નવી દિલ્હી: મુશળધાર (Heavy rain) વરસાદ લોકો માટે પરેશાની લઈને પણ આવે છે. જળબંબાકારની સ્થિતિ થાય છે ત્યારે અબોલ પશુઓની હાલત બહુ કફોડી બની જતી હોય છે. આવા સમયે આપણા તરફથી કરવામાં આવતો નાનો પ્રયાસ અથવા દયાભાવ આવા પ્રાણીઓ માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. આવું જ એક ઉદાહરણ મુંબઈની તાજ હોટલ (Taj Hotel- Mumbai)ના કર્મચારીએ પૂરું પાડ્યું છે. શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે આ કર્મચારીઓ એવું કામ કર્યું હતું કે, ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનું પણ તેના તરફ ધ્યાન ગયું હતું.
હકીકતમાં રતન ટાટાએ શુક્રવારે સોશિયલ મીડિયા (Social Media) પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં મુંબઈની તાજ હોટલનો એક કર્મચારી રખડતા શ્વાનને વરસાદથી બચાવવા માટે છત્રી લઈને ઊભો છે. કર્મચારીના આ દયાભાવે ટાટા ગ્રુપ (TATA group)ના ચેરમેન રતન ટાટા (Ratan Tata)નું ધ્યાન ખેચ્યું હતું. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
રતન ટાટાએ શું કહ્યું?
આ તસવીરને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતા રતન ટાટાએ લખ્યું છે કે, "આ ચોમાસા દરમિયાન જેમનું કોઈ ન હોય તેવા લોકો સાથે આરામ વહેંચવો. તાજનો આ કર્મચારી ખૂબ જ દયાળું છે. તેણે પોતાની છત્રી રખડતા શ્વાન માટે શેર કરી છે, જ્યારે વરસાદ ખૂબ વધારે હતો. મુંબઈની ભાગદોડ વચ્ચે હૃદયને સ્પર્શી જતી એક ક્ષણ. આ પ્રકારનો ભાવ રખડતા પશુઓ માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે."
રતન ટાટાની આ પોસ્ટ પર તેમના અનેક ફોલોઅર્સ કૉમેન્ટ કરી રહ્યા છે. લોકો તાજના કર્મીને ખૂબ જ માયાળું ગણાવી રહ્યા છે. એક યૂઝરે પોસ્ટ કૉમેન્ટ કરીને લખ્યું છે કે, "સર, તાજનો આ કર્મચારી પોતાના દયાભાવ માટે પગાર વધારા અથવા કંઈક ખાસ મેળવવાનો હકદાર છે.
એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે મરાઠામાં પાંચ જિલ્લામાં અનેક ભાગમાં ભારે વરસાદ થયો છે. જેમાંથી જિલ્લામાં સિંચાઈ યોજનાઓ અને ડેમોમાં પાણી વધ્યું છે. અધિકારીએ કહ્યુ કે મરાઠાવાડાના પાંચ જિલ્લામાં ઓછામાં ઓછા 20 સર્કલમાં ગુરુવારે ભારે વરસાદ થયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ બીડ જિલ્લાના પટોડા સર્કલમાં 145.25 એમ.એમ. થયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર