Home /News /national-international /અમેરિકામાં રેપર ફ્રેન્ચ મોન્ટાનાના વીડિયો શૂટિંગ દરમિયાન ગોળીબાર, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ

અમેરિકામાં રેપર ફ્રેન્ચ મોન્ટાનાના વીડિયો શૂટિંગ દરમિયાન ગોળીબાર, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ

પોલીસે ઘાયલોની સંખ્યાની પુષ્ટિ કરી નથી.

આ ગોળીબારમાં સાક્ષીએ WFOR-TVને જણાવ્યું હતું કે, આ ઘટના રેપર ફ્રેન્ચ મોન્ટાનાના મ્યુઝિક વિડીયોના શૂટિંગ દરમિયાન બની હતી. વિડીયો રેસ્ટોરન્ટની નજીક શૂટ કરવામાં આવી રહ્યો હતો. સાક્ષીઓને 10-15 ગોળીઓનો અવાજ સંભળાયોહતો.

    અમેરિકા: અમેરિકામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ફ્લોરિડાના મિયામી ગાર્ડન રેસ્ટોરન્ટની બહાર ગોળીબારમાં 10 લોકો લોકો ઘાયલ થયા છે. રેપર ફ્રેન્ચ મોન્ટાના અને Rob49 મ્યુઝિક વિડીયો શૂટ કરી રહ્યા હતા, ત્યારે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મામલાની તપાસ શરૂ કરી દીધી હતી.

    ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા

    WSVNના જણાવ્યા અનુસાર, મિયામી ગાર્ડન્સ પોલીસ ધ લિકિંગ રેસ્ટોરન્ટની બહાર રાત્રે 8 વાગ્યાની આસપાસ પહોચી હતી. પોલીસે ઘાયલોની સંખ્યાની પુષ્ટિ કરી નથી. જોકે, સૂત્રોનું માનીએ તો લગભગ 10 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતાં પેરામેડિક્સ અને મિયામી-ડેડ ફાયર રેસ્ક્યુ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ચાર પીડિતોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી એકની હાલત ગંભીર છે. તો અન્ય ઇજાગ્રસ્તો પોતાની જાતે હોસ્પિટલમાં પહોંચી ગયા હતા.

    મ્યુઝિક વિડીયોના શૂટિંગ દરમિયાન ઘટના બની

    આ ગોળીબારમાં સાક્ષીએ WFOR-TVને જણાવ્યું હતું કે, આ ઘટના રેપર ફ્રેન્ચ મોન્ટાનાના મ્યુઝિક વિડીયોના શૂટિંગ દરમિયાન બની હતી. વિડીયો રેસ્ટોરન્ટની નજીક શૂટ કરવામાં આવી રહ્યો હતો. સાક્ષીઓને 10-15 ગોળીઓનો અવાજ સંભળાયોહતો.



    WSVN મુજબ એમજીપીડી ડિટેક્ટીવ ડાયના ગોરગ્યુએ જણાવ્યું હતું. અમે હજી ઘટના સ્થળે તપાસ કરી રહ્યા છીએ. અમે હજી તપાસ કરી રહ્યા છીએ. અમે અત્યારે હજુ આંકડાનો પુષ્ટિ કરી શકીએ નહીં. બધું હજી તાજું છે.

    WSVNના મત અનુસાર, સાક્ષી સિડ મોગલે જણાવ્યું હતું કે તે રેપરને વિડીયો શૂટ કરતા જોવા માટે રેસ્ટોરન્ટની બહાર આવ્યો હતો. આ દરમિયાન પ્રોડક્શન જોઈ રહેલી ભીડમાંથી એક વ્યક્તિના ઘડિયાળ અને પાકીટ લૂંટી લેવામાં આવ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી.

    આ પણ વાંચો: IIMમાંથી MBA કરેલા યુવાને BAPSમાં લીધી દીક્ષા: જાણો સંસાર ત્યાગ કર્યા પછી શું કહ્યું

    સાક્ષીએ વધુમાં કહ્યું કે, આ દરમિયાન ઓછામાં ઓછી 13, 14, 15 ગોળીઓ છૂટી હશે. આ બધું ખૂબ ઝડપી થયું. બંદૂક એસોલ્ટ રાઇફલ જેવી લાગતી હતી. હું દોડવા લાગ્યો હતો અને પાછળ વળી વળીને જોતો હતો.

    વર્તમાન સમયે આ ઘટનાના અન્ય પીડિતોની સ્થિતિ જાણી શકાઈ નથી, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે સંભવિત શંકાસ્પદ કે શંકાસ્પદ લોકો વિશેની માહિતી આપી નથી. પોલીસ ગોળીબારની આ ઘટના અંગે ઊંડી તપાસ કરી રહી છે.
    First published:

    Tags: Gun culture, United states of america

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन