પરિણીતાનું અપહરણ કરી ગૅંગરેપ, પ્રાઇવેટ પાર્ટ પર સિગારેટના ડામ આપી ઝેર પીવડાવ્યું

મહિલાના પહેલા પતિના બે ભત્રીજાઓએ દુષ્કર્મ કર્યુ, ઝેર પીવડાવી રસ્તા પર મરવા માટે ફેંકી દીધી

News18 Gujarati
Updated: October 9, 2019, 8:48 AM IST
પરિણીતાનું અપહરણ કરી ગૅંગરેપ, પ્રાઇવેટ પાર્ટ પર સિગારેટના ડામ આપી ઝેર પીવડાવ્યું
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 9, 2019, 8:48 AM IST
રતલામ : મધ્ય પ્રદેશમાં રતલામ જિલ્લાના આલોટ પોલીસ સ્ટેશનમાં માનવતાને શરમમાં મૂકનારી ઘટના સામે આવી છે. અહીં એક પરિણીતાનું અપહરણ (Kidnapping) કરી તેની સાથે ગૅંગરેપ (Gangrape) કરવામાં આવ્યો. આરોપીઓએ બળાત્કાર દરમિયાન પીડિતાના ગુપ્તાંગોને સિગારેટના ડામ આપ્યા. ત્યારબાદ પીડિતાને ઝેર (Poison) પીવડાવી મારી નાખવાના ઈરાદાથી રસ્તા પર ફેંકીને ફરાર થઈ ગયા. પીડિતાની સાથે જ્યારે આ દુષ્કર્મને અંજામ આપવામાં આવી રહ્યો હતો ત્યારે તેની બે વર્ષની માસૂમ દીકરી પણ સાથે જ હતી. આરોપીઓમાં મહિલાના પહેલા પતિ અને તેના ચાર સગા-વહાલાં સામેલ હોવાનું કહેવાય છે. પોલીસે આરોપીઓને કસ્ટડીમાં લઈ લીધા છે.

પીડિતા અનુસાર, એક વર્ષ પહેલા જ તેણે છૂટાછેડા લીધેલા પતિએ તેના હાલના પતિ સાથે મારપીટ કરી હતી. આ મામલામાં પીડિતા મુખ્ય સાક્ષી છે. તેથી આરોપી તેની પર નિવેદન બદલવા માટે દબાણ કરી રહ્યા હતા, પરંતુ મહિલાએ એવું કરવાની ના પાડતાં પહેલા પતિએ આ ક્રૂર ઘટનાને અંજામ આપ્યો.

પહેલા પતિના બે ભત્રીજાએ પીડિતાની સાથે દુષ્કર્મ કર્યુ

આરોપ છે કે, સોમવારે મહિલા કપડા સીવડાવવા માટે જઈ રહી હતી, તે સમયે રસ્તામાં પહેલા પતિએ પોતાની બહેન, જીજા અને બે ભત્રીજાની સાથે મળી મહિલાનું અપહરણ કરી દીધું. મહિલાને સોમવાર રાત્રે ખેતરમાં લઈ જઈને પહેલા તો આરોપીઓએ ખૂબ દારૂ પીધો અને બાદમાં બંને ભત્રીજાઓએ પરિણીતા સાથે દુષ્કર્મ કર્યુ અને તેના ગુપ્તાંગોને સિગારેટના ડામ દીધા. ત્યારબાદ પણ મહિલા નિવેદન બદલવા માટે ન માની તો પહેલા પતિને તેને જંતુનાશક દવા પીવડાવીને રસ્તા પર ફેંકી દીધી.

જિલ્લા હૉસ્પિટલમાં પીડિતાની ચાલી રહી છે સારવાર

ગામના લોકોની નજર રસ્તા પર બેભાન પડેલી મહિલા પર પડી. તેઓએ આ વાતની સૂચના પોલીસને આપી અને પીડિતાને તાલ કસ્બાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પીડિતાની સ્થિતિ નાજુક હોવાથી રતલામના જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
Loading...

રતલામના એસપી ગૌરવ તિવારીએ જણાવ્યું કે, તાલ પોલીસ સ્ટેશને અપહરણ, દુષ્મર્મ, મારપીટ સહિત અનેક કલમોમાં આરોપીઓ પર કેસ નોંધ્યો છે. પોલીસે ચારેય આરોપીઓને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી દીધી છે. આરોપીઓ પૈકીની એક મહિલાની હજુ ધરપકડ નથી થઈ શકી.

આ પણ વાંચો,

ભીખ માંગનારી મહિલાના ઍકાઉન્ટમાંથી મળ્યા એટલા રૂપિયા કે બેંક ખાલી થઈ ગઈ!
ટોલ ટેક્સ માંગતા પોલીસકર્મીની પત્ની બની 'દબંગ', દંડાથી કરી તોડફોડ
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...