમાં ચાલી રહી હતી. પોલીસે (Police Raid at Rave Party) ઘટનાસ્થળેથી દારૂ, નશીલી દવાઓ અને અન્ય વાંધાજનક સામાનને જપ્ત કરી દીધો છે. રેવ પાર્ટીમાં હજારો રૂપિયાની ચલણી નોટો ઉડાવવામાં આવી રહી હતી. પોલીસે રિસોર્ટમાંથી 17 ગાડીઓ, એક બાઇક અને 34,500 રૂપિયા રોકડ પણ જપ્ત કર્યા છે. પોલીસ પકડાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે.

    અધિક પોલીસ અધીક્ષક શિવલાલ બૈરવાએ જણાવ્યું કે, નાયબ પોલીસ અધીક્ષક બેનીપ્રસાદ મીણા અને રાજનગર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ હનવંત સિંહે આ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આ રેવ પાર્ટી (Rajsamand Rave Party Raid) બડારડા વિસ્તારના દ્વારકેશ રિઝોર્ટ એન્ડ વોટર પાર્ક (Dwarkesh Resort and Water Park) ખાતે ચાલી રહી હતી. રેવ પાર્ટીની સૂચના મળતાં પોલીસે મોડી રાત્રે રિસોર્ટ પર દરોડો પાડ્યો. આ દરમિયાન ત્યાં 21 યુવક અને 9 યુવતીઓ વાંધાજનક સ્થિતિમાં મળ્યા. પોલીસે તેમની પકડી લીધા છે. બીજી તરફ, 21થી વધુ લોકોને જુગાર રમતા પણ પકડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી 34,500 રૂપિયા, 17 લક્ઝરી તથા અન્ય કાર, એક બાઇક, દારૂ, નશીલી દવાઓ અને અન્ય આપત્તિજનક સામાન જપ્ત કર્યો છે.

    આ પણ વાંચો, પ્રેમની જીતઃ Video વાયરલ થયો તો પરિજનોએ પ્રેમી સાથે જ કરાવી દીધા દીકરાના લગ્ન, જાણો સમગ્ર મામલો

    રિસોર્ટમાં એક તરફ રેવ પાર્ટી તો બીજી તરફ જુગાર રમાઈ રહ્યો હતો

    શિવલાલ બૈરવાએ વધુમાં જણાવ્યું કે, રિસોર્ટમાં એક તરફ રેવ પાર્ટી ચાલી રહી હતો તો બીજી તરફ જુગાર રમાતો હતો. પોલીસને જોઈ કેટલાક જુગારી ભાગવામાં સફળ રહ્યા. પોલીસે પકડાયેલા યુવક અને યુવતીઓની પૂછપરછમાં લાગી છે. પોલીસ એ વાતની માહિતી મેળવી રહી છે કે પાર્ટીનું આયોજન કોના તરફથી કરવામાં આવ્યું હતું. શું અહીં પહેલા પણ આ પ્રકારની પાર્ટીનું આયોજન થતું હતું તેની પણ તપાસ ચાલી રહી છે.

    આ પણ વાંચો, Pakistan: મહિલા પ્રિન્સિપાલને મોતની સજા, પોતાને ગણાવી હતી ઈસ્લામની પયગંબર

    દેશી અને વિદેશી પ્રવાસીઓની પસંદગીનું સ્થળ છે રાજસમંદ

    નોંધનીય છે કે, રાજસમંદ વિસ્તાર પર્યટનના હિસાબથી ઘણું અગત્યનું છે. અહીં પ્રવાસની સીઝનમાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. રાજસમંદમાં નાથદ્વારા જે મોટું અને પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે, આ ઉપરાંત કુંભલગઢ દેશી અને વિદેશી પર્યટોનું પસંદગીનું ડેસ્ટિનેશન છે. હવે અહીં જિલ્લા વહીવટી તંત્રએ હેલિકોપ્ટર સેવા પણ શરૂ કરી દીધી છે.
    Published by:Mrunal Bhojak
    First published: