Home /News /national-international /વાહ રે પોલીસ! સ્ટોર રૂમમાં રાખેલો 581 કિલો ગાંજો ઊંદર ખાઈ ગયા, કોર્ટમાં રજૂ કર્યો વિચિત્ર રિપોર્ટ

વાહ રે પોલીસ! સ્ટોર રૂમમાં રાખેલો 581 કિલો ગાંજો ઊંદર ખાઈ ગયા, કોર્ટમાં રજૂ કર્યો વિચિત્ર રિપોર્ટ

581 કિલો ગાંજો ઊંદર ખાઈ ગયા

આ રિપોર્ટને જોઈએને ન્યાયાધીશ પણ દંગ રહી ગયા હતા. કોર્ટે સ્ટેશન પ્રભારીઓને પુરાવા સાથે કોર્ટમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે. તો વળી એસએસપીએ પણ ઊંદરોથી બચી નિકળવાના નિર્દેશ આપ્યા હતા.

    મથુરા: દોરડાને સાંપ ગણાવવામાં મથુરા પોલીસ ખૂબ ચાલાક છે. હવે અહીં પોલીસે વધુ એક નવો કાંડ કર્યો છે. જેને સાંભળીને કોર્ટ પણ હેરાન રહી ગઈ હતી. મથુરા પોલીસે જણાવ્યું છે કે, શેરગઢ પોલીસ ચોકી અને હાઈવેમાં પકડાયેલ 581 કિલો ગાંજાનો જથ્થો ઊંદર ખાઈ ગયા છે. તેનો રિપોર્ટ એડીજે સપ્તમે કોર્ટમાં રજૂ કર્યો હતો.

    આ રિપોર્ટને જોઈએને ન્યાયાધીશ પણ દંગ રહી ગયા હતા. કોર્ટે સ્ટેશન પ્રભારીઓને પુરાવા સાથે કોર્ટમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે. તો વળી એસએસપીએ પણ ઊંદરોથી બચી નિકળવાના નિર્દેશ આપ્યા હતા.

    મથુરાના શેરગઢ પોલીસ ચોકીમાં 386 કિલો ગાંજાનો જથ્થો રાખ્યો હતો. 2018માં થાના હાઈવેમાં પોલીસે 195 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. એડીજે સપ્તમની કોર્ટે ટ્રાયલ દરમિયાન ગાંજાને સીલ બંધ મહોર લગાવેલા પેકેટ કોર્ટમાં રજૂ કરવાના આદેશ શેરગઢ પોલીસ ચોકીના અધિકારીઓના આપ્યા હતા.

    આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ: સારવાર કરવા આવી રહેલા ડોક્ટરના પ્રેમમાં પડ્યો દર્દી, રોજ નવી નવી બિમારી લઈ હોસ્પિટલે પહોંચી જતો

    26 નવેમ્બર સુધી કોર્ટમાં રજૂ કરવા પડશે પુરાવા


    શેરગઢ અને હાઈવે પોલીસ ચોકીના પ્રભારીઓને કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં કહેવાયું છે કે, માલખાનામાં રાખેલા ગાંજાને ઊંદર ખાઈ ગયા છે. થોડો વધેલો ગાંજો ફેંકી દેવામાં આવ્યો છે. બંને ચોકીના પ્રભારીઓએ જ્યારે કોર્ટમાં આવો રિપોર્ટ આપ્યો તો, કોર્ટે 26 નવેમ્બરે આ મામલામાં પુરાવા સાથે હાજર રહેવાના આદેશ આપ્યા છે.

    હવે જોવાનું એ રહેશે કે, થાના શેરગઢ પોલીસ અને હાઈવે પોલીસે આ મામલે કોર્ટમાં પુરાવા રજૂ કરી શકે છે કે નહીં, જો કે, હાલમાં 581 કિલો ગાંજો ઊંદર ખાઈ ગયા એ વાત પ્રદેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Mathura

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन