ભાગ્યની ક્રૂર મજાક, લગ્ન પહેલા જ વરરાજાનું મોત, ડોડિયા પરિવારમાં ખુશીના અવસરે જ માતમ છવાયો

લગ્ન પહેલા વરરાજાનું મોત

લગ્નનો મંડપ સજાવી દેવામાં આવ્યો હતો, દીકરાને ઘોડા પર ચઢતો જોવા માંગતા હતા, ત્યારે પિતાએ દીકરાની અર્થીને કાંધ આપવો પડ્યો.

 • Share this:
  રતલામ : આને ભાગ્યનો નિર્ણય અથવા ભાગ્યની ક્રૂર મજાક કહો, સાત ફેરા લે તે પહેલા, જાન નીકળવાની જગ્યાએ અંતિમયાત્રા નીકળી છે. ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. મંડપ સજાવી દેવામાં આવ્યો હતો અને બે દિવસ પછી બરાત નીકળવાની હતી, પરંતુ વરરાજા ઘરમાંથી નીકળી અર્થી. આ દુખદાયક ઘટના મધ્યપ્રદેશના રતલામના રાણીગાંવથી સામે આવી છે, જ્યાં એક પરિવારમાં લગ્નની ખુશી રાતોરાત શોકમાં ફેરવાઈ ગઈ છે.

  ઉલ્લેખનીય છે કે, રાણીગામના ડોડીયા પરિવારના વરરાજા અજય સિંહની જાન 7 મેના રોજ નજીકના અંબા ગામ જવાની હતી, પરંતુ લગ્નના 2 દિવસ પહેલા જ 24 વર્ષીય વરરાજા અજય સિંહની અચાનક તબિયત લથડી હતી. પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે જાવરાની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન જ વરરાજાએ દમ તોડી દીધો છે.

  ડોડીયા પરિવારના અજયસિંઘના લગ્ન પીપલોદા વિસ્તારના અંબા ગામે થયા હતા. લોકડાઉનને કારણે લગ્ન ફક્ત પરિવારના સભ્યોની હાજરીમાં જ યોજવામાં આવ્યાં હતાં. જ્યાં બુધવારે સાંજે અજયસિંહના લગ્નના મંડપને શણગારવામાં આવ્યો હતો, પરંતુ અચાનક મોડી રાત્રે અજયની તબિયત લથડી હતી. ઉલટી અને ગભરાટની ફરિયાદ બાદ અજયને તેના પરિવારજનો જાવરા લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

  આ પણ વાંચોહેવાનીયતનો Video: અશ્લિલ હરકતનો વિરોધ કર્યો તો, રોમિયો યુવકે નિર્દયતાથી યુવતીની કરી પિટાઈ

  અજય પરિવારમાં એકનો એક પુત્ર હતો. આ પુત્રના લગ્નના અરમાનો માતા-પિતા વર્ષોથી સજાવીને બેઠા હતા, પરંતુ પુત્ર ઘોડે ચઢે તે પહેલા પિતાએ તેની અર્થીને કાંધો આપવો પડ્યો છે. મૃતક અજયના કઝીન વિરપાલસિંહે જણાવ્યું હતું કે, અજયસિંહ વીજ વિભાગમાં કામચલાઉ વર્કર હતો. લોકડાઉનને કારણે પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન મંડપ શણગારવામાં આવ્યો હતો. ઘરના બધા લોકો અજયના લગ્નથી ખૂબ જ ખુશ હતા, પરંતુ અચાનક રાત્રે અજયની તબિયત લથડતાં તે જાવરામાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો છે.

  આ પણ વાંચો - સુરત : નાનોભાઈ દારૂ પી છાકટો બન્યો, તો મોટાભાઈએ પથ્થરથી માથુ ફોડી મોતને ઘાટ ઉતારી દીધો

  જોકે, અજયના અકાળ મૃત્યુથી અજયના પરિવારજનો જ નહીં પરંતુ તેની સાથે જે દીકરીના લગ્ન થવાના હતા તે પરિવાર પર પણ દુખનો પહાડ તૂટી પડ્યો છે. અજયના નામની મહેંદી લગાવીને બેઠેલી દીકરીના હાથમાં મહેંદી સૂકાઈ પણ ન હતી, પરંતુ, નિયતિના નિર્ણય સામે બધા લાચાર જોવા મળી રહ્યા છે. બંને ગામના લોકો આ દુર્ઘટનાથી આઘાતમાં છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે, ભગવાન, ક્યારેય કોઈને આવું દુ: ખ ન આપો.
  Published by:kiran mehta
  First published: