Home /News /national-international /ખુશખબર: રાશનકાર્ડ ધારકોને આવતા અઠવાડીયે મળશે 1000-1000 રૂપિયા, 1 કિલો ચોખા અને ખાંડ પણ મળશે
ખુશખબર: રાશનકાર્ડ ધારકોને આવતા અઠવાડીયે મળશે 1000-1000 રૂપિયા, 1 કિલો ચોખા અને ખાંડ પણ મળશે
ration card holder
તમિલનાડૂ સરકારે રાજ્યના લોકોને પૈસા આપવાની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિને આગામી મહિને પોંગલ પર્વના અવસર પર રાશનકાર્ડ ધારકોને 1000 રૂપિયા આપવાના નિર્દેશ આપ્યા છે.
ચેન્નાઈ: રાશન કાર્ડ ધારકો માટે એક મોટો સમાચાર આવી રહ્યા છે. જો આપની પાસે રાશન કાર્ડ છે, તો હવે સરકાર તરફથી આપને જાન્યુઆરી મહિનામાં 1000-1000 રૂપિયા આપવામાં આવશે. તેના દ્વારા રાજ્ય સરકાર તરફથી નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર પણ ગરીબો અને જરુરિયાતમંદ લોકોને સમયે સમયે કેટલીય યોજનાઓ ચલાવે છે. તો આવો જાણીએ ક્યા રાજ્યના લોકોના ખાતામાં 1000 રૂપિયા સરકાર ટ્રાંસફર કરવાની છે.
તમિલનાડૂ સરકારે રાજ્યના લોકોને પૈસા આપવાની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિને આગામી મહિને પોંગલ પર્વના અવસર પર રાશનકાર્ડ ધારકોને 1000 રૂપિયા આપવાના નિર્દેશ આપ્યા છે.
મુખ્યમંત્રીએ જાહેર કર્યા આદેશ
તમિલનાડૂના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિને આદેશ આપતા કહ્યું કે, આગામી મહિને પોંગલના અવસરે રાશન કાર્ડ ધારકોને 1000-1000 રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દર વર્ષે પોંગલ પર ગરીબોને અમુક રકમ આપે છે. તેની સાથે જ ગીફ્ટ તરીકે ચોખા, ખાંડ અને જરુરી સામાન પણ આપે છે.
એક સરકારી નિવેદનમાં જણાવ્યા અનુસાર, 1000 રૂપિયાની સાથે સાથે રાશન કાર્ડ ધારકોને ચોખા અને ખાંડ પણ આપવામાં આવશે. આ આદેશ શ્રીલંકા પુનર્વાસ શિબિરોમાં રહેતા પરિવારો પર પણ લાગૂ થશે. સરકારી નિવેદન અનુસાર, લાભાર્થીઓને એક કિલો ચોખા અને એક કિલો ખાંડ પણ આપવામાં આવશે.
2 જાન્યુઆરીથી પૈસા વહેંચવાનું શરુ થઈ જશે
સરકાર તરફથી લેવામાં આવેલા નિર્ણયથી રાજ્યના લગભગ 2.19 કરોડ કાર્ડ ધારકોને ફાયદો થશે. આ નિર્ણયથી સરકારી ખજાના પર 2356.67 કરોડ રૂપિયાનો બોઝ આવશે. સ્ટાલિને બે જાન્યુઆરીથી આ ગીફ્ટ આપશે અને 15 જા્ન્યુઆરીએ આ તહેવાર મનાવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર