શું તમારી પાસે છે આવા 5 અને 10 રૂપિયાના સિક્કા, લોકો 10 લાખ રૂપિયા આપવા છે તૈયાર

ઓનલાઇન માર્કેટપ્લેસમાં આ સિક્કાની ખૂબ માંગ છે (પ્રતિકાત્મક તસવીર)

Earn money- વર્તમાન સમયે ડિજિટલ પ્લેટફોર્મ પર ઘણી વેબસાઇટ્સ છે, જે દુર્લભ સિક્કાના બદલામાં લાખો રૂપિયા ચૂકવી રહી છે

  • Share this:
તમારી માટે પૈસા કમાવા (Earn money)ની ટીપ લઈને આવ્યા છીએ. તમારી પાસે હાલ રૂ. 10 લાખ કમાવાની તક છે. તમારી પાસે વૈષ્ણોદેવી (Vaishno Devi)ના ફોટાવાળા 5 અને 10 રૂપિયાના સિક્કા હોય તો તમે ઘરે બેસીને કરોડપતિ બની શકો છો. માતા વૈષ્ણોદેવીના ફોટો સાથેનો આ સિક્કો તમને 10 લાખ રૂપિયા સુધી કમાણી કરાવી શકે છે.

વર્તમાન સમયે ડિજિટલ પ્લેટફોર્મ પર ઘણી વેબસાઇટ્સ છે, જે દુર્લભ સિક્કાના બદલામાં લાખો રૂપિયા ચૂકવી રહી છે. આ એન્ટિક સિક્કાના બદલામાં તમે 10 લાખ રૂપિયા સુધી મેળવી શકો છો. ઓનલાઇન માર્કેટપ્લેસમાં આ સિક્કાની ખૂબ માંગ છે. કોઈન સંગ્રહ કરનારના દ્વારા તેની મોટી કિંમત આપવામાં આવે છે.

શા માટે આ સિક્કાની છે ખૂબ જ માંગ?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા 2002માં અમુક દુર્લભ કોઈન પર માતા વૈષ્ણોદેવીનો ફોટો અંકિત કરાયો હતો. દેશ વિદેશમાં ફેલાયેલા માતા વૈષ્ણોદેવીના ભક્તોને આ કોઈન જોઈએ છે. ભક્તો આ કોઈનને ખૂબ જ શુભ અને નસીબદાર માને છે. શ્રદ્ધાળુઓ સંપત્તિ અને સમૃદ્ધિ વધારવા માટે આ સિક્કા પોતાની પાસે હોય તેવું ઈચ્છે છે. આ જ કારણે કેટલાક સંગ્રહકારો આ સિક્કા માટે ઊંચી રકમ ચૂકવવા તૈયાર છે.

આ પણ વાંચો - આવા બોસ બધાને મળે! કર્મચારીઓને આપ્યા 7.5 લાખ રૂપિયા અને કહ્યું જ્યાં ફરવું હોય ત્યાં ફરો

માતા વૈષ્ણોદેવીના ફોટો સાથેનો આ સિક્કો તમને 10 લાખ રૂપિયા સુધી કમાણી કરાવી શકે છે


મીડિયા રિપોર્ટ અનુસાર આ એન્ટિક સિક્કાને ઇન્ડિયા માર્ટ, પિન્ટરેસ્ટ અને ઇન્ડિયન કરન્સી જેવી વેબસાઇટ પર વેચી શકાય છે. આ સિક્કા વેચવા માટે તમારે વેબસાઇટ પર તમારું એકાઉન્ટ બનાવવાની જરૂર પડશે. જેમાં તમારે તમારો મોબાઈલ નંબર અને ઇમેઇલ એડ્રેસ નાંખવાનું રહેશે. ત્યારબાદ સિક્કાનું ચિત્ર અને વર્ણન બંને અપલોડ કરવું જરૂરી છે. પછી આ સિક્કા માટે બોલી લગાવનારાઓ બોલી લગાવશે.

અશોક સ્તંભના ચિત્રવાળી નોટ 25000 સુધીમાં વેચાય છે

તમારી પાસે બ્રિટિશ શાસન સમયની નોટ હોય તો પણ સારી કિંમત મેળવી શકો છો. તે સમયે નોટ પર અશોક ચક્ર છાપવામાં આવતું હતું. અત્યારે તો આ નોટ ખૂબ જ દુર્લભ છે. જોકે, જેની પાસે આ નોટ હોય તેનું ભાગ્ય ચમકી શકે છે. આવી એક નોટના બદલામાં તમને રૂ. 25,000 સુધીની રકમ મળી શકે છે. આ નોટને તમે ઘરે બેઠા ઓનલાઈન વેચી શકો છો.
First published: