શ્રીનગર : રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના (Rashtriya Swayamsevak Sangh)સરસંઘચાલક મોહન ભાગવતે (Mohan Bhagwat)શનિવારે કહ્યું કે આર્ટિકલ 370 (Article 370) જમ્મુ કાશ્મીરના (Jammu and Kashmir)વિકાસની રાહમાં એક વિધ્ન હતું જેને હટાવી દેવામાં આવી છે. તેમણે આગળ કહ્યું કે આખરે કેમ લોકોએ તેના માટે બલિદાન આપ્યું હતું. આજે જમ્મુ કાશ્મીરથી તેને હટાવી દીધી છે અને લોકો ખુશ છે. ભાગવતે કહ્યું કે આર્ટિકલ 370ને હટાવવા માટે શ્યામા પ્રસાદ મુખર્જીએ (Shyama Prasad Mukherjee)પોતાનું બલિદાન આપ્યું હતું. હવે બધા લોકો જમ્મુ કાશ્મીરમાં વિકાસ અને લોકોના મુદ્દા માટે કામ કરી રહ્યા છે પણ કેટલાક લોકો એવા છે જે સિસ્ટમને બગાડવાનું કામ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે બધા સમાજના લોકોનું ઉત્થાન થઇ શકે. આ માટે આપણે બધાએ મળીને દેશ માટે કામ કરવું પડશે. ભાગવતે કહ્યું કે કોરોના કાળે આપણે શીખવાડ્યું છે કે વિકાસ શું હોય છે. સૌથી ખાસ વાત એ છે કે આપણે બધા ખુશ રહીએ અને આપણે બધાને સુખ શાંતિ માટે કામ કરવું પડશે. ભાગવતે કહ્યું કે ભારત સંસ્કૃતિની ધની છે અને દુનિયામાં તેનો કોઇ મુકાબલો નથી. તેમણે કહ્યું કે આપણી ધરોધર આપણી ઓળખ છે અને દુનિયાભરમાં આપણે તેમાં સૌથી આગળ છીએ.
આર્ટિકલ 370 રદ થયા પછી પ્રથમ વખત કેન્દ્ર શાસિત પ્રદેશ પહોંચેલા સંઘ પ્રમુખે કહ્યું કે આપણી સૌથી મોટી તાકાત એકતા છે. જોકે કેટલાક એવા લોકો છે જે લોકોને વહેંચી રહ્યા છે. કેટલાક અંદરો અંદર લડી રહ્યા છે. આ સારું નથી આપણે તેને રોકવું પડશે. તેમણે કહ્યું કે આપણા અલગ-અલગ રાજ્ય છે, ભાષાઓ છે, અલગ સંસ્કૃતિ, વિભિન્ન ધર્મોના લોકો છે. જોકે છતા પણ ભારત દુનિયામાં સૌથી આગળ છે.
મોહન ભાગવતે કહ્યું કે એકતા અને સાંપ્રદાયિક સૌહાર્દને બનાવી રાખવા માટે ભારત વિશ્વગુરુ છે સુપર પાવર નથી, જે એ બતાવે છે કે દુનિયાના બધા દેશોથી આપણે અલગ છીએ. તેમણે કહ્યું કે આપણે દેશની અખંડતા અને એકતા બનાવી રાખવા માટે કામ કરવું પડશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર