ઉન્નાવ રેપ પીડિતાના લોહીમાં ખતરનાક બેક્ટેરિયા, 7માંથી 6 એન્ટિબાયોટિક બેઅસર

News18 Gujarati
Updated: August 8, 2019, 11:57 AM IST
ઉન્નાવ રેપ પીડિતાના લોહીમાં ખતરનાક બેક્ટેરિયા, 7માંથી 6 એન્ટિબાયોટિક બેઅસર
પીડિતાને સારવાર માટે AIIMSમાં ખસેડવામાં આવી.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ બેક્ટેરિયા ભાગ્યે જોવા મળે છે, સામાન્ય રીતે આ બેક્ટેરિયા મળમાં જોવામાં આવે છે. આ બેક્ટેરિયાને કારણે દવા બેઅસર થઈ જાય છે.

  • Share this:
લખનઉની કેજીએમયૂમાંથી ઉન્નાવ રેપ પીડિતાને વધારે સારી સારવાર માટે દિલ્હીની AIIMSમાં ખસેડવામાં આવી છે. અહીં સારવાર દરમિયાન તેણીના લોહીમાં ખતરનાક બેક્ટેરિયા હોવાનું માલુમ પડ્યું છે. આ જ કારણે તેણીને આપવામાં આવતી 7 એન્ટીબાયોટિકમાંથી 6ની કોઈ અસર નથી થઈ રહી. કેજીએમયૂ પીડિતાનો આ કલ્ચર રિપોર્ટ AIIMSને મોકલશે.

નોંધનીય છે કે રાયબરેલી ખાતે રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી ઉન્નાવ રેપ પીડિતા અને તેના વકીલને સારવાર માટે લખનઉના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અહીં તેની સારવાર ચાલી રહી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પીડિતાને એર એમ્બ્યુલન્સમાં દિલ્હીમાં ખસેડવામાં આવી હતી. ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન પીડિતાનો કલ્ચર રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ આવી જતાં માલુમ પડ્યું છે કે પીડિતાને ખૂબ જ ગંભીર બ્લડ ઇન્ફેક્શન લાગી ગયું છે. તેના લોહીમાં એન્ટિરોકોકસ બેક્ટેરિયા હોવાનું માલુમ પડ્યાં છે, જેના કારણે મોટાભાગની એન્ટી બાયોટિકની અસર નથી થઈ રહી.

એઇમ્સમાં મોકલવામાં આવશે રિપોર્ટ

કેજીએમયૂના પ્રવક્તા ડો. સંદીપ તિવારીના જણાવ્યા પ્રમાણે આઈસીયૂમાં દાખલ દર્દીઓને આપવામાં આવતી એન્ટિબાયોટિકનો પ્રભાવ ચકાસવા માટે કલ્ચર રિપોર્ટ કરવામાં આવતો હોય છે. આ જ રીતે લેબમાં ડ્રગ સેન્સિટિવિટી ટેસ્ટિંગમાં સાત એન્ટિબાયોટિક દવાની તપાસ કરવામાં આવી હતી. જેમાં માલુમ પડ્યું હતું કે પીડિતાને આપવામાં આવતી સાત દવામાંથી છની કોઈ અસર નથી થઈ રહી. આ રિપોર્ટને એઇમ્સ મોકલવામાં આવશે.

ભાગ્યે જ જોવા મળે છે આ બેક્ટેરિયા

જાણકારોના જણાવ્યા પ્રમાણે આ બેક્ટેરિયા ભાગ્યે જ જોવા મળે છે અને મળમાં મળી આવે છે. આ બેક્ટેરિયા લોહીમાં કેવી રીતે પહોંચ્યો તેની તપાસ થવી જોઇએ. આ બેક્ટેરિયાને કારણે દવાઓ કામ નથી કરતી.
First published: August 8, 2019, 10:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading