Home /News /national-international /

Russia-Ukraine War : રશિયા-યુક્રેન યુદ્ધથી ભારતને થશે ખરબો રૂપિયાનું નુકસાન, જાણો ક્યાં કેટલું નુકસાન થઇ રહ્યું છે

Russia-Ukraine War : રશિયા-યુક્રેન યુદ્ધથી ભારતને થશે ખરબો રૂપિયાનું નુકસાન, જાણો ક્યાં કેટલું નુકસાન થઇ રહ્યું છે

russia-ukraine war: યુક્રેનમાં ચાલી રહેલા સંકટને કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં દેશનું આયાત બિલ વધીને 600 અરબ અમેરિકન ડોલર થઈ શકે છે.

russia-ukraine war: રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સે મંગળવારે એક રિપોર્ટમાં યુદ્ધથી ભારતને થયેલા નુકસાનનું મૂલ્યાંકન બહાર પાડ્યું છે. રિપોર્ટ અનુસાર યુક્રેનમાં ચાલી રહેલા સંકટના કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં દેશનું આયાત બિલ વધીને 600 બિલિયન ડોલર થઈ શકે છે.

વધુ જુઓ ...
    યુદ્ધ એટલે નુકસાન જ નુકસાન. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia ukraine war) ચાલી રહ્યું છે પરંતુ આખી દુનિયા તેનાથી પીડાઈ રહી છે. ભારત સૌથી વધુ પીડિત દેશોમાં ટોચ પર છે. ભારતનો રશિયા ઉપરાંત યુક્રેન સાથે ઘણો વેપાર (India's trade with Ukraine And Russia) છે. ભારત યુક્રેનથી કૃષિથી લઈને ફાર્મા ક્ષેત્રે આયાત અને નિકાસ કરે છે. રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સે મંગળવારે એક રિપોર્ટમાં યુદ્ધથી ભારતને (Russia-Ukraine War Impact)થયેલા નુકસાનનું મૂલ્યાંકન બહાર પાડ્યું છે. રિપોર્ટ અનુસાર યુક્રેનમાં ચાલી રહેલા સંકટના કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં દેશનું આયાત બિલ વધીને 600 બિલિયન ડોલર થઈ શકે છે. તેનું કારણ ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, જેમ્સ એન્ડ જ્વેલરી, ખાદ્ય તેલ અને ખાતરોની આયાત પર ભારતની નિર્ભરતા અને રૂપિયાનું અવમૂલ્યન છે.

    મોંઘવારી વધશે

    તેનાથી ફુગાવો અને ચાલુ ખાતાની ખાધ વધવાની શક્યતા છે. રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સે મંગળવારે એક રિપોર્ટમાં આ વાત કહી. અહેવાલ મુજબ રશિયા-યુક્રેન યુદ્ધથી ઉદ્ભવતા ભૌગોલિક રાજકીય જોખમો ખનિજ તેલ અને ગેસ, જેમ્સ અને જ્વેલરી, ખાદ્ય તેલ અને ખાતરો જેવી ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરશે.

    ચાલુ ખાતાની ખાધ વધી શકે છે

    આના કારણે નાણાકીય વર્ષ 2021-22માં માલસામાનની આયાત 600 બિલિયન યુએસ ડૉલરના આંકડાને પાર કરી શકે છે, જે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં 492.9 બિલિયન યુએસ ડૉલર હતી. ઈન્ડિયા રેટિંગ્સના ચીફ ઈકોનોમિસ્ટ દેવેન્દ્ર પંતે રિપોર્ટમાં કહ્યું કે આના કારણે મોંઘવારી વધશે, ચાલુ ખાતાની ખાધ વધી શકે છે અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થઈ શકે છે. તેમણે કહ્યું કે ક્રૂડ ઓઈલની કિંમતમાં પ્રતિ બેરલ 5 ડોલરનો વધારો વેપાર અથવા ચાલુ ખાતાની ખાધમાં 6.6 બિલિયન ડોલરનો વધારો કરે છે.

    આ પણ વાંચો- Russia Ukraine War: યુક્રેનથી દિલ્હી પહોંચેલા વિદ્યાર્થીની આપવીતી, સરહદ પાર કરવા લોકો ભીખ માંગતા હતા

    કાચા તેલમાં ભારે નુકસાન

    યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલર થઈ ગઈ છે. આના કારણે ભારતને એક લાખ કરોડ રૂપિયા સુધીનું નુકસાન થશે.

    સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પોતાના એક રિપોર્ટમાં આ વાત કહી છે. રિપોર્ટ અનુસાર જો યુદ્ધ ચાલુ રહેશે તો આગામી નાણાકીય વર્ષમાં સરકારની આવક 95 હજાર કરોડ રૂપિયાથી ઘટીને એક લાખ કરોડ થઈ શકે છે. સાથે જ સ્થાનિક મોંઘવારી પણ વધશે. કારણ કે તમામ સામાન અને ઉત્પાદનોની કિંમતો પર અસર થઈ શકે છે.

    આ પણ વાંચો- Russia-Ukraine War: રશિયાના અબજોપતિઓએ પુતિનની હઠની કિંમત ચૂકવી, 83 અબજ ડોલરનું નુકસાન થયું

    દર મહિને 8,000 કરોડની આવકનું નુકસાન

    જાપાનની રિસર્ચ કંપની નોમુરાનો પણ દાવો છે કે, આ સંકટમાં એશિયામાં ભારતને સૌથી વધુ નુકસાન થશે. SBIના ગ્રૂપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્યકાંતિ ઘોષના રિપોર્ટ અનુસાર, નવેમ્બર 2021થી ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમત વધી રહી છે.

    આ પણ વાંચો- Russia-Ukraine War: આ 5 હથિયારોના દમ પર દુનિયાને ડરાવી રહ્યું છે રશિયા, અમેરિકા પાસે પણ નથી જવાબ

    યુક્રેન કૃષિ ઉત્પાદનોનો મોટો નિકાસકાર છે

    સોનું, પ્લેટિનમ અને પેલેડિયમ જેવી કિંમતી ધાતુઓની કિંમતો વધશે. યુક્રેન એ કૃષિ ઉત્પાદનોનો મુખ્ય નિકાસકાર છે. જો આયાત બંધ થાય તો ઘઉં અને મકાઈ જેવા અનાજના ભાવ વધી શકે છે. જાન્યુઆરીમાં ફુગાવો 6.01 ટકા હતો જે 7 મહિનામાં સૌથી વધુ છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Indian economy, Russia and Ukraine War, Russia Ukraine, Russia ukraine news, Russia-Ukraine Conflict, SBI બેંક, Ukraine crisis, Ukraine news, Ukraine Russia War, Ukraine war

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन