સગીર દુષ્કર્મ પીડિતાને ન મળી એમ્બ્યૂલન્સ, મહિલા પોલીસકર્મીઓએ PCRમાં કરાવી ડિલીવરી

મહિલા પોલીસકર્મીઓની કોઠાસૂઝથી સગીર દુષ્કર્મ પીડિતા અને નવજાતનો જીવ બચી ગયો, પોલીસ કમિશ્નરે કર્યા વખાણ

મહિલા પોલીસકર્મીઓની કોઠાસૂઝથી સગીર દુષ્કર્મ પીડિતા અને નવજાતનો જીવ બચી ગયો, પોલીસ કમિશ્નરે કર્યા વખાણ

 • Share this:
  દીપક કુમાર, ફરીદાબાદ. હરિયાણા (Haryana)માં સગીર દુષ્કર્મ પીડિતા (Rape Victim)એ પોલીસ પીસીઆર (Police PCR)માં બાળકને જન્મ આપ્યો છે. મામલો ફરીદાબાદ (Faridabad)નો છે જ્યાં પીસીઆરમાં થયેલી ડિલીવરી બાદ સગીરા અને તેના બાળકને પોલીસે હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા છે, જ્યાં બંનેની તબિયત સારી છે. પોલીસની તત્પરતા અને આ માનવીય પાસાને જોતાં પોલીસ કમિશ્નરે પોલીસ કર્મચારીઓના કામને બિરદાવ્યું છે.

  પોલીસ અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ, તેમને સૂચના મળી હતી કે સગીર ગર્ભવતીને લઈને દુખાવો થઈ રહ્યો છે અને આસપાસ કોઇ એબ્યૂલન્સ નહોતી મળી રહી. ત્યારબાદ સેક્ટર-16 મહિલા પોલીસ સ્ટેશનથી મહિલા પોલીસકર્મી ઘટના સ્થળે પહોંચી જ્યાં સગીરા ગર્ભવતી દુખાવાથી કણસી રહી હતી. એમ્બ્યૂલન્સને આવતા મોડું થશે તેવું જાણ્યા બાદ પીસીઆરમાં જે તેને લઈ જવાની તૈયારી કરી અને તેને તેમાં બેસાડીને થોડેક આગળ ગયા તો સગીરાની હાલત વધુ બગડવા લાગી.

  આ પણ વાંચો, માતા દીકરો દવા લઈને આવે તેની રાહ જોઈ રહી હતી, પરંતુ ઘરે આવ્યો મૃતદેહ

  PCRમાં જ બાળકીને જન્મ આપ્યો

  આ જોઈને પોલીસે પીસીઆરમાં જ ડીલીવરી કરાવવાની તૈયારી કરી દીધી અને પછી પીસીઆરમાં જ તેની સફળ ડિલીવરી થઈ. ત્યારે સગીરાએ પીસીઆરમાં જ બાળકીને જન્મ આપ્યો. ત્યારબાદ મહિલા પોલીસે સિવિલ હૉસ્પિટલ પહોંચીને સગીરા દુષ્કર્મ પીડિતાને દાખલ કરાવી જ્યાં માતા અને નવજાત બંને સ્વસ્થ છે.

  પોલીસકર્મીઓની પીઠ થાબડી

  આ વિશે એસીપી આદર્શ દીપ સિંહે જણાવ્યું કે, સગીર દુષ્કર્મ પીડિતાએ પોલીસ પીસીઆરમાં એક બાળકીને જન્મ આપ્યો છે. હાલ આ મામલાના સામે આવ્યા બાદ પોલીસ કમિશ્નર ઓપી સિંહે પોલીસકર્મીઓની પીઠ થાબડી છે અને તેમને આવા જ લોકોની મદદ કરવાની વાત કહી છે.

  આ પણ વાંચો, પોલિટેકનિકના સ્ટુડન્ડને પોતાના અપહરણનું રચ્યું નાટક, પિતા પાસેથી માંગી 10 લાખની ખંડણી

  લોકોએ પણ પોલીસના કર્યા વખાણ

  પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવેલા આ કામની સગીરાના પરિજનો ઉપરાંત આસપાસના લોકોએ પણ વખાણ કર્યા છે. લોકોનું કહેવું છે કે પોલીસના કારણે સગીરા અને તેનું બાળક સલામત છે. જો તે સમયે પોલીસ ન હોત તો ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ શકતી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: