Home /News /national-international /દશેરાના દિવસે પણ આ ગામમાં થાય છે રાવણની પૂજા, જાણો અહીંના લોકોની ખાસ માન્યતા

દશેરાના દિવસે પણ આ ગામમાં થાય છે રાવણની પૂજા, જાણો અહીંના લોકોની ખાસ માન્યતા

મધ્યપ્રદેશના મંદસૌરમાં એક માન્યતાના કારણે રાવણની પૂજા થાય છે.

દશેરા ઉત્સવ સમગ્ર દેશમાં ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. આ દિવસે સત્યની અસત્ય પર જીત થઈ હતી. સમગ્ર દેશમાં આ દિવસે રાવણનું પુતળું સળગાવવામાં આવે છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે એક એવું પણ શહેર આજે પણ છે, જ્યાં રાવણને સળગાવવામાં આવતો નથી પરંતુ રાવણની પૂજા કરવામાં આવે છે.

વધુ જુઓ ...
    મંદસૌર: દશેરા ઉત્સવ સમગ્ર દેશમાં ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. આ દિવસે સત્યની અસત્ય પર જીત થઈ હતી. સમગ્ર દેશમાં આ દિવસે રાવણનું પુતળું સળગાવવામાં આવે છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે એક એવું પણ શહેર આજે પણ છે, જ્યાં રાવણને સળગાવવામાં આવતો નથી પરંતુ રાવણની પૂજા કરવામાં આવે છે. મધ્યપ્રદેશના મદસૌરમાં રાવણને સળગાવવામાં આવતો નથી પરંતુ તેની પૂજા કરવામાં આવે છે. પરંતુ આવું કેમ છે અને શું છે તેની પાછળનું કારણ તેને વિગતે જાણીએ.

    ઢોલ નગરા સાથે કરવામાં આવે છે રાવણનું દહન

    મધ્યપ્રદેશમાં આવેલા મંદસોરમાં દશેરાના દિવસે રાવણને સળગાવવામાં આવતો નથી. કારણ કે અહીંના લોકો રાવણને પોતાનો જમાઈ માને છે. અહીંના ખાનપુર વિસ્તારમાં રાવણી વિશાલ મૂર્તિ બનાવવામાં આવેલી છે. અહીં ઘણા વર્ષોથી રાવણની પૂજા કરવાની પરંપરા છે. એમ કહેવાય છે કે નામદેવ છિપા સમાજ લંકા નરેશ રાવણની પત્ની મંદોદરીને પોતાની બહેન માને છે. આ કારણે રાવણને અહીં જમાઈ નો દરજ્જો આપવામાં આવ્યો છે. દશેરાનો તહેવાર આવતા પહેલા નગર પાલિકા રાવણની આ પ્રતિમાને રંગ-રોગાન કરાવે છે. આ જગ્યાએ શણગારવામાં આવે છે. દશેરાના દિવસે સવારે લોકો ઢોલ-નગારાની સાથે આવીને રાવણની પૂજા કરે છે.

    રાવણના પગે દોરો બાંધવાથી અસાધ્ય રોગ પણ મટી જાય છે

    અહીં રાવણનું પુતળું સળગાવવામાં આવતું નથી પરંતુ તેનો વધ કરવામાં આવે છે. નામદેવ સમાજની માન્યતા મુજબ ખરાબ વસ્તુનો વધ જ કરવો જોઈએ. રાવણ એક મહાન વિદ્વાન હતા અને આ કારણે તેમની પૂજા પણ અહીં કરવામાં આવે છે. રાવણને અહીં જમઈનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ જ કારણે અહીં મહિલાઓ લાજ કાઢીને રાવણની સામે નીકળે છે. સાથે એવી પણ માન્યતા છે કે રાવણના પગે લાલ દોરો બાંધવાથી અસાધ્ય રોગ પણ મટી જાય છે.

    આ પણ વાંચો:આજે રાવણ દહનની સાથે આ કામ પણ અચૂક કરજો, મળશે મોટું પુણ્ય, જાણો તમામ અગત્યની માહિતી

    રાજસ્થાનમાંથી મંદસૌરમાં આવી પરંપરા

    નામદેવ છિપા સમાજ મંદસૌરના રાજેશ મૈડતવાલ કહે છે કે ખાનપુર વિસ્તારમાં રહેનાર નામદેવ છિપા સમાજના લોકોનું માનવું છે કે અમારા પૂર્વજ રાજસ્થાનથી અહીં આવ્યા છે. જ્યાં અમારા પૂર્વજ રહેતા હતા ત્યાં પહેલેથી જ મંદોદરીને પોતાની બેહેન-છોકરી માનતા હતા. આ કારણે લંકાધિપતિ રાવણ અમારા જમાઈ છે. મંદસૌર ક્ષેત્રમાં આવ્યા પછી અમે આ પરંપરાનું પાલન કરી રહ્યાં છે. એમ કહેવાય છે કે રાજસ્થાનના જોધપુરના મંડોરમાં મંદોદરીનું પીયર હતું. લંકાધિપતિ રાવણે મંદોદરીની સાથે સાત ફેરા ફર્યા હતા. દેશમાં ભલે રાવણનું પુતળુ સળગાવવામાં આવી રહ્યું હોય પરંતુ મન્દસોરમાં રાવણનું ખૂબ જ સન્માન છે. માત્ર લોકો રાવણને અહીં પોતાનો જમાઈ જ નહિ તેને મહાન યોદ્ધો અને જ્ઞાની પણ માને છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Ravan Dahan, Ravana Temple

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन