Home /News /national-international /

આ મહિને આકાશમાં જોવા મળશે દુર્લભ નજારો, એક સીધી રેખામાં દેખાશે 5 ગ્રહો

આ મહિને આકાશમાં જોવા મળશે દુર્લભ નજારો, એક સીધી રેખામાં દેખાશે 5 ગ્રહો

આ જૂન મહિનામાં પૃથ્વીની નજીકના આકાશમાં એક ખગોળીય ઘટના બનવા જઈ રહી

ખગોળીય ઘટના (Astronomical event) ને દૂરબીનની મદદથી જોઈ શકાય છે. નિષ્ણાતો માને છે કે, જ્યારે બેથી ત્રણ ગ્રહો એકસાથે મળે છે ત્યારે તેને સંયોગ કહેવાય છે, પરંતુ આકાશમાં પાંચ ગ્રહો અથવા પાંચ ગ્રહોનું સંયોજન ખૂબ જ દુર્લભ છે.

    નવી દિલ્હી : આ જૂન મહિનામાં પૃથ્વી (Earth) ની નજીકના આકાશમાં એક ખગોળીય ઘટના (Astronomical event) બનવા જઈ રહી છે. લોકો આ ઘટનાને પોતાની આંખોથી પણ જોઈ શકશે. અવકાશ વૈજ્ઞાનિકો (Space scientists) ના જણાવ્યા અનુસાર, પાંચ ગ્રહો આકાશમાં એક સીધી રેખામાં જોવા મળશે અને ગ્રહોની આ સ્થિતિ પૃથ્વી પરથી પણ જોઈ શકાશે. બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શિન ગ્રહો સૂર્યથી તેમના અંતરના ક્રમમાં એક સીધી રેખામાં આકાશમાં દેખાશે.

    અગાઉ 2004માં આવી સંરચના જોવા મળી હતી

    આ ખગોળીય ઘટનાને દૂરબીનની મદદથી જોઈ શકાય છે. નિષ્ણાતો માને છે કે, જ્યારે બેથી ત્રણ ગ્રહો એકસાથે મળે છે ત્યારે તેને સંયોગ કહેવાય છે, પરંતુ આકાશમાં પાંચ ગ્રહો અથવા પાંચ ગ્રહોનું સંયોજન ખૂબ જ દુર્લભ છે. આ પહેલા ડિસેમ્બર 2004માં આકાશમાં આવી સંરચના જોવા મળી હતી.

    નિષ્ણાતો કહે છે કે, જો તમે આ અદ્ભુત રચનાને આકાશમાં બનતી જોવા માંગો છો, તો તમારે શરૂઆતને જોવી પડશે કારણ કે બુધ સૂર્યની સૌથી નજીક છે અને તે સૂર્યના ઉદયની સાથે જ અદૃશ્ય થઈ જશે. તે પૂર્વીય ક્ષિતિજ તરફ સૂર્યોદય પહેલા જોઈ શકાય છે.

    નિષ્ણાતો માને છે કે, આ ખગોળીય ઘટના જૂન મહિનામાં ઘણી વખત જોવા મળશે, પરંતુ તમામ દિવસોમાં તેને સંપૂર્ણ રીતે જોવી મુશ્કેલ હશે. 3 અને 4 જૂનના રોજ, એક મહિનામાં પ્રથમ વખત આ પ્રકારની રચના જોવા મળી હતી.

    આ પણ વાંચોભૂખ્યા બાળકોના જોર-શોરથી રડવાથી ગુસ્સે ભરાઈ માતા, કરી દીધી પુત્ર-પુત્રીની હત્યા, સળગાવી દીધી લાશ

    આ મહિનામાં ફરી એકવાર 24 જૂને પાંચ ગ્રહોની સીધી પરેડમાં જોવા મળશે. નિષ્ણાતે જણાવ્યું કે, આજે બનેલી ખગોળીય ઘટના લગભગ એક કલાક સુધી દેખાઈ હતી. જેમ જેમ બુધ આકાશમાં ઉગે છે અને ચમકે છે તેમ આ માળખું જોવાનું સરળ બને છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ajab Gajab, Ajab gajab news, Astronomy, OMG, Science News

    આગામી સમાચાર