અંધશ્રદ્ધા: હાથમાં તલવાર લઈ આત્મા શોધવા નીકળ્યો પરિવાર

જીલ્લા હોસ્પિટલમાં ડોક્ટરોની હાજરીમાં આ બધુ થતુ રહ્યું. કોઈ પણ આ રોકવા આગળ ન આવ્યું

News18 Gujarati
Updated: June 15, 2019, 3:51 PM IST
અંધશ્રદ્ધા: હાથમાં તલવાર લઈ આત્મા શોધવા નીકળ્યો પરિવાર
હોસ્પિટલ તંત્ર ચુપ-ચાપ આ અંધવિશ્વાસને જોતો રહ્યો અને રોકવાની પણ તસ્દી ન લીધી
News18 Gujarati
Updated: June 15, 2019, 3:51 PM IST
મધ્યપ્રદેશના રતલામ જીલ્લા હોસ્પિટલમાં તંત્ર-મંત્રની ચોંકાવનારી તસવીરો સામે આવી છે. વિજ્ઞાનના આ જમાનામાં પણ આવી તસવીરો હેરાન કરી દે છે. હોસ્પિટલમાં અંધવિશ્વાસની ચરમસીમા તે સમયે જોવા મળી, જ્યારે આત્માને હોસ્પિટલમાંથી લઈ જવાની વાત કહી ડ્રેસિંગરૂમમાં તંત્ર-મંત્ર શરૂ કરવામાં આવ્યો.

લોકોએ આને આદીવાસી પરંપરાનો એક ભાગ બતાવ્યો. તો, હોસ્પિટલ તંત્ર ચુપ-ચાપ આ અંધવિશ્વાસને જોતો રહ્યો અને રોકવાની પણ તસ્દી ન લીધી.

વાત જાણે એમ છે કે, જીલ્લા હોસ્પિટલના ડ્રેસિંગ રૂમમાં એક પરિવાર તંત્ર-મંત્રનો સહારો લેતો જોવા મળ્યો. આદિવાસી સમુદાય સાથે સંબંધ ધરાવતા લોકોએ તેને પોતાની પરંપરાનો ભાગ જણાવ્યો.

આત્માની શાંતીના નામ પર કેટલાક લોકો જીલ્લા હોસ્પિટલના ડ્રેસિંગ રૂમમાં આવ્યા. તેમના હાથમાં તલવાર હતી. આ દરમ્યાન તે મંત્રો કરવા લાગ્યા. થોડી જ વારમાં તંત્ર-મંત્ર કર્યા બાદ તે લોકો પોતાના ઘર તરફ જવા રવાના થયા. કહેવાય છે કે, આત્માને લઈ જવા આ તંત્ર-મંત્રની વિધી કરી.

હોસ્પિટલ પ્રશાસને પણ ન રોક્યા
જીલ્લા હોસ્પિટલમાં ડોક્ટરોની હાજરીમાં આ બધુ થતુ રહ્યું. કોઈ પણ આ રોકવા આગળ ન આવ્યું. પરંતુ, આ મામલે પૂરો વીડિયો સામે આવ્યા બાદ જીલ્લા હોસ્પિટલના જવાબદાર પદ પર બેઠેલા અધિકારી તેને ખોટુ થયાનો રાગ આલાપવા લાગ્યા.
First published: June 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...