Home /News /national-international /Nanoમાં તાજ હોટલ પહોંચ્યા Ratan Tata, સાથે કોઈ સિક્યોરિટી ગાર્ડ પણ નહીં, લોકોએ સાદગીના કર્યા વખાણ
Nanoમાં તાજ હોટલ પહોંચ્યા Ratan Tata, સાથે કોઈ સિક્યોરિટી ગાર્ડ પણ નહીં, લોકોએ સાદગીના કર્યા વખાણ
રતન ટાટા નેનો કારમાં તાજ હોટેલ પહોંચ્યા હતા.
Ratan Tata Viral Video: રતન ટાટા (Ratan Tata) કોઈ સિક્યોરિટી વગર સફેદ નેનોમાં તાજ પર પહોંચ્યા. દેશના આટલા મોટા ઉદ્યોગપતિની દુનિયાની સૌથી સસ્તી કારમાં સફર લોકો માટે પ્રેરણા બની છે. સોશિયલ મીડિયા પર આ વિડીયોને લાખો લોકોએ પસંદ કર્યો છે.
Ratan Tata in Nano: ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા (Ratan Tata) પોતાની સાદગી માટે ઓળખાય છે. એક વાર ફરી તેમની સાદગીએ લોકોનું દિલ જીતી લીધું, જ્યારે તેઓ દુનિયાની સૌથી સસ્તી કાર અને તેમના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઓળખાતી Tata Nanoમાં તાજ હોટેલ પહોંચ્યા. નેનોમાં રતન ટાટાની આ યાત્રાનો વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમની સાદગી અને આ રાઇડની પ્રશંસા કરી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર વિરલ ભાયાણીએ પોસ્ટ કરેલા વિડીયોમાં જોવા મળે છે કે રતન ટાટા (Ratan Tata) કોઈ સિક્યોરિટી વગર સફેદ નેનોમાં તાજ પર પહોંચ્યા. બાદમાં તેમને હોટેલના કર્મચારીઓ દ્વારા અંદર લઈ જવામાં આવ્યા. દેશના આટલા મોટા ઉદ્યોગપતિની દુનિયાની સૌથી સસ્તી કારમાં સફર લોકો માટે પ્રેરણા બની છે. સોશિયલ મીડિયા પર આ વિડીયોને લાખો લોકોએ પસંદ કર્યો છે.
જણાવી દઈએ કે Tata Nano, રતન ટાટાનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. તેમનું સપનું હતું કે દેશના દરેક વર્ગના લોકો કારની સવારીનો આનંદ લઈ શકે અને તેથી જ તેમની કંપનીએ વર્ષ 2008માં દુનિયાની સૌથી સસ્તી કાર તરીકે Tata Nano લોન્ચ કરી હતી. તેને લોન્ચ કરતી વખતે ‘લખટકિયા’ નામ આપવામાં આવ્યું હતું, કેમ કે, તેને માત્ર 1,00,000 રૂપિયાની ઇન્ટ્રોડક્ટરી કિંમતે લોન્ચ કરવામાં આવી હતી.
Ratan Tata arrives at Taj Mumbai in a Nano sitting in front seat with his driver. No security either. Exemplary simplicity personified. 💯👏🏾 pic.twitter.com/XAbyLLoCpt
જો કે, શરૂઆતમાં આ કારનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું, પરંતુ 10 વર્ષ બાદ આ નાની કારની સફર ખતમ થઈ ગઈ અને તેને ઓફિશિયલી ડિસ્કન્ટીન્યુ કરવામાં આવી. તેનું મુખ્ય કારણ તેનું વેચાણ હતું. ભલે કિંમત ઓછી હોવાના કારણે આ કારની ચોતરફ ચર્ચા થઈ હતી, પરંતુ સ્પેસ અને સેફ્ટી વગેરે કારણોસર લોકોએ આ કારને એટલી પસંદ ન કરી. તેના પરિણામે વેચાણ સતત ઘટતું ગયું.
શરૂઆતમાં 100,000 નેનો કારની પહેલી બેચને લોટરીના માધ્યમથી વેચવામાં આવી હતી, જેની માંગ સપ્લાયથી વધુ હતી. પરંતુ, પછીના વર્ષોમાં માંગ ઘટતી ગઈ. 2012માં રતન ટાટાએ પણ સ્વીકાર કર્યો કે નેનોના લોન્ચ સાથે ભૂલ થઈ હતી. જો કે, Tata Nano પ્રોજેક્ટ હંમેશાથી રતન ટાટાના દિલની નજીક રહ્યો અને તેમણે ઘણી વખત તેને ‘બધા ભારતીયો માટે એક સસ્તી કાર’ તરીકે જણાવી હતી. નેનોમાં તેમની સવારીએ લોકોને ચોંકાવી નાખ્યા છે. લોકોનું કહેવું છે કે, ‘આપણે તેમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. તેમની સાદગી કાબિલેદાદ છે.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર