Home /News /national-international /ભૂત-ભૂવાથી સાવધાન! તાંત્રિકે કહ્યું - 'પિતા-પુત્ર પર ચૂડેલનો પડછાયો', સંંબંધીઓએ માર મારી બંનેને પતાવી દીધા

ભૂત-ભૂવાથી સાવધાન! તાંત્રિકે કહ્યું - 'પિતા-પુત્ર પર ચૂડેલનો પડછાયો', સંંબંધીઓએ માર મારી બંનેને પતાવી દીધા

અંધશ્રદ્ધાના ચક્કરમાં હત્યા

રાજારામ અને તેના પુત્ર પર આ મકાનમાં ડાયન અને ચૂડેલનો પડછાયો છે. આ પછી સંબંધીઓએ રાજારામ અને તેના પુત્ર સાથે એટલી મારપીટ કરી કે, બંનેનું મોત નીપજ્યું

રતલામ : મધ્યપ્રદેશના રતલામમાં તાંત્રિક દ્વારા ભડકાવ્યા બાદ ચૂડેલના શિકાર સંબંધમાં બે લોકોની હત્યા કરાઈ છે. માર્યા ગયેલા બે લોકોમાં એક પિતા અને બીજો તેનો 3 વર્ષનો પુત્ર છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેમના સબંધીઓએ તેમની હત્યા કરી છે. માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ રાજારામ ખરાડી (32) તરીકે થઈ છે. તેમણે બીએચએમએસનો અભ્યાસ કર્યો.

ખરેખર, આ પરિવારને એક તાંત્રિકે કહ્યું હતું કે, રાજારામ પર ડાયન અને ચૂડેલનો પડછાયો છે. બસ અંધશ્રદ્ધામાં રાજારામના પરિવારના સભ્યોએ તેમને માર માર્યો હતો. આ ઘટના શિવગઢના થિકરીયા ગામની છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ગામમાં રાજારામના ઘરે બે લગ્ન હતા. એક લગ્ન રાજારામની બહેન અને બીજા તેની ભાણીના હતા. બંનેના લગ્નની તૈયારી ઘરમાં ચાલી રહી હતી. તે દરમિયાન તાંત્રિકની સૂચનાથી ઘરમાં તંત્ર-મંત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોભાઈની બહાદુરી! બહેનને દીપડાએ પકડી, તો ભાઈએ એક જ હાથે ચલાવી બાઈક, આ રીતે બચાવ્યો જીવ

તાંત્રિકે તંત્ર-મંત્ર કર્યા પછી કહ્યું કે, રાજારામ અને તેના પુત્ર પર આ મકાનમાં ડાયન અને ચૂડેલનો પડછાયો છે. આ પછી સંબંધીઓએ રાજારામ અને તેના પુત્ર સાથે એટલી મારપીટ કરી કે, બંનેનું મોત નીપજ્યું હતું. આ કેસમાં શિવગઢ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તેણે બંનેના શબને પોતાના કબજામાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

આ પણ વાંચોરાજકોટ : હાથમાં મહેંદીનો રંગ ઝાંખો પણ નહોતો થયો, લગ્નના કલાકોમાં જ, પતિએ કાયમ માટે આંખો મીચી લીધી

આ ડબલ મર્ડર અંગેની માહિતી મળતાં શિવગઢ પોલીસ સ્ટેશનના એસપી ગૌરવ તિવારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે આ ઘટનાની પુષ્ટિ કરી છે. એસપીના જણાવ્યા મુજબ, સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે, તાંત્રિકે કહ્યા પછી જ હત્યા થઈ છે. હાલ પોલીસ ટીમ તે તાંત્રિકની શોધ કરી રહી છે, જેણે બન્ને પર ડાયન અને ચૂડેલ હોવાની વાત કરી હતી. આ ઘટનાની તપાસ દરમિયાન કેટલાક લોકોની અટકાયતમાં પુછપરછ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, ખૂબ જલ્દીથી અમે દોષિતોને પકડી લઈશું.
First published:

Tags: Double murder, Madhya pradesh news, Tantrik

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો