જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનો આજે જન્મ દિવસ છે ત્યારે આજે જાણીએ તેઓની એક લવ સ્ટોરી વિશે. આપણે જાણીએ જ છીએ કે કરોડો કમાતા ઉદ્યોગપતિ અપરિણીત છે અને તેમણે કોઈ મહિલા સાથે રહેવાનુ પસંદ કર્યું નથી. આવું કેમ છે એ અંગે તેમણે પોતે એક ફેસબુક પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો. આ સ્ટોરીની શરૂઆત લોસ એન્જિલસથી થઈ. જ્યારે રતન ટાટા કોલેજ પૂરી કર્યા બાદ એક આર્કિટેક્ચરની કંપનીમાં નોકરી કરતા હતા. ત્યારે તેમની પાસે કાર હતી. આ વાત વર્ષ 1960નાં રોજની છે અને ત્યારે તેમની ઉંમર 25 વર્ષની આસપાસ હતી.
View this post on Instagram
1962ના ભારત-ચીન યુદ્ધના કારણે લગ્ન ન થયા
રતન ટાટાએ જણાવ્યુ કે તેમને પ્રેમ થઈ ગયો હતો અને તેઓ લગ્ન કરવાની તૈયારીમાં જ હતા. પરંતુ અચાનક રતન ટાટાને થોડા સમય માટે સ્વદેશ પરત ફરવુ પડ્યું, કારણકે સાત વર્ષથી બિમારીમાં સપડાયેલા તેમના દાદીની તબિયત ખરાબ હતી. તેમને પોતાની પ્રેમિકા પાસેથી પણ એવી આશા હતી, કે તે પણ તેમની સાથે લગ્ન કરીને ભારત આવશે. પરંતુ 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ છેડાયુ. આવી સ્થિતિમાં પ્રેમિકાના માતા-પિતા રતન ટાટા સાથે તેમની પુત્રીના સંબંધો આગળ વધારવા માગતા ન હતા. જેના કારણે રતન ટાટાનો પહેલો પ્રેમ અધૂરો રહી ગયો.
ચાર-ચાર વાર થયો હતો પ્રેમ
એવુ નથી કે રતન ટાટાને એકવાર જ પ્રેમ થયો. તેઓ પોતાની લાઈફમાં ચાર વખત સીરિયસ રિલેશનશિપમાં રહી ચૂક્યા છે. તમામ રિલેશનને તેઓ લગ્ન સુધી લઈ જવા માગતા હતા. પરંતુ કોઈને કોઈ કારણોસર તેમના રિલેશન તૂટી ગયા.
સારુ થયુ કે હું સિંગલ રહ્યો...
ત્યારબાદ તેમણે પોતાના કામ પર ફોકસ કરવાનું નક્કી કર્યુ. એ વાત બધા જ જાણે છે કે રતન ટાટા આજીવન અપરણિત રહ્યા. આ વાતનો તેમને કોઈ વસવસો પણ નથી. જોકે તેમણે ઘણીવાર નિવેદન પણ આપ્યુ છે કે, ‘સારુ થયુ કે હું સિંગલ રહ્યો. કારણકે જો લગ્ન કરી લીધા હોત, તો કદાચ સ્થિતિ અલગ જ હોત.
રતન ટાટાનો જીવન પરિચય
રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ ગુજરાતનાં સુરતમાં એક પારસી પરિવારમાં થયો. તેમના પિતાનું નામ નવલ ટાટા અને માતાનું નામ સોનૂ ટાટા હતુ. તેમના પિતાએ બે લગ્ન કર્યા. તેમની સાવકી માતાનું નામ સિમોન ટાટા હતું. નોએલ ટાટા તેમના સાવકા ભાઈ છે. કૉર્નેલ ઓ હાર્વર્ડ વિશ્વ વિદ્યાલયમાં અભ્યાસ કર્યા બાદ તેમણે ટાટા ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યુ.
હાલમાં રતન ટાટા ટાટા સન્સ, ટાટા ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટાટા કેમિકલ્સના ચેરમેન છે. રતન ટાટા ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા કન્સલટેન્સી, ટાટા પાવર, ટાટા ગ્લોબલ બિવરેજ, ટાટા કેમિકલ, ટાટા ટેલીસર્વિસ અને તાજ ગ્રુપના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: ', Business, Happy Birthday, Ratan Tata, રતન ટાટા