Home /News /national-international /

છ વર્ષની બાળકી પર ઓરિસ્સાની શાળામાં દુષ્કર્મ, બાળકી કોમામાં

છ વર્ષની બાળકી પર ઓરિસ્સાની શાળામાં દુષ્કર્મ, બાળકી કોમામાં

    દેશમાં બાળકીઓ પરના દુષ્કર્મની એક પછી એક જધન્ય ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ક્રુર ઘટના ઓરિસ્સા રાજ્યના એક ગામમાં આવેલી એક સ્કૂલમાં બની છે. એક છ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યા પછી આરોપીએ તેને ગળુ દબાવી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આ બાળકીને હાલ હોસ્પિલમાં દાખલ કરવામાં આવી છે અને તે કોમામાં છે. આ ઘટના સોમવારે બની હતી.

    હોસ્પિટલ સત્તાવાળાએ ન્યુઝ18ને આ સમાચારની પુષ્ટિ આપી હતી અને જણાવ્યુ હતુ કે બાળકીની હાલત ગંભીર છે. બાળકીને માથાના ભાગમાં, ગળામાં, ચહેરા પર અને ગુપ્તાંગના ભાગમાં ગંભીર ઇજાઓ થઇ છે. આ ઘટના ઓરિસ્સા રાજ્યના સાલેપુર જિલ્લાના જગ્ગનાથુપુર નામના ગામ બની હતી. બાળકી જીવન મરણ વચ્ચે ઝંઝુમી રહી છે. જુદા-જુદા નિષ્ણાંતો આ બાળકીની સારવારમાં જોડાયા છે.

    પોલીસે આ દુષ્કર્મના આરોપીની સોમાવારે ધરપકડ કરી છે. દેશભરમાં બાળકીઓ પર થતા દુષ્કર્મના કિસ્સાઓ સામે જબરદસ્ત રોષ ફાટી નિકળ્યો છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મિરના કઠુઆમાં બનેલી રેપ અને મર્ડરની ઘટનાને લઇને લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને સરકારે બાળકીઓ પરના દુષ્કર્મના આરોપીઓને ફાંસીની સજા આપવા માટે ઓર્ડિનન્સ પણ લાવી અને રાષ્ટ્રપતિએ તેને મંજુરી પણ આપી દીધી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Minor rape, Odisha, બળાત્કાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन