Home /News /national-international /Ratan Tata Birthday: રતન ટાટા 85 વર્ષના થયા! અબજોની આવક છતાં કેમ દેશના સૌથી ધનિકોની યાદીમાં નથી નામ?
Ratan Tata Birthday: રતન ટાટા 85 વર્ષના થયા! અબજોની આવક છતાં કેમ દેશના સૌથી ધનિકોની યાદીમાં નથી નામ?
ratan tata
HAPPY BIRTHDAY RATAN TATA: આજે દેશના સફળ બિઝનેસ ટાયકુન અને ઉદ્યોગપતિ રતન ટાટાનો જન્મદિવસ છે. તેઓનું નામ ટોચના ધનિકોની યાદીમાં ન હોવા પાછળ સૌથી મોટું કારણ ટાટા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતું દાન છે.
Ratan Tata Birthday: ભારતીય બિઝનેસ ટાયકૂન અને ટાટા સન્સના ચેરમેન રતન ટાટા આજે 28 ડિસેમ્બરને બુધવારે 85 વર્ષના (Ratan Tata birthday) થયા છે. તેઓ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે સૌથી વધુ આદરણીય ઉદ્યોગપતિઓમાંના એક છે. તેમનું નામ વિશ્વમાં આદરપૂર્વક લેવાય છે.
આઈઆઈએફએલ વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022 (IIFL Wealth Hurun India Rich List 2022) અનુસાર, રતન ટાટા સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો થનારા ભારતીય ઉદ્યોગપતિ છે અને તેમના ટ્વિટર ફોલોઇંગમાં આ વર્ષે 18 લાખનો વધારો થયો છે. તેઓ કુલ 118 લાખ ટ્વિટર ફોલોવર્સ ધરાવે છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે, પોતાના બિઝનેસ એમ્પાયર માટે જાણીતા અને કામમાં નૈતિકતા માટે ખૂબ જ પ્રશંસનીય હોવા છતાં રતન ટાટાનું નામ દેશની સૌથી ધનિક હસ્તીઓની યાદીમાં સામેલ નથી.
રતન ટાટાની નેટવર્થ
રતન ટાટાની નેટવર્થ 3800 કરોડ રૂપિયા છે, જે મોટાભાગે ટાટા સન્સ પાસેથી મેળવવામાં આવી હતી. આઈઆઈએફએલ વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022 મુજબ, તેમને સૌથી ધનિક ભારતીયોની યાદીમાં 421મું સ્થાન આપવામાં આવ્યું હતું. રેન્કિંગ મુજબ, તેઓ 2021માં 3,500 કરોડ રૂપિયાની ચોખ્ખી સંપત્તિ સાથે 433મા સ્થાને હતા.
શા માટે તેઓ ટોચના ધનિકોની યાદીમાં સામેલ નથી?
તેઓનું નામ ટોચના ધનિકોની યાદીમાં ન હોવા પાછળ સૌથી મોટું કારણ ટાટા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતું દાન છે. હોલ્ડિંગ કંપની ટાટા સન્સ હેઠળ ટાટા કંપનીઓને મળતા નફામાંથી 66 ટકા હિસ્સો ટાટા ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ માટે દાનમાં આપવામાં આવે છે.
ટાટાની સેવાકીય પ્રવૃતિઓ
ટાટા સન્સ એ ટાટા કંપનીઓની મુખ્ય રોકાણ હોલ્ડિંગ કંપની અને પ્રમોટર છે. ટાટા સન્સની ઇક્વિટી શેર મૂડીનો 66 ટકા હિસ્સો સેવાકીય ટ્રસ્ટો પાસે છે. આ સંસ્થાઓ શિક્ષણ, આરોગ્ય, આજીવિકાના સર્જન અને કલા અને સંસ્કૃતિને સહાય આપે છે.
ટાટા ગ્રુપ મીઠાથી માંડીને આઇટી સુધીના તમામ પ્રકારના બિઝનેસમાં કામ કરે છે. તેની સત્તાવાર વેબસાઇટ અનુસાર, ટાટાના 31 માર્ચ, 2022ના સુધી 311 અબજ ડોલર (23.6 ટ્રિલિયન રૂપિયા) ની સંયુક્ત બજાર મૂડી સાથે 29 પબ્લિક લિસ્ટેડ ઉદ્યોગો છે.
રતન ટાટા અને તેમનો પરિવાર અડધી સદીથી પણ વધુ સમયથી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, જેની શરૂઆત તેમના પરદાદા જમશેદજી ટાટાએ કરી હતી. ગ્રુપની સત્તાવાર વેબસાઇટ અનુસાર, 2021-22માં ટાટા કંપનીઓની સંયુક્ત આવક 128 અબજ ડોલર (9.6 ટ્રિલિયન રૂપિયા) હતી, જ્યારે ગ્રુપમાં 935,000થી વધુના કર્મચારીઓ હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર