જ્યોતિષના ચક્કરમાં ફસાઇ મહિલા, રતન ટાટાની કારને પહોંચ્યો મેમો! આમ બની અજીબ ઘટના

જ્યોતિષના ચક્કરમાં ફસાઇ મહિલા, રતન ટાટાની કારને પહોંચ્યો મેમો! આમ બની અજીબ ઘટના
ઇ-ચલણ જોઈ ટાટા ગ્રૂપના અધિકારીઓ આશ્ચર્યચકિત રહી ગયા હતા

ઇ-ચલણ જોઈ ટાટા ગ્રૂપના અધિકારીઓ આશ્ચર્યચકિત રહી ગયા હતા

  • Share this:
    મુંબઈ : ટાટા સન્સના ચેરમેન રતન ટાટાને (Ratan Tata) મુંબઈ પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ (Traffic Rules Violation)બદલ ઇ-ચલણનો (E-Challan)મેસેજ મોકલ્યો તો ટાટા સમૂહના (Tata Group) અધિકારી હરકતમાં આવી ગયા હતા. આ ઇ-ચલણ જોઈ તેઓ આશ્ચર્યચકિત રહી ગયા હતા. આ પછી ટાટા ગ્રૂપના અધિકારીઓએ મુંબઈ પોલીસ સાથે આ મામલે વાત કરી હતી. અધિકારીઓએ મુંબઈ પોલીસને જણાવ્યું કે તેમની કારે ક્યારેય ટ્રાફિક નિયમોને અવગણ્યા નથી. આ પછી મુંબઈ પોલીસે (Mumbai Police)તપાસ કરી તો આશ્ચર્યકારક હકીકત સામે આવી હતી.

    મુંબઈ પોલીસની તપાસમાં સામે આવ્યું કે એક મહિલા રતન ટાટાની કારના નંબર પ્લેટનો ઉપયોગ કરી રહી હતી. આ મહિલાને એક જ્યોતિષે કહ્યું હતું કે તે એક ખાસ નંબર પ્લેટનો ઉપયોગ કરે. પોલીસના મતે મહિલાને એ ખબર ન હતી કે તે રતત ટાટાની કારની નંબર પ્લેટ લગાવીને ફરી રહી છે. પોલીસે કહ્યું કે રતન ટાટાની ટીમના મતે તેમની કાર ચલણ આપ્યું તે સ્થળેથી પસાર થઈ જ ન હતી. આ પછી પોલીસે બધા સીસીટીવી ચેક કર્યા હતા. ઘણી તપાસ પછી ખબર પડી હતી કે ગાડી પસાર થઈ હતી તે નંબર રતન ટાટાની કારનો હતો પણ ગાડી મહિલાની હતી.



    આ પણ વાંચો - Aadhaar કાર્ડમાં કયો મોબાઈલ નંબર કરાવ્યો છે રજિસ્ટર્ડ, આવી રીતે મિનિટોમાં જાણો

    પોલીસે જણાવ્યું કે આરોપી મહિલા સામે આઈપીસીની કલમ 420, 465 અને સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી મહિલાએ અંક જ્યોતિષ પર વિશ્વાસ કરવાના ચક્કરમાં જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. આરોપી મહિલાની કાર મેસર્સ નરેન્દ્ર ફોરવર્ડ પ્રાઇવેટ લિમિટેડના નામ પર રજીસ્ટર છે.

    પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરીને માહિતી મેળવી કે આ કાર એક મહિલા ચલાવી રહી હતી. પોલીસે જણાવ્યું કે મહિલા પોતાની અસલી નંબર પ્લેટ કાઢીને જ્યોતિષીએ બતાવેલ નંબર પ્લેટ લગાવીને ફરી રહી હતી. માટુંગા પોલીસે આ કાર જપ્ત કરી લીધી છે. કોરોનાના કારણે હાલ ટ્રાફિક નિયમ તોડનારને ઇ-ચલણ ઓનલાઇન મોકલવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં રતન ટાટાને પણ ટ્રાફિક નિયમ તોડવા પર દંડનો મેસેજ મોકલવામાં આવ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:January 06, 2021, 18:41 pm