Home /News /national-international /બળાત્કાર બાદ કિશોરીને આરોપી સાથે બાંધીને ગામમાં ફેરવવામાં આવી, 'ભારત માતા કી જય'ના નારા લાગ્યા!

બળાત્કાર બાદ કિશોરીને આરોપી સાથે બાંધીને ગામમાં ફેરવવામાં આવી, 'ભારત માતા કી જય'ના નારા લાગ્યા!

પ્રતીકાત્મક તસવીર

આ કેસમાં કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં બળાત્કારનો આરોપી અને ગામના અન્ય પાંચ લોકોનો સમાવેશ થાય છે.

    ભોપાલ: મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના આદિવાસી બહુમતી ધરાવતા અલિરાજપુર જિલ્લા (Alirajpur district)માં રવિવારે એક 16 વર્ષની કિશોરી પર 21 વર્ષીય યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદમાં ગામ લોકોએ આરોપી અને પીડિતા બંનેને દોરડાથી બાંધી દીધા હતા અને આખા ગામમાં પરેડ કરાવી હતી. આ કેસમાં કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં બળાત્કારનો આરોપી અને ગામના અન્ય પાંચ લોકોનો સમાવેશ થાય છે.

    આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કિશોરી અને યુવકને દોરડાથી બાંધી દેવામાં આવ્યા છે. લોકો બંનેને ગામમાં પરેડ કરવાની ફરજ પાડી રહ્યા છે. આ દરમિયાન "ભારત માતા કી જય"ના નારા લગાવવામાં આવી રહ્યા છે. આ બનાવ જોબટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા એક ગામ ખાતે બન્યો હતો. જે બાદમાં પોલીસે દરમિયાનગીરી કરીને કિશોરીને છોડાવી હતી.

    આ પણ વાંચો: જામનગર: સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધમાં સાસરિયાઓએ જમાઈને પતાવી દીધો!

    SDOP (Sub-Divisional Officer of Police) દિલીપ સિંઘ બિલવાલે જણાવ્યું હતું કે, પીડિતા તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ આ મામલે બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. "એક ફરિયાદ 21 વર્ષીય બળાત્કાર આરોપી વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. બીજી ફરિયાદ છોકરીના પરિવારના લોકો અને ગામના લોકો સામે નોંધવામાં આવી છે. છોકરીને ગામમાં પરેડ કરાવવા બદલ અને માર મારવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે."

    આ પણ વાંચો: એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કટરથી ગળું કાપીને આપઘાત કરી લેતા ચકચાર

    આ પણ વાંચો: બે માસથી ગુમ કિશોરીને 2 સપ્તાહમાં શોધો, નહીં તો DCP કોર્ટ સમક્ષ હાજર થાય: ગુજરાત હાઇકોર્ટ

    પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, બળાત્કારનો આરોપી યુવક પરિણીત છે અને બે સંતાનોનો પિતા છે. યુવક સામે આઈપીસીની કલમો તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરિવારના સભ્યો અને ગામના લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 394, 355, 323, 342 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં દરરોજ કિશોરીએ પર બળાત્કારની અનેક ફરિયાદો સામે આવે છે. બળાત્કાર કે અન્ય ગુનાઓમાં અનેક વિસ્તારોમાં જનતા ન્યાયની પ્રથા પણ પ્રચલિત છે. જેમાં ગામના લોકો એકઠા થઈને જ આરોપીને સજા આપતા હોય છે.
    First published:

    Tags: Madhya pradesh, Teenager, Villager, ગુનો, પોલીસ, બળાત્કાર