Success Story: રસ્તા પર ઝાડુ લગાવનાર સફાઇકર્મી આશા બની RAS અધિકારી

Success Story: જોધપુરના રસ્તા પર ઝાડુ લગાવનાર સફાઇકર્મી આશા બની RAS અધિકારી

Success Story: સફાઇકર્મી આશાના માથે બે બાળકોની જવાબદારી પણ છે. આમ છતા તેણે અભ્યાસ છોડ્યો ન હતો. દિવસમાં સફાઇ કામ કરવાની અને સમય મળ્યા ત્યારે પુસ્તકો વાંચતી હતી

  • Share this:
    જોધપુર : રાજસ્થાનની સૌથી મોટી પ્રતિયોગી પરીક્ષા આરએએસ પરીક્ષા-2018માં (RAS Exam- 2018) સફળતા મેળવનાર કેટલાક ઉમેદવાર એવા પણ છે જે અન્ય યુવાઓ માટે ઉદાહરણ રૂપ બનીને ઉભર્યા છે. તેમાં એક જોધપુરની સફાઇ કર્મી આશા કંડારા (Sweeper Asha Kandara)છે. આશા જોધપુર નગર નિગમમાં સફાઇકર્મી તરીકે કાર્યરત છે તેણે પોતાના આ કામ સાથે અનુશાસનપૂર્વક અભ્યાસ કરીને રાજસ્થાન પ્રશાસનિક સેવા જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળ થઇને સાબિત કરી દીધું છે કે તે કોઈનાથી કમ નથી. પોતાની મહેનતના બળે જોધપુરના રસ્તા પર ઝાડુ લગાવનાર આશા હવે રાજસ્થાન પ્રશાસનિક સેવા માટે પસંદ થઇ છે.

    રાજસ્થાનના લોકસેવા આયોગ તરફથી મંગળવારે જાહેર કરાયેલા આરએએસ પરીક્ષા 2018ના પરિણામોમાં આશાને 728મો રેન્ક પ્રાપ્ત થયો છે. આશા કંડારા છેલ્લા ઘણા વર્ષોથી નગર નિગમમાં અસ્થાઇ સફાઇકર્મી તરીકે કાર્યરત છે.

    આશાના માથે મોટી જવાબદારી

    આશાના માથે બે બાળકોની જવાબદારી પણ છે. આમ છતા તેણે અભ્યાસ છોડ્યો ન હતો. દિવસમાં સફાઇ કામ કરવાની અને સમય મળ્યા ત્યારે પુસ્તકો વાંચતી હતી. આશાએ પોતાના સપના પૂરા કરવા માટે સંઘર્ષની રાહ સખત મહેનત પસંદ કરી હતી. આખરે તેની મહેનત રંગ લાવી અને તે આરએએસની પરીક્ષાના તમામ તબક્કા પ્રી એક્ઝામ, મુખ્ય એક્ઝામ અને ઇન્ટરવ્યૂમાં સફળ રહી છે.

    આ પણ વાંચો - ગાંધીનગર : આઇપીએસ ઓફિસરોની બદલીઓ ટળી, સારી જગ્યાએ પોસ્ટિંગ માટે જોવી પડશે રાહ

    પતિ સાથે અણબનાવ થતા અલગ રહે છે

    આશા કંડારાને બે બાળકો છે. 8 વર્ષ પહેલા પતિ સાથે અણબનાવ થતા પતિથી અલગ થયા પછી પોતાના બાળકોનું પાલન પોષણ પોતે જ કરતી હતી. જોકે આશાએ હિંમત હારી ન હતી. તે નગર નિગમમાં સફાઇકર્મીની નોકરી કરતી હતી અને અભ્યાસ પણ ચાલું રાખ્યો હતો. આશાને 12 દિવસ પહેલા જ નગર નિગમમાં સફાઇકર્મી તરીકે કાયમી નોકરીની ભેટ મળી હતી.

    નિગમમાં ઓફિસરોને જોઈને જાગ્યું ઝનૂન

    આશાં કંડારાએ કહ્યું હતું કે નગર નિગમમાં કામ કરવા દરમિયાન તે સ્કૂટી પર જતી હતી. જ્યાં ડ્યૂટી હોતી ત્યાં સફાઇ કરતી હતી પણ નગર નિગમમાં બેસેલા ઓફિસરોને જોઈને તેના મનમાં પણ ઓફિસર બનવાનું ઝનૂન જાગ્યું હતું. ગ્રેજ્યુએશન કર્યા પછી આરએએસની તૈયારી શરૂ કરી હતી. આખરે સખત મહેનત રંગ લાવી અને તેનું સપનું પુરુ થયું છે.
    Published by:Ashish Goyal
    First published: