Home /News /national-international /સાવધાન: નકલી રાશનકાર્ડ ધારકો પર સપાટો બોલાવશે મોદી સરકાર, 10 લાખ રાશન કાર્ડ કરશે રદ

સાવધાન: નકલી રાશનકાર્ડ ધારકો પર સપાટો બોલાવશે મોદી સરકાર, 10 લાખ રાશન કાર્ડ કરશે રદ

નકલી રાશન કાર્ડ પર મોદી સરકાર બોલાવશે સપાટો

સરકારે જણાવ્યું છે કે, દેશમાં લગભગ 10 લાખ લોકો નકલી રાશન કાર્ડ દ્વારા છેતરપીંડી કરીને રાશનની સુવિધાનો લાભ લઈ રહ્યા છે. સરકારે આવા લોકોની યાદી તૈયાર કરી લીધી છે.

     નવીદિલ્હી: સરકાર હવે રાશન કાર્ડમાંથી છેતરપીંડીના કિસ્સા પકડી રહી છે. એવા લોકો જે નકલી કાર્ડના સહારે સરકારી રાશનનો લાભ ઉઠાવી રહ્યા છે, સરકાર હવે કડક પગલા ઉઠાવા જઈ રહી છે. સરકારે હાલમાં જ દેશભરમાંથી 10 લાખ નકલી રાશ કાર્ડને ઓળખી પાડ્યા છે. આ રાશન કાર્ડને ટૂંક સમયમાં રદ કરવામાં આવશે અને તેમને મળતું રાશન બંધ થઈ જશે. જે લોકોના રાશન કાર્ડ નકલી મળી આવશે, તેમની પાસેથી સરકાર રાશનની વસૂલી પણ કરશે. સરકારે જે રાશન કાર્ડની ઓળખાણ કરી છે, તેમાં આપનું નામ તો નથી ને? તે ચેક કરી લેજો. જો આવી થયું તો આપ બહું મોટી મુશ્કેલીમાં મુકાઈ જશો.

    આ પણ વાંચો: રાશન કાર્ડનો કરી રહ્યાં છો આ પ્રકારે ઉપયોગ તો થઈ શકે છે રદ્દ, જાણી લો નિયમો

    રદ થશે 10 લાખ રાશન કાર્ડ


    સરકારે જણાવ્યું છે કે, દેશમાં લગભગ 10 લાખ લોકો નકલી રાશન કાર્ડ દ્વારા છેતરપીંડી કરીને રાશનની સુવિધાનો લાભ લઈ રહ્યા છે. સરકારે આવા લોકોની યાદી તૈયાર કરી લીધી છે. આ તમામ લોકોના રાશન કાર્ડ કેન્સલ થશે. જેના માટે 10 લાખ રાશન કાર્ડની ઓળખ કરી છે. આ કાર્ડને ટૂંક સમયમાં રદ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, જે લોકોના કાર્ડ નકલી મળ્યા છે, તે લોકોને સરકાર તરફથી વસૂલી પણ કરવામાં આવશે. દેશભરમાં હાલમાં લગભગ 80 કરોડ લોકોને ફ્રી રાશન સુવિધાનો ફાયદો મળી રહ્યો છે. અપાત્ર રાશન કાર્ડ ધારકોને ફ્રી ઘઉં, ચોખા અને ચણા નહીં મળે.

    આવા લોકોની થઈ છે ઓળખ


    એનએફએસએના જણાવ્યા અનુસાર, સરકારે એવા લોકોની ઓળખાણ કરી છે, જે કાર્ડ ધારક ઈન્કમ ટેક્સ પે કરે છે. આ ઉપરાંત જેમની પાસે 10 વીધાથી વધારે જમીન છે. કાર્ડ કેન્સલ થવામાં એવા પણ લોકો સામેલ છે, જેમણે છેલ્લા 4 મહિનાથી ફ્રી રાશન લીધું નથી. અમુક લોકો એવા પણ છે, જે ફ્રી રાશન લઈને વેપાર કરે છે. આવી રીતે લોકોના નામ પણ નોટ કરવામા આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખોટી રીતે રાશન કાર્ડનો ઉપયોગ કરવામાં ઉત્તર પ્રદેશના લોકો સૌથી આગળ છે. જો કે, હાલમાં ત્યાં રાશન કાર્ડને લઈને પાત્રતા ચેક કરવાનું કામ થઈ રહ્યું છે.

    ડીલર પાસે યોદી મોકલશે


    સરકારના જણાવ્યા અનુસાર, એવા લોકો જે અપાત્ર છે, તેમના આખી યાદી બનાવામાં આવી છે. આ લિસ્ટને ડીલર પાસે મોકલવામા આવશે. ત્યાર ડીલર આ લોકોના નામ ચિન્હીત કરીને કાર્ડ ધારકોને રિપોર્ટ બનાવીને જિલ્લા કલેક્ટર કચેરીએ મોકલશે. ત્યાર બાદ આવા કાર્ડ રદ કરવામાં આવશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Ration card

    विज्ञापन
    विज्ञापन